Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Jammu અને Kashmir માં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ, શ્રીનગર-બારામુલા હાઈવે પર IED મળી આવ્યો

સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર વહેલી સવારે સિલિન્ડર IED ના સમાચાર મળતા જ ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે IED ને ડિફ્યુઝ કરીને આતંકી હુમલાને નિષ્ફળ...
jammu અને kashmir માં મોટા આતંકવાદી ષડયંત્રનો પર્દાફાશ  શ્રીનગર બારામુલા હાઈવે પર ied મળી આવ્યો

સેનાના જવાનોએ જમ્મુ-કાશ્મીરમાં મોટા હુમલાના કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર વહેલી સવારે સિલિન્ડર IED ના સમાચાર મળતા જ ગભરાટ ફેલાયો હતો. ઘટનાસ્થળે પહોંચેલી બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે IED ને ડિફ્યુઝ કરીને આતંકી હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો.

Advertisement

આતંકવાદી ષડયંત્ર નિષ્ફળ...

આ મામલે વધુ માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું કે સવારે પેટ્રોલિંગ દરમિયાન સુરક્ષા દળોએ શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર એક ગેસ સિલિન્ડર પડેલો જોયો. આ પછી, રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરની અવરજવર તાત્કાલિક બંધ કરી દેવામાં આવી હતી અને બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડે ઘટનાસ્થળે પહોંચીને IED ને નિષ્ક્રિય કર્યો હતો. તમને જણાવી દઈએ કે IED મળી આવતાં શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર લગભગ બે કલાક સુધી વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદીઓ શ્રીનગર-બારામુલ્લા નેશનલ હાઈવે પર લવેપોરા પાસે આઈઈડી પ્લાન્ટ કરીને મોટા આતંકી ષડયંત્રની યોજના ઘડી રહ્યા હતા.

Advertisement

પહેલા પણ હુમલાના પ્રયાસો કરવામાં આવ્યા છે...

અધિકારીઓએ જણાવ્યું કે આ પછી બોમ્બ ડિસ્પોઝલ યુનિટને જાણ કરવામાં આવી અને તે ઘટનાસ્થળે પહોંચી. બોમ્બ સ્ક્વોડે IEDનો નિયંત્રિત વિસ્ફોટ કરીને મોટી દુર્ઘટનાને અટકાવી હતી. રોડ પર ફરી એકવાર વાહનવ્યવહાર પૂર્વવત થયો છે. નવેમ્બરની શરૂઆતમાં, જમ્મુ અને કાશ્મીર પોલીસને જમ્મુના નરવાલ-સિધ્રા હાઇવે પર ટિફિન બોક્સની અંદર 2 કિલો વજનનું ટાઇમર આધારિત IED મળી આવ્યું હતું. અધિકારીઓને સાંજના 5.30 વાગ્યે પોલીસ ચોકી પાસે રોડ પર એક શંકાસ્પદ વસ્તુ પડી હોવાની માહિતી મળી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સાથે પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બોમ્બને ત્યાંથી દૂર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Corona ના નવા વેરિઅન્ટ JN.1 નો કહેર, દેશના 7 રાજ્યોમાં કોરોના JN.1 નું નવું સ્વરૂપ ફેલાયું

Advertisement

Tags :
Advertisement

.