Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Maharashtra: ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર, જાણો કોણ ક્યાંથી લડશે?

મહારાષ્ટ્ર ચૂંટણીમાં BJPની પહેલી યાદી જાહેર મહારાષ્ટ્ર માટે BJPના 99 નામ જાહેર નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસ લડશે ચૂંટણી કામઠી બેઠક પરથી ચંદ્રશેખર બાવનકુલે Maharashtra Assembly Election: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી(Maharashtra Assembly Election) 20 નવેમ્બરે થવાની છે. જેને લઇને રાજકીય...
maharashtra  ભાજપે 99 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર  જાણો કોણ ક્યાંથી લડશે
  • મહારાષ્ટ્ર ચૂંટણીમાં BJPની પહેલી યાદી જાહેર
  • મહારાષ્ટ્ર માટે BJPના 99 નામ જાહેર
  • નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસ લડશે ચૂંટણી
  • કામઠી બેઠક પરથી ચંદ્રશેખર બાવનકુલે

Maharashtra Assembly Election: મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી(Maharashtra Assembly Election) 20 નવેમ્બરે થવાની છે. જેને લઇને રાજકીય પાર્ટીઓએ કમર કસી છે. ત્યારે ભાજપએ (BJP)ઉમેદવારોનું પ્રથમ લિસ્ટ જાહેર કર્યુ છે. જેમાં 99 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ચંદ્રશેખર બાવનકુળેને કામઠીથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જ્યારે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસને નાગપુર દક્ષિણ પશ્ચિમથી ટિકિટ આપવામાં આવી છે. મહત્વનું છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકો માટે 20 નવેમ્બરે ચૂંટણી થશે જેનું 23 નવેમ્બરે પરિણામ આવશે.

Advertisement

નાગપુર દક્ષિણ પશ્ચિમથી દેવેન્દ્ર ફડણવીસ લડશે ચૂંટણી

ભાજપની પ્રથમ યાદીમાં પહેલું નામ દેવેન્દ્ર ફડણવીસનું છે.તે નાગપુર દક્ષિણ પશ્ચિમથી ચૂંટણી લડશે. મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલેને કામઠી બેઠક પરથી ટિકિટ મળી છે.જામનેરથી મંત્રી ગિરીશ મહાજન, બલ્લારપુરથી મંત્રી સુધીર મુનગંટીવાર, ભોકરથી શ્રીજય અશોક ચવ્હાણ,વાંદ્રે પશ્ચિમથી આશિષ શેલાર,મલબાર હિલથી મંગલ પ્રભાત લોઢાને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.કોલાબાથી રાહુલ નાર્વેકર, સતારાથી છત્રપતિ શિવેન્દ્ર રાજે ભોસલે માત આપશે.નંદુરબારથી વિજય કુમાર ગાવિત, ધુલેથી અનૂપ અગ્રવાલ અને મંગલ પ્રભાત લોઢાને માલવર હિલ્સ સીટથી ટિકિટ આપવામાં આવી છે.

Advertisement

આ પણ  વાંચો -Kerala: પદ્મનાભ સ્વામી મંદિરમાં ચોરી,1વિદેશી સહિત 3 લોકોની ધરપકડ

મહારાષ્ટ્રમાં એક તબક્કામાં ચૂંટણી

મહારાષ્ટ્રમાં એક તબક્કામાં ચૂંટણી યોજાશે. 22મી ઓક્ટોબરે ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. નોમિનેશનની છેલ્લી તારીખ 29 ઓક્ટોબર છે. 30 ઓક્ટોબરે ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. આ પછી, નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 4 નવેમ્બર છે. મતદાનની તારીખ 20મી નવેમ્બર છે. મત ગણતરીની તારીખ 23 નવેમ્બર છે.

Advertisement

Tags :
Advertisement

.