Maharashtra Political Crisis : Delhi માં આજે શરદ પાવર જૂથની વર્કિંગ કમિટીની બેઠક યોજાશે
શિવસેના નેતા અને મહારાષ્ટ્ર સરકારમાં (Maharashtra Political ) મંત્રી શંભૂરાજ દેસાઈએ એકનાથ શિંદેના રાજીનામાની અટકળોને નકારી છે. તેઓએ કહ્યું કે એકનાથ શિંદેના રાજીનામાનો કોઈ પ્રશ્ન ઉઠતો નથી. અમારી પાસે 200થી વધારે વિધાયકોનું સમર્થન છે અને સાથે કોઈ નેતા નાખુશ નથી. તમામને એકનાથ શિંદેના નેતૃત્વ પર ભરોસો છે. ડેપ્યુટી (D.y Ajit Pawar)સીએમ અજિત પવાર અને પ્રફુલ્લ પટેલની વચ્ચે મોડી રાતે મીટિંગ યોજાઈ હતી. આ મીટિંગ પ્રફુલ્લ પટેલના ઘરે થઈ હતી.
NCP કાર્યાલયમાં જૂના પોસ્ટરો હટાવીને નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે
દિલ્હીના ફિરોઝશાહ રોડ પર NCP કાર્યાલયમાં જૂના પોસ્ટરો હટાવીને નવા પોસ્ટરો લગાવવામાં આવી રહ્યા છે. જૂના પોસ્ટરમાં શરદ પવારની સાથે અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ ક્યાંક જોવા મળી રહ્યા છે. આ પોસ્ટરો હટાવી દેવામાં આવ્યા છે. જ્યારે નવા પોસ્ટરમાં શરદ પવાર અને સુપ્રિયા સુલે જોવા મળી રહ્યા છે.
વહેલી સવારે શરદ પવાર દિલ્હી માટે રવાના
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર દિલ્હીમાં શરદ પવારના ઘરે બપોરે 3 વાગે NCP વર્કિંગ કમિટીની બેઠક યોજાઈ છે. કાકા-ભત્રીજાની લડાઈ દિલ્હી પહોંચી ચૂકી છે. આ મીટિંગ માટે શરદ પવાર મુંબઈથી દિલ્હી માટે રવાના થઈ ચૂક્યા છે. માહિતિ મળી રહી છે તેના આધારે સુપ્રિયા સુલે પણ તેમની સાથે જોવા મળ્યા છે.
છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે, જ્યારે અજીત અને શરદ જૂથે પોતપોતાના જૂથના નેતાઓની બેઠક બોલાવી હતી, ત્યારે સીએમ શિંદેએ પણ સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું કે હું રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે. વાસ્તવમાં, અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજીનામું આપી શકે છે.
એકનાથ શિંદેએ રાજીનામાંની તમામ અટકળોને રદિયો આપ્યો
છેલ્લા કેટલાંક દિવસોથી મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. અજિત પવાર જૂથ સરકારમાં જોડાયા બાદ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. આજે, જ્યારે અજીત અને શરદ જૂથે પોતપોતાના જૂથના નેતાઓની બેઠક બોલાવી હતી, ત્યારે સીએમ શિંદેએ પણ સાંજે તેમના ધારાસભ્યો અને સાંસદોની બેઠક બોલાવી હતી. આ દરમિયાન એકનાથ શિંદેએ સ્પષ્ટ કહ્યું કે હું રાજીનામું નથી આપી રહ્યો. મને ખબર છે કે આવા સમાચાર કોણ ફેલાવી રહ્યું છે. વાસ્તવમાં, અજિત પવાર ડેપ્યુટી સીએમ બન્યા બાદ એવી અટકળો સાથે બજાર ગરમ થઈ ગયું હતું કે હવે મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજીનામું આપી શકે છે. સીએમ એકનાથ શિંદેએ પોતાના રાજીનામાંની તમામ અટકળોને રદિયો આપતા જણાવ્યું હતું કે મને ખબર છે મારા રાજીનામાંની ખબરો કોણ ફેલાવી રહ્યું છે. સાથે જ તેમણે આશ્વાસન આપ્યું હતું કે તે તમામ 50 ધારાસભ્યોને નિરાશ નહીં કરે જેમણે સંકટ સમયમાં તેમનું સમર્થન કર્યું હતું.
આપણ વાંચો -