પદ્મભૂષણ ડો.હિમ્મતરાવ બાવસ્કર, જેમણે....
Doctor Himmatrao Bavskar : લગભગ 40 વર્ષ પહેલાં, મહારાષ્ટ્રના એક ડૉક્ટરે મૂળભૂત આરોગ્ય સેવાઓના આધારે જીવલેણ લાલ વીંછીના ડંખની સારવાર માટે અલ્ગોરિધમ વિકસાવ્યું હતું. આ પછી, તેમની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી અને વીંછીના ઝેર સામેના તેમના કાર્ય માટે તેમને વર્ષ 2022 માં પદ્મ ભૂષણથી નવાજવામાં પણ આવ્યા હતા. પરંતુ, તેમના વખાણ હજું અટક્યા નથી અને હવે ચીનના સંશોધકોએ તેમના વખાણ કર્યા છે. તે ડૉક્ટરનું નામ છે હિમ્મતરાવ બાવસ્કર છે (doctor Himmatrao Bavskar) જેઓ 74 વર્ષના છે અને મુંબઈથી લગભગ 170 કિલોમીટર દૂર મહારાષ્ટ્રના મહાડમાં રહે છે.
ડૉ.હિંમતરાવ બાવસ્કરની પ્રશંસા
ચીનની ગુઇઝોઉ યુનિવર્સિટીની નેશનલ કી લેબોરેટરી ઓફ ગ્રીન પેસ્ટીસાઇડ્સના ચાઇનીઝ સંશોધકોએ શોધી કાઢ્યું હતું કે વીંછીના કરડવાથી 1970 ના દાયકામાં 40% થી વધુ મૃત્યુ થયા હતા. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રનું મહાડ અને તેની આસપાસના વિસ્તારો વિશ્વના સૌથી ઝેરી લાલ વીંછી (મેસોબુથસ ટેમુલસ)નું ઘર છે. તેમણે લખ્યું કે જો 1980ના દાયકામાં કોઈ ગામમાં આ વીંછી કોઈ વ્યક્તિને કરડે તો તે આખી રાત પણ જીવી શકતો ન હતો. આપને જણાવી દઈએ કે 70-80ના દાયકામાં મહાડ વિસ્તારમાં વીંછીના ડંખથી મૃત્યુ ખૂબ જ સામાન્ય હતા. ડૉ.હિંમતરાવ બાવસ્કરની પ્રશંસા એક પત્રના રુપમાં કરાઇ છે જેનું શિર્ષક 'ભારતમાં વીંછીના ડંખથી થનારી મૃત્યુદરને 1 ટકા સુધી ઘટાડવો' છે.
1970 ના દાયકામાં મૃત્યુ દર 40% થી ઘટાડીને 2014 માં 1% કર્યો
અહેવાલોમાં કહેવાયું છે કે ભારતના ગામડાઓમાં રહેતા મોટાભાગના લોકો પાસે ઝેરી વીંછીના ડંખની કોઈ સારવાર નહોતી અને તેઓ યોગ્ય સારવાર વિના મૃત્યુ પામ્યા હતા. ત્યાં કોઈ યોગ્ય દવા ઉપલબ્ધ ન હતી અને વીંછીના ડંખથી પીડિત લોકોની સારવાર માટે ડૉક્ટરોનું જ્ઞાન પણ અપૂરતું હતું. આ નિયમ ગામડામાં જન્મેલા ડૉ. હિમ્મતરાવ બાવસ્કર નામના ડૉક્ટરે તોડ્યો હતો. તે કહે છે કે ડૉ. બાવસ્કરે માત્ર વીંછીના ડંખના ઝેરની સારવારની શોધ કરી ન હતી, પરંતુ તે વિશે ડૉક્ટરોને શિક્ષિત કરવા માટે સમગ્ર ગ્રામીણ ભારતમાં પણ પ્રવાસ કર્યો હતો. તેમની સારવારની પદ્ધતિઓએ 1970 ના દાયકામાં મૃત્યુ દર 40% થી ઘટાડીને 2014 માં 1% કર્યો.
જરૂરિયાત એ આવિષ્કારની માતા
રાયગઢના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર તરીકે કામ શરૂ કર્યા પછી, તેમને આ વિસ્તારમાં વીંછીના ડંખથી થયેલા મૃત્યુ વિશે પહેલીવાર ખબર પડી. આ ઘટનાએ તેમને પણ આશ્ચર્યચકિત કરી દીધા હતા. કારણ કે આ વિસ્તારમાં વીંછીના ડંખથી મૃત્યુ થવી સામાન્ય બાબત હતી. મૃત્યુ પાછળનું સૌથી મોટું કારણ લોકોમાં ફેલાયેલી અંધશ્રદ્ધા હતી. જેના કારણે લોકો હોસ્પિટલમાં આવવાને બદલે દોરા ધાગા કરતા હતા અને તેના કારણે લોકોએ ઘણીવાર પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બાદ તેમણે આવા મૃત્યુની માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું અને લોકોને વીંછીના ડંખની સારવાર કરાવવા માટે પ્રેરિત કરવાનું પણ શરૂ કર્યું.
દર્દીઓ સાથે ઘણી રાતો વિતાવી
તેમણે હોસ્પિટલના અત્યંત મર્યાદિત સંસાધનોમાં દર્દીઓ સાથે ઘણી રાતો વિતાવી. આ સમય દરમિયાન, તેમણે દર્દીઓ થતી સમસ્યાઓ, ખાસ કરીને ઉલટી, હાયપરટેન્શન, વધુ પડતો પરસેવો, શરદી અને દુખાવો જેવા લક્ષણો જોવાનું શરૂ કર્યું. આ રીતે તેમણે વીંછીના ડંખથી મૃત્યુનું કારણ શોધી કાઢ્યું. શરૂઆતમાં તેમણે પરંપરાગત પદ્ધતિઓ દ્વારા સારવારનો પ્રયાસ કર્યો પરંતુ તેનાથી વધુ ફાયદો થયો નહીં, ત્યારબાદ તેમણે પોતાનો રિપોર્ટ વધુ તપાસ માટે હેફકાઈન ઈન્સ્ટિટ્યૂટને મોકલ્યો હતો
મને ગર્વ છે
અહેવાલ મુજબ, ચીની સંશોધકો તરફથી પ્રશંસા મેળવ્યા પછી, ડૉ. હિમ્મતરાવ બાવસ્કરે કહ્યું, 'મને ગર્વ છે કે મારા વીંછીના ઝેરના સંશોધનને ચીની વૈજ્ઞાનિકોએ માન્યતા આપી છે. ભારત માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.
આ પણ વાંચો----- New Army Chief: સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ સંભાળ્યો કાર્યભાર