Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra : Malad માં મોટો અકસ્માત, 20 માં માળનો સ્લેબ તૂટી પડ્યો, 3 લોકોના મોત, 3 ઘાયલ

Maharashtra ના Malad માં હૃદયદ્રાવક ઘટના નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઇ 3 લોકોના મોત થયા હતા અને 3 ઘાયલ થયા મહારાષ્ટ્ર (Maharashtra)ના મલાડ (Malad)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે ત્રણ લોકોના...
maharashtra   malad માં મોટો અકસ્માત  20 માં માળનો સ્લેબ તૂટી પડ્યો  3 લોકોના મોત  3 ઘાયલ
  1. Maharashtra ના Malad માં હૃદયદ્રાવક ઘટના
  2. નિર્માણાધીન ઈમારત ધરાશાયી થઇ
  3. 3 લોકોના મોત થયા હતા અને 3 ઘાયલ થયા

મહારાષ્ટ્ર (Maharashtra)ના મલાડ (Malad)માં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. વાસ્તવમાં અહીં એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થવાને કારણે ત્રણ લોકોના મોત થયા હતા અને 3 ઘાયલ થયા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ જણાવ્યું કે 23 માળની ઈમારતના 20 માં માળના સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો. જેના કારણે ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ લોકો ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ, આ ઘટના મલાડ (Malad) (પૂર્વ)ના ગોવિંદ નગર વિસ્તારમાં બપોરે લગભગ 12.10 વાગ્યે બની હતી. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.

Advertisement

નિર્માણાધીન બિલ્ડીંગ ધરાશાયી થતા 3 લોકોના મોત થયા...

તમને જણાવી દઈએ કે કાટમાળ નીચે દટાયેલા કામદારોને બહાર કાઢીને MW દેસાઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોને ICU માં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મૃત્યુ પામેલાઓમાં ગોપાલ બનિકા મોદી, સોહન જચીલ રોથા, વિનોદ કેશવ સદરનો સમાવેશ થાય છે. ઘાયલોમાં જલીલ રહીમ શેખ, રૂપસન ભદ્રા મામીન અને મોહમ્મદ સલામુદ્દીન શેખનો સમાવેશ થાય છે. આ ત્રણેયની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા મુંબઈમાં જુલાઈ મહિનામાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. હકીકતમાં, નવી મુંબઈના શાહબાઝ ગામમાં બનેલી એક ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની ઈમારત ભારે વરસાદ બાદ અચાનક ધરાશાયી થઈ ગઈ. આ બિલ્ડિંગમાં કુલ 24 પરિવારો રહેતા હતા.

આ પણ વાંચો : Kolkata Case : CBI ની તપાસ અંતિમ તબક્કામાં, મૃતક અને આરોપી સંજયના DNA મેચ - સૂત્રો

Advertisement

અગાઉ પણ આવી ઘટનાઓ બની...

આ ઘટના બાદ પોલીસ, ફાયર વિભાગ અને NDRF ની ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. આ ઘટનામાં 52 લોકો કાટમાળ નીચે દટાયા હતા. અગાઉ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ગયા મહિને પાંચ માળની ઇમારત ધરાશાયી થતાં ગેરકાયદે બાંધકામના સંબંધમાં બે બિલ્ડરોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આજે આ માહિતી આપી હતી. નોંધનીય છે કે 22 જુલાઈના રોજ મસૂરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના આકાશ નગર વિસ્તારમાં સ્થિત એક નિર્માણાધીન ઈમારત ધરાશાયી થતાં બે લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. "બે બિલ્ડરો, ક્રિષ્ના પાલ તોમર અને મુકેશ સિંહની ધરપકડ કરવામાં આવી છે," વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) વૈભવ કૃષ્ણાએ અહીં પત્રકારોને જણાવ્યું હતું કે બંને ઘટના બાદથી ફરાર છે.

આ પણ વાંચો : RG Kar Hospital કાંડમાં હવે EDની એન્ટ્રી

Advertisement

Tags :
Advertisement

.