મહાયુતિમાં કોઈ મતભેદ નથી, આવતીકાલે CM નું નામ જાહેર કરાશે: Eknath Shinde
- ઉમેદવાર અંગેનો નિર્ણય પાર્ટી નેતૃત્વ દ્વારા લેવામાં આવશે
- આવી યોજનાઓ પહેલા ક્યારેય લાવવામાં આવી નથી
- વિપક્ષને એક પણ ઐતિહાસિક જનાદેશ મળ્યો નથી
Maharashtra CM Eknath Shinde : ભારતમાં સમગ્ર લોકોની નજર Maharashtra માં આગામી તબક્કા માટે CM કોણ બનશે. તે વિષય પણ સઘન ચર્ચાઓ ચાલી રહી છે. તે ઉપરાંત Maharashtra માં CM કોણ બનશે. તેના માટે દિલ્હીમાં આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીના નિવાસ સ્થાને અમિત શાહ અને Eknath Shinde સાથે કલાકો સુધી બેઠક ચાલી હતી. તેમ છતા અત્યાર સુધી Maharashtra માં CM નો ચહેરો સ્પષ્ટ થયો નથી. ત્યારે ફરી એકવાર મીડિયા સાથે સાતારામાં શિવશેના ગુટના પ્રમુખ Eknath Shinde એ મીડિયા સાથે વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે અનેક ખુલાસાઓ પણ કર્યા હતા.
ઉમેદવાર અંગેનો નિર્ણય પાર્ટી નેતૃત્વ દ્વારા લેવામાં આવશે
સતારામાં મીડિયા સાથે વાત કરતી વખતે Eknath Shinde એ તેમના સ્વાસ્થ્ય, સરકારની નીતિ અને CM પદના ઉમેદવાર અંગે મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. Eknath Shinde એ સ્પષ્ટ કર્યું કે સરકાર નાગપરિકોના હિતોને પ્રાથમિકતા આપીને કામ કરતી રહેશે. Eknath Shinde એ કહ્યું કે CM પદના ઉમેદવાર અંગે અંતિમ નિર્ણય આવતીકાલે લેવામાં આવશે.
આ પણ વાંચો: આપણે ઓછામાં ઓછા 2 બાળકોને જન્મ આપવો જોઈએ : RSS Chief Mohan Bhagwat
આવી યોજનાઓ પહેલા ક્યારેય લાવવામાં આવી નથી
Eknath Shinde એ કહ્યું કે, CM પદના ઉમેદવાર અંગેનો નિર્ણય પાર્ટી નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. મેં પહેલાથી જ પાર્ટીને મારું બિનશરતી સમર્થન આપ્યું છે અને દરેક નિર્ણયનું પાલન કરીશ. તે ઉપરાંત મારી તબિયત બગડી ગઈ હતી, પરંતુ હવે બધું બરાબર છે. તો છેલ્લા 2.5 વર્ષમાં અમે ઘણા વિકાસના કામો કર્યા છે. લાડકી બેહન યોજના જેવી અમારી યોજનાઓથી લોકોને ફાયદો થયો છે. આવી યોજનાઓ પહેલા ક્યારેય લાવવામાં આવી નથી. દરેક પરિવારના કોઈને કોઈ સભ્યને ફાયદો થયો છે અને Maharashtra ના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરે લખવામાં આવશે.
વિપક્ષને એક પણ ઐતિહાસિક જનાદેશ મળ્યો નથી
Eknath Shinde એ વધુમાં કહ્યું કે, અમારી સરકારના 2.5 વર્ષના કાર્યકાળમાં જે કામ કરવામાં આવ્યું છે. તે ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખવામાં આવશે. નાગપરિકોએ અમને ઐતિહાસિક જનાદેશ આપ્યો છે, જેના કારણે વિપક્ષને એક પણ ઐતિહાસિક જનાદેશ મળ્યો નથી. CM પદના ઉમેદવાર અંગે તેમણે કહ્યું કે તેનો નિર્ણય આવતીકાલે લેવામાં આવશે.
આ પણ વાંચો: Cyclone Fengal ના કારણે વિમાનને ક્રેશ થતા કંઈક આ રીતે બચાવ્યું