Digital Strike : ભારતે પાકિસ્તાની ન્યૂઝ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, શોએબ અખ્તર-આર્ઝુ કાઝમીની યુટ્યુબ ચેનલ પણ બંધ
- પાકિસ્તાની ન્યૂઝ ચેનલ, યુટ્યૂબ ચેનલો પર ભારતમાં પ્રતિબંધ
- દેશની સુરક્ષાને લઈને ભારત સરકારે લીધો મોટો નિર્ણય
- ભારત વિરૂદ્ધ ઉશ્કેરણીજનક ભ્રામક વાર્તાઓ ફેલાવતી હતી
જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચાલુ છે. હવે ભારત સરકારે પાકિસ્તાન સામે નવી કાર્યવાહી કરી છે. કાર્યવાહી કરતા, કેન્દ્ર સરકારે અનેક પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય સાથે, ભારતીય યુટ્યુબ વપરાશકર્તાઓ માટે શોએબ અખ્તર, આરઝૂ કાઝમી અને સૈયદ મુઝમ્મિલ શાહ જેવી પાકિસ્તાની ચેનલોની ઍક્સેસ પ્રતિબંધિત કરવામાં આવી છે.
યુટ્યુબ પર પાકિસ્તાની ચેનલો શોધતી વખતે, એક પેજ દેખાય છે
ભારત સરકાર દ્વારા લેવામાં આવેલી કાર્યવાહી પછી, યુટ્યુબ પર પાકિસ્તાની ચેનલો શોધતી વખતે, એક પેજ દેખાય છે જેમાં લખેલું છે, "રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી હાલમાં આ દેશમાં ઉપલબ્ધ નથી. વધુ માહિતી માટે, કૃપા કરીને Google પારદર્શિતા અહેવાલ (transparencyreport.google.com) ની મુલાકાત લો."
સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા સામે કાર્યવાહી
આ સાથે, કેટલાક પાકિસ્તાની ન્યૂઝ ચેનલોના યુટ્યુબ પેજ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આમાં ડોન ન્યૂઝ, જીઓ ન્યૂઝ, સમા ટીવી, બોલ ન્યૂઝ જેવી ઘણી ચેનલોના નામ શામેલ છે. ગૃહ મંત્રાલયની ભલામણો પર, ભારત સરકારે પાકિસ્તાની યુટ્યુબ ચેનલો પર પ્રતિબંધ મૂક્યો, જેમાં ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી, ખોટા અને ભ્રામક નિવેદનો અને સૈન્ય અને સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા સામે કાર્યવાહી કરવામાં આવી છે.