Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Mahudi Mandir સુખડીના પ્રસાદથી ખ્યાતનામ ધર્મ સ્થાનમાં વર્ચસ્વની લડાઈ

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ જેની સુખડી મંદિરની બહાર નથી લઈ જવાતી તે મહુડીધામના ટ્રસ્ટીઓ ભક્તોએ આપેલી સોના-રોકડની ભેટ ચોરી કરે ઘરે લઈ જાય છે. રાજ્યના જાણીતા મહુડી તિર્થ (Mahudi Tirth) ના ટ્રસ્ટીઓ વર્ચસ્વ જમાવવા એકબીજા પર આરોપ લગાવી છેલ્લાં...
01:47 PM Apr 24, 2023 IST | Hiren Dave

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

જેની સુખડી મંદિરની બહાર નથી લઈ જવાતી તે મહુડીધામના ટ્રસ્ટીઓ ભક્તોએ આપેલી સોના-રોકડની ભેટ ચોરી કરે ઘરે લઈ જાય છે. રાજ્યના જાણીતા મહુડી તિર્થ (Mahudi Tirth) ના ટ્રસ્ટીઓ વર્ચસ્વ જમાવવા એકબીજા પર આરોપ લગાવી છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ સ્થાનને બદનામ કરી રહ્યાં છે. સુખડીના પ્રસાદથી પ્રખ્યાત ગાંધીનગરના માણસા તાલુકામાં મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ મંદિર (Shree Ghantakarna Mahavir Dev Temple) માં દેશ-વિદેશના ભક્તો આસ્થા ધરાવે છે. ભક્તોએ દેવના ચરણોમાં ધરાવેલી ભેટ ઓળવી જવા માટે છેલ્લાં કેટલાક વર્ષોથી ટ્રસ્ટીઓ વચ્ચે ઝઘડા (Fight Among Trustees) ચાલી રહ્યાં છે. તાજેતરમાં મંદિરના બે ટ્રસ્ટીઓ સામે 45 લાખની કિંમતના સોનાના વરખ, સોનાની એક ચેઈન અને રોકડની ઉચાપતની માણસા પોલીસ સ્ટેશન (Mansa Police Station) ખાતે FIR નોંધાતા તેમની ધરપકડ કરી સોનાના બે હાર કબજે લીધા છે. મહુડી મંદિરના કરોડો રૂપિયાના વહીવટને લઈને ટ્રસ્ટ પર પ્રભુત્વ જમાવવા વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લાં કેટલાક વર્ષોમાં એકબીજા પર આરોપ-પ્રતિ આરોપની ઢગલા બંધ  અરજીઓ પોલીસને મળી ચૂકી છે.

બે ટ્રસ્ટી જેલ યાત્રા કરી આવ્યા
મહુડી મંદિર (Mahudi Mandir) ના બે ટ્રસ્ટી અમદાવાદના વાસણા ખાતે ઉમાસુત ફલેટમાં રહેતા નિલેશ કાંતીલાલ મહેતા (Nilesh Mehta) અને અમદાવાદના પાલડી વિસ્તારમાં પિનલ પાર્ક સોસાયટી ખાતે રહેતા સુનિલ બાબુલાલ મહેતા (Sunil Mehta) સામે ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા (રહે. કાંદીવલી વેસ્ટ, મુંબઈ હાલ રહે. મહુડી મંદિર, તા. માણસા જિ. ગાંધીનગર) એ માણસા પોલીસને તાજેતરમાં 45 લાખનો સોનાનો વરખ, સોનાની ચેઈન અને રોકડની ઉચાપત મામલે ફરિયાદ આપી છે. ઉચાપત કેસની તપાસમાં ગાંધીનગર એલસીબી (Gandhinagar LCB) એ બંને ટ્રસ્ટીના એક નહીં બબ્બે વખત અદાલતમાંથી રિમાન્ડ મેળવી 10 લાખની કિંમતના સોનાના બે હાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. જેલવાસ ભોગવ્યા બાદ મહેતા બંધુઓને અદાલતે જામીન પર મુક્ત કર્યા છે અને આ ઘટના વચ્ચે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

ફરિયાદી સામે ભૂતકાળમાં લાગ્યા હતા ગંભીર આરોપ

મહુડી જૈન શ્વેતંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ (Mahudi Madhupuri Jain Swetamber Murtipujak Trust) ના ટ્રસ્ટી સુનિલ મહેતા અને નિલેશ મહેતા વિરૂદ્ધ માણસા પોલીસને ફરિયાદ આપનારા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા (Bhupendra Vora Trustee) અને અન્ય ટ્રસ્ટી નલિન એન. શાહ (Nalin Shah Trustee) સામે જૂન-2018માં ગંભીર આરોપ લાગી ચૂક્યા છે. હાલના કેસમાં ફરિયાદી બનેલા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા સામે જૂન-2018માં માણસા પોલીસ સ્ટેશન ખાતે અનેક આરોપ સાથેની લેખિત ફરિયાદ થઈ હતી. જેલમાં ધકેલાયેલા બે ટ્રસ્ટી પૈકીના એક સુનિલ મહેતાએ અન્ય બે ટ્રસ્ટી સામે અનેક આરોપ લગાવ્યા હતા.

આપણ  વાંચો: MAHUDI MANDIR ના બંને ટ્રસ્ટી જામીન પર મુક્ત, ચોરાયેલું લાખોનું વરખ ક્યાં ગયું ?

 

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
Gandhinagar MahudiGandhinagar PoliceMahudi Jain Swetamber Murtipujak TrustMahudi MandirMahudi Temple
Next Article