Bopal Accident Case માં મોટી કાર્યવાહી, બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયાં
- Bopal Accident Case માં મોટી કાર્યવાહી
- બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા
- એક PSO અને ઇન્ચાર્જ PI વિરૂદ્ધ પણ તપાસ સોંપાઇ
અમદાવાદનાં (Ahmedabad) બોપલ-આંબલી રોડ પર અકસ્માત કેસમાં (Bopal Accident Case) મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માહિતી છે કે, બે પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે એક PSO અને ઇન્ચાર્જ PI વિરૂદ્ધ પણ તપાસ સોંપાઇ હોવાનું જાણવા મળ્યું છે. FSL બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ કર્યો હોવાથી તપાસનાં આદેશ કરાયા હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો - શહેરમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા Ahmedabad Police એક્શનમાં! Task Force ની રચના, જાણો તેના વિશે
બોપલ-આંબલી રોડ અકસ્માત કેસમાં બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ કરાયા
અમદાવાદમાં આજે બોપલ-આંબલી રોડ પર એક ગોઝારો અકસ્માત (Bopal Accident Case) સર્જાયો હતો. નશામાં ધૂત રિપલ પંચાલ (Ripal Panchal) નામના શખ્સે 5 જેટલી કારને અડફેટે લઈ ડિવાઇડર સાથે પોતાની મોંઘદાટ કાર અથડાવી હતી, જ્યાં પાર્ક અન્ય બાઇક અને કારને પણ નુકસાન પહોંચાડ્યું હતું. સ્થાનિકોનો આરોપ છે કે રિપલ અકસ્માત સમયે ચિક્કાર દારૂનાં નશામાં હતો. સ્થાનિકોએ કારચાલક રિપલને પકડી પોલીસ હવાલે કર્યો હતો. હાલ, તેની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી ચાલી રહી છે. ત્યારે બીજી તરફ આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબલ સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad : Bopal Accident બાદ ગૃહ રાજ્યમંત્રીની DGP સહિત ઉચ્ચ પો. અધિકારીઓ સાથે મહત્ત્વની બેઠક
PSO અને ઇન્ચાર્જ PI વિરૂદ્ધ તપાસનાં આદેશ
માહિતી અનુસાર, પોલીસ કોન્સ્ટેબલ સિરાજુદ્દિન યુનુસખાન અને પૃથ્વીરાજસિંહ ભરતસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સાથે M ટ્રાફિક પોલીસ સ્ટેશનનાં PSO રતિલાલ મોહનલાલ અને ઇન્ચાર્જ PI PM મારવાડા સામે પણ તપાસ સોંપવામાં આવી છે. પ્રાથમિક અહેવાલ મુજબ, FSL બોલાવવામાં અને ફરિયાદ દાખલ કરવામાં વિલંબ મામલે આ તપાસ સોંપાઈ છે. જો કે, બીજી તરફ એવી પણ ચર્ચાઓ થઈ રહી છે કે બેફામ બનેલા વાહનચાલકો સામે સખત કાર્યવાહી કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓએ જ નીચેના અધિકારીઓ પર દોષનો ટોપલો ઢોળ્યો છે.
આ પણ વાંચો - Ahmedabad માં નબીરાઓનો આતંક, BOPAL માં રિપલ પંચાલે સર્જયો ભયાનક અકસ્માત