નરોડા ગામ હત્યાકાંડમાં મોટો ચુકાદો, તમામ આરોપીઓ નિર્દોષ જાહેર
નરોડા ગામ હત્યાકાંડમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે ચુકાદો આપવામાં આવ્યો છે. જેમાં ભાજપના પૂર્વ મંત્રી માયા કોડનાની, બાબુ બજરંગી, જયદીપ પટેલ સહિત તમામ 69 આરોપીઓને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટ બહાર પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, જો કે, મીડિયાને કોર્ટની અંદર પ્રવેશવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
કોર્ટ બહાર રહેલા સગા સંબંધીઓએ જય શ્રી રામ ના નારા લગાવ્યા હતા. નરોડા ગામ હત્યાકાંડમાં 20 વર્ષ, 1 મહિનો અને 20 દિવસ બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે ફરિયાદ પક્ષના વકીલ શમશાદ પઠાણે જણાવ્યું હતું કે, આ ચુકાદાને હવે હાઇકોર્ટમાં પડકારવામાં આવશે.
જુઓ, આરોપીઓના વકિલની પ્રતિક્રિયા...
વર્ષ 2002માં રાજ્યમાં થયેલા ગોધરાકાંડ બાદ નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. આ કેસનો ચુકાદો ઘટનાના 21 વર્ષ બાદ આપવામાં આવ્યો છે ત્યારે આ કેસ પણ નજર કરીએ તો ગોધરાકાંડના બીજે દિવસે 28 ફેબ્રુઆરી 2002 નરોડા ગામ વિસ્તારમાં સવારે 10:00 વાગે છૂટો છવાયો પથ્થરમારો થયો હતો. બપોરે 12 વાગ્યાની આસપાસ આગ લાગવાના બનાવો બન્યા હતા. અને રાત સુધી સમગ્ર હત્યાકાંડને અંજામ આપવામાં આવ્યો હતો. સમગ્ર હત્યાકાંડમાં 11 લોકોના મોત થયા હતા, જેમાં ચાર મહિલાઓ હતી.
ગુજરાતના પૂર્વ પ્રધાન અને ભારતીય જનતા પાર્ટીના નેતા માયાબેન કોડનાની અને બજરંગ દળના અગ્રણી બાબુ બજરંગી, એ 86 આરોપીઓમાં સામેલ છે, જેમની સામે આ કેસની સુનાવણી ચાલી રહી છે. 86 આરોપીઓમાંથી 18 આરોપીના કેસ ચાલવા દરમિયાન મૃત્યુ થયા હતા.
આ મુદ્દે નરોડા પોલીસ સ્ટેશનમાં 98/2002 નંબરની ફરિયાદ FIR નોંધાઇ હતી. જેમાં પોલીસે 28 જેટલા આરોપીઓને પકડીને તેમના પર IPC કલમ 149, 302, 436, 153(A), 435, 436, 307 હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પાછળથી આ તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી. જેમાં અન્ય આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તબક્કાવાર અન્ય 50 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આમ કુલ 80થી વધુ આરોપીઓની આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
આ કેસમાં 5 જજ બદલાઈ ચૂક્યા છે સૌથી પહેલા જજ જેમની સામે આ કેસની સુનવણી શરૂ થઈ તે હતા. એસ એચ વોરા જે હાલ હાઇકોર્ટના જ છે ત્યારબાદ ડોક્ટર જ્યોત્સના યાજ્ઞિક પીબી દેસાઈ સહિતના જજ સમક્ષ આ કેસની સુનવણી થઈ છે. આ કેસમાં જજ પીવી દેસાઈએ પ્રથમ વખત વર્ષ 2017માં ઘટના સ્થળની 30 મિનિટ મુલાકાત લીધી હતી. ત્યારબાદ આ કેસના હાલના જજ સુબદા બક્ષીએ ફરી થોડા સમય પહેલા જ સ્થળ તપાસ કરી હતી.
