Mahisagar: લુણાવાડાના ભાટપુરા પાસેથી પસાર થતી કેનાલમાં બે યુવકો ડૂબી જતા મોત, એક ગંભીર
- લુણાવાડાનાં ભાટપુરા પાસેથી પસાર થતી કેનાલમાં ત્રણ યુવકો ડૂબ્યા
- યુવકો કેનાલમાં હાથ ધોવા ઉતર્યા તે સમયે બની ઘટના
- બે યુવકોના મૃતદેહો મળી આવ્યા, એક યુવકની હાલત ગંભીર
મહીસાગર જીલ્લાનાં લુણાવાડા તાલુકાનાં ભાટપુરા ગામ પાસે આવેલ પાનમ કેનાલમાં ત્રણ યુવકો હાથ પર ધોવા માટે ઉતર્યા હતા. તે દરમ્યાન અચાનક તેઓ ડૂબી જતા આ બાબતે ગ્રામજનોને જાણ થતા ગ્રામજનો દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી સ્થાનિક તરવૈયાઓ દ્વારા કેનાલમાં શોધખોળ હાથ ધરી હતી.

બે યુવકોના મૃતદેહો મળી આવ્યા
મળતી માહીત મુજબ મહીસાગનાં લુણાવાડા તાલુકાનાં ભાટપુરા ગામ પાસેની કેનાલમાં ત્રણ યુવકો હાથ પગ ધોતી વખતે ડૂબી જતા ગ્રામજનો દ્વારા આ બાબતે તાત્કાલીક લુણાવાડા નગરપાલિકાની ફાયરની ટીમને જાણ કરતા ફાયરની ટીમ દ્વારા તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી બે મૃતદેહોને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા.
એક યુવકની હાલત ગંભીર
જ્યારે અન્ય એક યુવકની હાલત ગંભીર જણાતા તેને તાત્કાલીક 108 મારફત સારવાર અર્થે લુણાવાડા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જે બાદ તેને વધુ સારવાર અર્થે ગોધરા રીફર કરવામાં આવ્યો હતો. ત્રણેય યુવકો શહેરા તાલુકાનાં લાભી ગામનાં હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે.
આ પણ વાંચોઃ Surat: બાળમજૂરીનાં રેકેટનો પર્દાફાશ, સગીર બાળકોને ગોંધી રાખી કરાવાતી હતી મજૂરી
પરિવારજનો પર આભ તૂટી પડ્યું
ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા ઘટના સ્થળે પહોચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા. આ ઘટનાની જાણ મૃતકોનાં પરિવારજનોને થતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે આ બાબતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Gandhinagar: GPSC પરીક્ષા અંગે ચેરમેન હસમુખ પટેલનું નિવેદન, આયોગની સૂચના મુજબ કામ કરનારને પાઠવ્યા અભિનંદન