Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Mahudi Mandir સુખડીના પ્રસાદથી ખ્યાતનામ ધર્મ સ્થાનમાં વર્ચસ્વની લડાઈ

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ જેની સુખડી મંદિરની બહાર નથી લઈ જવાતી તે મહુડીધામના ટ્રસ્ટીઓ ભક્તોએ આપેલી સોના-રોકડની ભેટ ચોરી કરે ઘરે લઈ જાય છે. રાજ્યના જાણીતા મહુડી તિર્થ (Mahudi Tirth) ના ટ્રસ્ટીઓ વર્ચસ્વ જમાવવા એકબીજા પર આરોપ લગાવી છેલ્લાં...
mahudi mandir સુખડીના પ્રસાદથી ખ્યાતનામ ધર્મ સ્થાનમાં વર્ચસ્વની લડાઈ

અહેવાલ : બંકિમ પટેલ, અમદાવાદ

Advertisement

જેની સુખડી મંદિરની બહાર નથી લઈ જવાતી તે મહુડીધામના ટ્રસ્ટીઓ ભક્તોએ આપેલી સોના-રોકડની ભેટ ચોરી કરે ઘરે લઈ જાય છે. રાજ્યના જાણીતા મહુડી તિર્થ (Mahudi Tirth) ના ટ્રસ્ટીઓ વર્ચસ્વ જમાવવા એકબીજા પર આરોપ લગાવી છેલ્લાં કેટલાંક વર્ષોથી ધર્મ સ્થાનને બદનામ કરી રહ્યાં છે. સુખડીના પ્રસાદથી પ્રખ્યાત ગાંધીનગરના માણસા તાલુકામાં મહુડી ખાતે શ્રી ઘંટાકર્ણ મહાવીર દેવ મંદિર (Shree Ghantakarna Mahavir Dev Temple) માં દેશ-વિદેશના ભક્તો આસ્થા ધરાવે છે. ભક્તોએ દેવના ચરણોમાં ધરાવેલી ભેટ ઓળવી જવા માટે છેલ્લાં કેટલાક વર્ષોથી ટ્રસ્ટીઓ વચ્ચે ઝઘડા (Fight Among Trustees) ચાલી રહ્યાં છે. તાજેતરમાં મંદિરના બે ટ્રસ્ટીઓ સામે 45 લાખની કિંમતના સોનાના વરખ, સોનાની એક ચેઈન અને રોકડની ઉચાપતની માણસા પોલીસ સ્ટેશન (Mansa Police Station) ખાતે FIR નોંધાતા તેમની ધરપકડ કરી સોનાના બે હાર કબજે લીધા છે. મહુડી મંદિરના કરોડો રૂપિયાના વહીવટને લઈને ટ્રસ્ટ પર પ્રભુત્વ જમાવવા વર્ચસ્વની લડાઈ ચરમસીમા પર આવી ગઈ છે. સૂત્રોના જણાવ્યાનુસાર છેલ્લાં કેટલાક વર્ષોમાં એકબીજા પર આરોપ-પ્રતિ આરોપની ઢગલા બંધ  અરજીઓ પોલીસને મળી ચૂકી છે.

Advertisement

બે ટ્રસ્ટી જેલ યાત્રા કરી આવ્યામહુડી મંદિર (Mahudi Mandir) ના બે ટ્રસ્ટી અમદાવાદના વાસણા ખાતે ઉમાસુત ફલેટમાં રહેતા નિલેશ કાંતીલાલ મહેતા (Nilesh Mehta) અને અમદાવાદના પાલડી વિસ્તારમાં પિનલ પાર્ક સોસાયટી ખાતે રહેતા સુનિલ બાબુલાલ મહેતા (Sunil Mehta) સામે ભૂપેન્દ્ર શાંતિલાલ વોરા (રહે. કાંદીવલી વેસ્ટ, મુંબઈ હાલ રહે. મહુડી મંદિર, તા. માણસા જિ. ગાંધીનગર) એ માણસા પોલીસને તાજેતરમાં 45 લાખનો સોનાનો વરખ, સોનાની ચેઈન અને રોકડની ઉચાપત મામલે ફરિયાદ આપી છે. ઉચાપત કેસની તપાસમાં ગાંધીનગર એલસીબી (Gandhinagar LCB) એ બંને ટ્રસ્ટીના એક નહીં બબ્બે વખત અદાલતમાંથી રિમાન્ડ મેળવી 10 લાખની કિંમતના સોનાના બે હાર સહિતનો મુદ્દામાલ કબજે લીધો છે. જેલવાસ ભોગવ્યા બાદ મહેતા બંધુઓને અદાલતે જામીન પર મુક્ત કર્યા છે અને આ ઘટના વચ્ચે કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

