Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુનો હુંકાર! કહ્યું - જો હું દોષિત સાબિત થઈશ તો...

જુનાગઢમાં ગિરનાર અંબાજી મંદિરનાં ગાદી વિવાદ મામલે ભવનાથનાં મહંત હરિગીરી બાપુ આજે કલેક્ટરને મળ્યા હતા.
junagadh   ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુનો હુંકાર  કહ્યું   જો હું દોષિત સાબિત થઈશ તો
Advertisement
  1. Junagadh ભવનાથનાં મહંત હરિગીરી બાપુ કલેક્ટરને મળ્યા
  2. મહેશગીરીએ રજૂ કરેલા લેટર પેડનાં પત્રની નિષ્પક્ષ તપાસની માગ કરી
  3. હું દોષિત સાબિત થઈશ તો સન્યાસ છોડી દઈશ : હરિગીરી બાપુ

જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં ગાદી વિવાદ મામલે ભવનાથનાં મહંત હરિગીરી બાપુ આજે કલેક્ટરને મળ્યા હતા અને ભૂતનાથ મંદિરનાં મહંત મહેશગીરી બાપુ (Mahant Maheshgiri) દ્વારા રજૂ કરવામાં આવેલા લેટર પેડનાં પત્રની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી. હરિગીરી બાપુએ (Hari Giri Bapu) કહ્યું કે, હું દોષિત સાબિત થઈશ તો સન્યાસ છોડી દઈશ.

આ પણ વાંચો - Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા, બીજી તરફ બ્રહ્મલીન મહંતના પરિજનોની પોલીસને અરજી

Advertisement

Advertisement

મારા લેટર પેડનો દૂર ઉપયોગ કરાયો : હરિગીરી બાપુ

જુનાગઢમાં (Junagadh) ગિરનાર અંબાજી મંદિરનાં મહંત તનસુખગીરી બાપુ (TansukhGiri Bapu) બ્રહ્મલીન થયા બાદથી ગાદી માટેનો વિવાદ સતત વકરી રહ્યો છે. ભૂતનાથ મંદિરનાં મહંત મહેશગીરી બાપુએ (Mahant Maheshgiri) થોડા દિવસ પહેલા શ્રી પંચ દશનામ જૂના અખાડાનાં લેટર પેડ સાથેનો પત્ર મીડિયા સમક્ષ રજૂ કરીને મહંત હરિગીરી બાપુ (Hari Giri Bapu) પર પૈસા લેતી-દેતીનાં ગંભીર આક્ષેપ કર્યો હતો. આ મામલે આજે મહંત હરિગીરી બાપુ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા અને કલેક્ટરને મળી મહેશગીરી બાપુએ રજૂ કરેલા લેટર પેડનાં પત્રની નિષ્પક્ષ તપાસની માગ કરી હતી.

આ પણ વાંચો - Junagadh : ભવનાથ મંદિરનાં મહંત બનવા હરિગીરી બાપુએ રૂપિયા આપ્યા હતા : મહેશગીરી બાપુ

'અમારી પાસે ક્યારેય મોટી રકમ નહોતી'

દરમિયાન, હરિગીરી બાપુએ કહ્યું હતું કે, મારા લેટર પેડનો દૂર ઉપયોગ કરાયો છે. અમારી પાસે ક્યારેય મોટી રકમ નહોતી. મહંત હરીગીરી બાપુએ આગળ કહ્યું કે, જો હું દોષિત સાબિત થઈશ તો સન્યાસ છોડી દઈશ. મહંત હરીગીરી બાપુએ આ મામલે નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહીની માગ કરી છે. માહિતી અનુસાર, કલેક્ટરને મળતા પહેલા હરીગીરી બાપુએ સ્થાનિક સાધુ-સંતો સાથે મુલાકાત કરી હતી.

આ પણ વાંચો - Rajkot : ક્રિકેટર Cheteshwar Pujara ના સાળા સામે આખરે ફરિયાદ દાખલ, દુષ્કર્મનો છે ગંભીર આરોપ

Tags :
Advertisement

.

×