મહારાષ્ટ્ર CM પદને લઈને વિવાદ હજુ પણ...!, ભાજપ પ્રદેશ અધ્યક્ષે કહ્યું આ કારણે થઇ રહ્યો છે વિલંબ...
- મહારાષ્ટ્રમાં મહાયુતિએ હજુ સુધી CM ના નામની જાહેરાત કરી નથી
- શિવસેનાના નેતા અને CM એકનાથ શિંદેએ મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ કરી
- એકનાથ શિંદેએ કહ્યું, PM મોદી જે પણ નિર્ણય લે તે તેમને સ્વીકાર્ય
મહારાષ્ટ્રમાં મહાયુતિએ હજુ સુધી CM ના નામની જાહેરાત કરી નથી. શિવસેનાના નેતા અને CM એકનાથ શિંદેએ મુંબઈમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જાહેરાત કરી હતી કે તેમને CM પદની કોઈ ઈચ્છા નથી. PM મોદી જે પણ નિર્ણય લે તે તેમને સ્વીકાર્ય છે. આ પછી હવે તમામની નજર PM મોદીના નિર્ણય પર છે. માનવામાં આવી રહ્યું છે કે, ભાજપ પોતાના CM બનાવશે. આ દરમિયાન મુંબઈની સાથે રાજધાની દિલ્હીમાં પણ રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. જ્યારે CM શિંદે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે શિવસેનાના સાંસદો ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, સીએમની જાહેરાતમાં વિલંબ થઈ રહ્યો છે કારણ કે, સમગ્ર સરકારના શપથ લેવાની એક પદ્ધતિ છે. ક્યા પક્ષને કયું મંત્રીપદ આપવું અને કોને પ્રભારી મંત્રી બનાવવામાં આવશે તેની ચર્ચા ચાલી રહી છે. તેથી જ સમય લાગી રહ્યો છે. તેમણે કહ્યું કે, CM ને લઈને અમારી વચ્ચે કોઈ સ્પર્ધા નથી. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને લાગે છે કે દેવેન્દ્ર ફડણવીસ CM હોવા જોઈએ, એકનાથ શિંદેના કાર્યકરોને લાગે છે કે એકનાથ શિંદે સીએમ હોવા જોઈએ, અજિત પવારના કાર્યકરોને લાગે છે કે અજિત પવાર CM હોવા જોઈએ, જીતમાં 11 પક્ષોનો ફાળો છે.
VIDEO | Maharashtra BJP president Chandrashekhar Bawankule (@cbawankule) addresses a press conference in Nagpur.
(Full video available on PTI Videos - https://t.co/n147TvrpG7) pic.twitter.com/4sAzVwiPqV
— Press Trust of India (@PTI_News) November 27, 2024
જનતાએ વિપક્ષને નકારી કાઢ્યા...
બાવનકુલેએ કહ્યું કે, મહાયુતિના 235 ધારાસભ્યો જીત્યા છે, વિપક્ષી નેતા પણ નહીં હોય. તેમણે કહ્યું કે, શિંદે જી એવા કાર્યકર નથી જે ગુસ્સે રહે. કેન્દ્રીય નેતૃત્વ અને ત્રણેય નેતાઓ બેસીને CM અંગે નિર્ણય કરશે. બાવનકુલેએ કહ્યું કે, જે કાર્યકર જનતાને પોતાના માતા-પિતા સમજીને કામ કરે છે તે જ ચૂંટણી જીતે છે. લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને વિપક્ષ જુઠ્ઠુ બોલ્યા હતા. તેમણે મોદીજી વિરુદ્ધ ખોટું બોલ્યા અને પછી જનતાએ તેમને નકારી દીધા.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં CM પદને લઈને સસ્પેન્સ ખતમ...!, એકનાથ શિંદેએ પ્રેસ કોન્ફરન્સ કરી કહી મોટી વાત...
BJP એ રહેલી ખામીઓ દૂર કરી...
ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, 4 મહિના પહેલા જ્યારે તેમના 31 સાંસદો ચૂંટાયા ત્યારે ભાજપે વિચાર્યું કે અમારી ખામીઓ છે. મહાયુતિએ તેમની પાસે શું ખામીઓ છે તે વિશે વિચાર્યું અને તેને દૂર કરવાનો પ્રયાસ કર્યો. તે દરમિયાન મહાવિકાસ આઘાડીએ EVM ને વધાવ્યું હતું અને EVM ને માળા પહેરાવી હતી. લોકસભા દરમિયાન મહાવિકાસ આઘાડીએ ખોટું બોલ્યું, આજે ડબલ એન્જિનની સરકાર બની રહી છે અને સરકાર સારી રીતે ચાલશે.
LIVE |📍नागपूर | पत्रकार परिषद (27/11/2024) https://t.co/a9w6gZOviM
— Chandrashekhar Bawankule (@cbawankule) November 27, 2024
આ પણ વાંચો : 'મારો જીવ જોખમમાં છે' Lakshyaraj Singh Mewar એ આવું કેમ કહ્યું...!
કોંગ્રેસ આગામી ચૂંટણી પણ હારશે - ચંદ્રશેખર બાવનકુલે
ચંદ્રશેખર બાવનકુલેએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે આત્મમંથન કરવું જોઈએ. કોંગ્રેસ અધ્યક્ષ નાના પટોલે સાકોલી વિધાનસભાના તમામ ગામોમાંથી ગાયબ છે. જો તેઓ EVM પર આક્ષેપ કરતા રહેશે તો તેઓ આગામી ચૂંટણી પણ હારી જશે. આ વખતે તેમની સ્થિતિ વધુ ખરાબ થશે. તમને જણાવી દઈએ કે, નાના પટોલે લગભગ 200 વોટથી ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે.
આ પણ વાંચો : Sambhal Violence : હવે થશે ન્યાય! યોગી સરકાર પથ્થરબાજોના નામ અને તસવીરો જાહેર કરશે