Advertisement

ફરિયાદી સામે ભૂતકાળમાં લાગ્યા હતા ગંભીર આરોપ

મહુડી જૈન શ્વેતંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ (Mahudi Madhupuri Jain Swetamber Murtipujak Trust) ના ટ્રસ્ટી સુનિલ મહેતા અને નિલેશ મહેતા વિરૂદ્ધ માણસા પોલીસને ફરિયાદ આપનારા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા (Bhupendra Vora Trustee) અને અન્ય ટ્રસ્ટી નલિન એન. શાહ (Nalin Shah Trustee) સામે જૂન-2018માં ગંભીર આરોપ લાગી ચૂક્યા છે. હાલના કેસમાં ફરિયાદી બનેલા ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા સામે જૂન-2018માં માણસા પોલીસ સ્ટેશન ખાતે અનેક આરોપ સાથેની લેખિત ફરિયાદ થઈ હતી. જેલમાં ધકેલાયેલા બે ટ્રસ્ટી પૈકીના એક સુનિલ મહેતાએ અન્ય બે ટ્રસ્ટી સામે અનેક આરોપ લગાવ્યા હતા.

  • આરોપ નં. 1 - વર્ષ 2016માં ટેન્ડર બહાર પાડ્યા વિના ટ્રસ્ટીઓની જાણ બહાર કોઈપણ કામ કર્યા વિના મળતીયાની એજન્સીને બે તબક્કામાં રૂપિયા 6,21,250 ચૂકવી દેવાયા.
  • આરોપ નં. 2 - વર્ષ 2016માં નોટબંધી (Notebandhi) બાદ માતબર રકમની જૂની ચલણી નોટો લઈ આવ્યા અને ટ્રસ્ટનો રોજમેળ, ટ્રસ્ટની મિનિટ બુક, ભંડાર પત્રકોમાં છેડછાડ કરી જુનું ભંડાર પત્રક તેમડ જૂનો રોજમેળ સગેવગે કરી દીધો.
  • આરોપ નં. 3 - બદ ઈરાદા છતાં ના થાય તેમ માટે CCTV કેમેરા રેર્કોર્ડિંગની 6 હાર્ડ ડિસ્ક ચોરી (Hard Disk Theft) કરી પૂરાવાનો નાશ કરવાનો પ્રયાસ બંને ટ્રસ્ટી ભૂપેન્દ્ર વોરા અને નિલન શાહે કર્યો છે.
  • આરોપ નં. 4 - 19 કરોડ 14 લાખ 31 હજાર 500 રૂપિયાની કિંમતનું 65 કિલો સોનું (65 kg Gold) અમદાવાદના દ્ધારકા જવેલર્સ પ્રા. લી. (Dwarika Jewellers Pvt. Ltd.) પાસેથી મંદિરમાં પહોંચ બનાવ્યા વિના ખરીદ કરી તેની ચૂકવણી RTGS કરી છે. ટ્રસ્ટી-કારોબારીની સામાન્ય સભા બોલાવ્યા વિના અંગત લાભાર્થે સોનાની ખરીદી કરાઈ. સોનું પ્રત્યક્ષ રીતે (Gold Delivery) મંદિરમાં નહીં લવાતા તેની જાણ અન્ય ટ્રસ્ટી-કારોબારી સભ્યો તથા શ્રી સંઘને થતાં 25 દિવસ બાદ સોનું ભૂપેન્દ્ર વોરા અને નલિન શાહ મંદિરમાં લાવ્યા હતા.
  • આરોપ નં. 5 - ટ્રસ્ટની માલિકીનું જૂનું સોનું, સોનાનું પતરૂ બનાવવા માટે કાઢીને લઈ ગયા. જેનો સ્ટોક પત્રકમાં ઉલ્લેખ છે, પરંતુ ઉદ્દેશ પૂરો કરવાના સ્થાને ટ્રસ્ટની માલિકીનું જૂનું સોનું પોતાની પાસે રાખ્યું છે.
  • આરોપ નં. 6 - ભૂપેન્દ્ર વોરાએ તા. 11 નવેમ્બર 2016ના રોજ નોટબંધી દરમિયાન કમિશન-લાભ મેળવવા 16.08 લાખનો જૂનો સોનાનો વરખ પહોંચ નંબર 3333 - 3736 થી કોને આપ્યો છે તેની ટ્રસ્ટીઓને જાણ નથી.
  • આરોપ નં. 7 - તારીખ 13 ડિસેમ્બર 2016 ના રોજ ટ્રસ્ટમાં ચાલતી ગેરરીતિઓ બાબતે કમલેશભાઈ તથા અતુલભાઈએ કારોબારી-જનરલ મીટિંગ બોલાવવામાં હતી. ભૂપેન્દ્રભાઈ અને નલિનભાઈએ નિશ્ચિત સમય કરતાં મીટિંગ અડધો કલાક વહેલી બોલાવી સરક્યુલર ઈસ્યુ કર્યો હતો. જે કૃત્ય માથાભારે તત્વ હોવાનું સૂચવે છે.