આ કેસમાં આરોપીઓના નામ
1. સમીર હસમુખભાઈ પટેલ
2. ખુશાલ પુંજાજી સોલંકી
3. ઉકાજી ઉર્ફે બચુજી બાબાજી ઠાકોર (કેસ એબેટ)
4. દિનેશકુમાર ઉકાજી ઉર્ફે બચુભાઈ ઠાકોર
5. બળદેવભાઈ પ્રહલાદભાઈ ઠાકોર
6. ચંદુજી ઠાકોર
7. અજય રમણલાલ ખેતરા ધોબી
8. સુનિલ ઉર્ફે ચંકી ગોપાલભાઈ નાયર
9. દિનેશકુમાર રમણલાલ પટેલ
10. નવીનભાઈ પ્રવીણભાઈ કડિયા
11. રામસિંગ ઠાકોર
12. ભરત રામસિંગ ઠાકોર
13. નરેશ ઉર્ફે વિજીયો બાબુભાઈ મકવાણા દરજી
14. રિતેશ ઉર્ફે પોંચ્યા દાદા બાબુભાઈ વ્યાસ
15. અજય બચુભાઈ ઠાકોર
16. રમણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર
17. નગીન પ્રતાપભાઈ ઠાકોર
18. મનુભાઈ પુનાભાઈ ઠાકોર
19. રમેશભાઈ ભલાભાઇ ઠાકોર
20. કિસન ખૂબચંદ કોરાણી
21. રાજકુમાર ઉર્ફે રાજુ ગોપીમલ ચોમલ
22. પદ્મેન્દ્રસિંહ ઉર્ફે પીજે જશવંતસિંહ રાજપુત
23. બાબુ ઉર્ફે બાબુ બજરંગી રાજાભાઈ પટેલ
24. રાજેશ ઉર્ફે રાજુ ઉર્ફે કબુતર મોહનલાલ પરમાર
25. મિતેશ ગીરીશભાઈ ઠક્કર
26. સેશન્સ કેસ નંબર 204 /2009
27. વિનોદ ઉર્ફે વિનુ પહેલરામ ચેતવાણી
28. સેશન્સ કેસ નંબર 205/ 2009
29. હરેશ પારસરામ રોહેરા
30. સેશન્સ કેસ નંબર 206/ 2009
31. પ્રદીપભાઈ ઉર્ફે બેન્કર કાંતિલાલ સંઘવી (બિન તહોમત મુક્ત)
32. સેશન્સ કેસ નંબર 214/ 2009
33. વલ્લભભાઈ કુબેરભાઈ પટેલ
34. વિષ્ણુજી પોપટજી ઠાકોર
35. હંસરાજ પન્નાલાલ માળી
36. પ્રભુભાઈ ઉર્ફે ધૂમ ભુપતજી ઠાકોર
37. સેશન્સ કેસ નંબર 216/2009
38. જગદીશભાઈ રમણભાઈ પ્રજાપતિ
39. હરેશ ઉર્ફે હર્ષદ રમણલાલ સોની
40. રાજેશભાઈ કિશોરભાઈ ભીખાભાઈ દરજી
41. અશ્વિનકુમાર કનૈયાલાલ જોશી
42. રાજેશ ઉર્ફે રાજુ નટવરલાલ પંચાલ
43. પ્રવીણ કુમાર હરિભાઈ મોદી
44. વિક્રમભાઈ ઉર્ફે ટીનીઓ મણીલાલ ઠાકોર
45. અશોકભાઈ ચંદુભાઈ સોની
46. જગદીશભાઈ ચીમનલાલ પટેલ
47. દિનેશભાઈ કચરાભાઈ પટેલ
48. શાંતિલાલ વાલજીભાઈ પટેલ
49. ગિરીશભાઈ હરગોવિંદભાઈ પ્રજાપતિ
50. રમણભાઈ વ્યાસ
51. સંજય પીન્ટુ ચેનલ વાળો કનુભાઈ વ્યાસ
52. ભીખાભાઈ ઉર્ફે હિંમતભાઈ જગાભાઈ પટેલ (ઢોલરીયા)
53. સુનિલ ઉર્ફે સુરેશ સનાભાઇ પટેલ
54. રાકેશકુમાર મંગળદાસ પંચાલ
55. પ્રદ્યુમન બાલુભાઈ પટેલ
56. અનિલ કુમાર ઉર્ફે ચુંગી પ્રહલાદભાઈ પટેલ
57. પ્રકાશભાઈ ઉર્ફે પકાભાઈ રમેશચંદ્ર ભાટીયા (કાછિયા-પટેલ)
58. વિજય કુમાર દશરથભાઈ ત્રિવેદી
59. નિમેષ ઉર્ફે શ્યામુ બિપીનચંદ્ર પટેલ
60. સેશન્સ કેસ નંબર 217/2009
61. પંકજકુમાર મહેન્દ્રભાઈ પરીખ
62. વીરભદ્રસિંહ સામંતસિંહ ગોહિલ (પોલીસ ઇન્સ્પેક્ટર)
63. ડોક્ટર માયાબેન સુરેન્દ્રભાઈ કોડનાની
64. ડોક્ટર જયદીપભાઇ અંબાલાલ પટેલ
65. સેશન્સ કેસ નંબર 221/2009
66. મુકેશ બાબુલાલ વ્યાસ
67. રાકેશભાઈ ઉર્ફે લાલો કનુભાઈ વ્યાસ
68. સંજયભાઈ રમણભાઈ વ્યાસ
69. ભીખાભાઈ ઉર્ફે ભીખાભાઈ ઘંટીવાળા સોમાભાઈ પટેલ
70. મહેશકુમાર ઉર્ફે માયાભાઇ નટવરલાલ પંચાલ
71. મણિલાલ મોહનજી ઠાકોર
72. જગદીશભાઈ ઉર્ફે જગો રિક્ષાવાળો ચુનીલાલ ચૌહાણ
73. બિરજુ ભાઈ રમેશચંદ્ર પંચાલ
74. ગોવિંદજી ઉર્ફે ગોવો છનાજી ઠાકોર
75. અશોકભાઈ રમેશભાઈ પંચાલ
76. પ્રમુખ ભાઈ ત્રિકમદાસ પટેલ
77. અશોકભાઈ ઉર્ફે અશોક સાહેબ ગોવિંદભાઈ પટેલ
78. જીતેન્દ્ર ઉર્ફે જીતુ મુખી રમણભાઈ પટેલ
79. ફુલાભાઈ શંકરભાઈ વ્યાસ
80. અરવિંદભાઈ ઉર્ફે કા ભાઈ શાંતિલાલ પટેલ
81. મુકેશ ઉર્ફે લાલો મોહનલાલ પ્રજાપતિ
82. કનુભાઈ રતિલાલ વ્યાસ વિપુલભાઈ નટવરભાઈ પરીખ (પટેલ)
83. નીતિનકુમાર વિનોદ રાય દેવરૂખકર
84. વિનુ માવજીભાઈ કોળી (ચૌહાણ)