કોણ છે Major Radhika Sen ? જેમણે જીત્યો સૌથી મોટો પુરસ્કાર
Major Radhika Sen : સંયુક્ત રાષ્ટ્રના પીસ કિપીંગ મિશનમાં ભારતનું હંમેશા મહત્વનું યોગદાન રહ્યું છે. ઘણા ભારતીય સૈનિકો આ મિશનનો ભાગ છે. પરંતુ આજે આપણે મેજર રાધિકા સેન (Major Radhika Sen) વિશે વાત કરીશું, જેમને લિંગ સમાનતા અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે યુએન મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર 2023 એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાધિકા સંયુક્ત રાષ્ટ્રમાં સર્વોચ્ચ સૈન્ય પુરસ્કાર જીતનારી બીજી ભારતીય મહિલા અધિકારી છે.
કોંગોમાં પોતાનું નામ રોશન કર્યું
તમને જણાવી દઈએ કે રાધિકા સેનને દક્ષિણ આફ્રિકાના દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં એક મિશન સોંપવામાં આવ્યું હતું. રાધિકા આ મિશન સાથે ભાવનાત્મક રીતે જોડાયેલી હતી. અનેક પડકારો અને જોખમોનો સામનો કર્યા બાદ રાધિકા કોંગોના લોકોનો વિશ્વાસ જીતવામાં સફળ રહી હતી
રાધિકાનો જન્મ મંડીમાં થયો હતો
રાધિકા સેન મંડી, હિમાચલ પ્રદેશની છે. રાધિકા સેનનો જન્મ 1993માં થયો હતો અને તેણે સેન્ટ મેરી સ્કૂલમાંથી સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. IIT પાસ કર્યા બાદ રાધિકા 2016માં ભારતીય સેનાનો ભાગ બની હતી. તેને ચેન્નાઈ ઓફિસર ટ્રેનિંગ એકેડમીમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી, ત્યાર બાદ તેને શ્રીનગરમાં પોસ્ટીંગ મળ્યું હતું. ભારતીય સેનામાં રાધિકાએ લેહ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં સેવા આપી હતી.
4 ભાઈઓ અને 8 બહેનોનો પરિવાર
તમને જણાવી દઈએ કે સુંદરનગર, મંડીની રહેવાસી રાધિકાના માતા-પિતા શિક્ષક હતા. રાધિકાના પિતા ઓમકાર સેન NIT હમીરપુરમાં પ્રોફેસર રહી ચૂક્યા છે અને માતા નિર્મલા સેન કાથોગ સ્કૂલના પ્રિન્સિપાલ રહી ચૂક્યા છે. રાધિકાના આખા પરિવારમાં ચાર ભાઈઓ અને આઠ બહેનો છે. રાધિકાની તમામ બહેનો ઉચ્ચ હોદ્દા પર છે. બધાને રાધિકા સેન પર ગર્વ છે.
કોંગોમાં રાધિકાનું મિશન
ઉલ્લેખનીય છે કે રાધિકા સેન માર્ચ 2023 થી એપ્રિલ 2024 સુધી કોંગો રિપબ્લિકમાં ભારતીય બટાલિયનના કમાન્ડર તરીકે તૈનાત હતી. તેમની ટીમમાં 20 મહિલા અને 10 પુરૂષ સૈનિકો હતા. દરેકનું કામ કોંગી લોકો સાથે વાત કરવાનું અને તેમની સમસ્યાઓનું નિરાકરણ કરવાનું હતું. રાધિકાના નેતૃત્વ હેઠળ, સમગ્ર ટીમે મહિલાઓ અને બાળકોના સ્વાસ્થ્ય, શિક્ષણ, રોજગાર અને લિંગ સમાનતા સુધારવા માટે પ્રયત્નો કર્યા. રાધિકાની ટીમ તેના મિશનમાં ઘણી હદ સુધી સફળ રહી હતી.
આ પણ વાંચો---- PM મોદીએ યુરોપિયન કાઉન્સિલના નવા પ્રમુખ António Costa ને અભિનંદન પાઠવ્યા હતા…