  • આરોપ નં. 8 - તારીખ 7 જાન્યુઆરી 2017ના રોજ દેરાસર ઉપર શિલ્પશાસ્ત્રને નુકસાન ના થાય તે માટે સોનાનું કામ કરવા હેતુ સચિનભાઈ અને દિલીપભાઈને સાથે રાખી એજન્ડા પાસ કરવામાં આવેલો, પરંતુ ભૂપેન્દ્રભાઈએ બંનેના નામ કાઢી નાંખી એજન્ડા બદલી નાંખી તથા બનાવટી એજન્ડા ઉભો કરી આર્થિક લાભ સંતોષવા કામ શરૂ કરી દીધું હતું. આ અંગેનો ઠરાવ પણ બનાવટ કરી ઉભો કરાયો હતો.
  • આરોપ નં. 9 - ભૂપેન્દ્રભાઈ વોરા અને નલિનભાઈ શાહની ગુનાહિત માનસિકતાની જાણ થતાં બેંક ઑફ બરોડા (Bank of Baroda) ખાતે ટ્રસ્ટનું એકાઉન્ટ હતું, તેમાં લેવડ-દેવડમાં બંને (Bhupendra Vora - Nalin Shah) ની સહી નહીં સ્વીકારવાની અરજીઓ અન્ય ટ્રસ્ટીઓએ આપી એકાઉન્ટ ફ્રિઝ કરાવેલું, પરંતુ ફેબ્રુઆરી-માર્ચ 2017માં ફ્રિઝ થયેલા ખાતાઓમાંથી RTGS સિસ્ટમથી નાણાકીય વ્યવહારો થયા છે.
  • આરોપ નં. 10 - ભૂપેન્દ્ર એસ. વોરા ટ્રસ્ટની ઠરાવ બુકો, મિનિટ બુકો તથા અન્ય જરૂરી દસ્તાવેજો પોતાની પાસે રાખી ખોટા ઠરાવો પસાર કરે છે. અન્ય ટ્રસ્ટીઓને જાણ કર્યા સિવાય એક ખોટો ઓડિટ રિપોર્ટ તૈયાર કરી ઈન્કમટેક્સ રિર્ટન ભરવા સારૂ ખોટો ઓડિટ રિપોર્ટ મંજૂર કરી દીધો છે. ખોટા દસ્તાવેજ (Fake Document) તૈયાર કરવાના જાણકાર અને મનોવૃત્તિવાળા છે તથા સરકાર અને ટ્રસ્ટની સાથે છેતરપિંડી કરતા આવ્યા છે.
  • આરોપ નં. 11 - તારીખ 27 માર્ચ 2018ના રોજ રૂપિયા 90 લાખ મંદિરમાં ભગવાનને ભેટ તરીકે ચઢાવવામાં આવેલા, પરંતુ ભૂપેન્દ્ર વોરાએ આ માતબર રકમની ઉચાપત કરી તે રકમ પોતાની પાસે રાખી ટ્રસ્ટમાં જમા નહીં કરાવી ટ્રસ્ટ, સભ્ય તથા ભક્તો સાથે છેતરપિંડી આચરી છે.
  • આરોપ નં. 12 - સંઘમાં જ્યારે જ્યારે સામાન્ય સભાનું આયોજન કરવામાં આવતું ત્યારે ભૂપેન્દ્ર વોરા અને નલિન શાહ દ્ધારા આચરવામાં આવતી ચર્ચા કરવામાં આવતી તે સમયે બંને જણા અરજદારને બિભત્સ ગાળો બોલી જાનથી મારી નાંખવાની ધમકી પણ આપતા હતા.
  • આરોપ નં. 13 - ભૂપેન્દ્ર એસ. વોરા મંદિરના ભંડારનો વહીવટ પોતાની પાસે રાખી મનફાવે તે રીતે અન્ય ટ્રસ્ટીઓને જાણ કર્યા વિના ભંડાર ખોલે છે તથા નાણાનો કઈ રીતે વહીવટ કરે છે તેની જાણ કોઈને કરતા નથી. સ્ટોક પત્રક, ઠરાવ બુકો તથા કેશ કાઉન્ટરની ચાવી બળજબરીથી પોતાની પાસે રાખી મનફાવે તેમ ગેરકાયદેસર રીતે તેનો ઉપયોગ કરે છે. ટ્રસ્ટી હોવાના નાતે ટ્રસ્ટના નાણા તથા જંગમ મિલકતોની ઉચાપત કરી ટ્રસ્ટ સાથે નાણાકીય વિશ્વાસઘાત - છેતરપિંડી કરી છે.

આપણ  વાંચો: MAHUDI MANDIR ના બંને ટ્રસ્ટી જામીન પર મુક્ત, ચોરાયેલું લાખોનું વરખ ક્યાં ગયું ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.