Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Indonesia : બાલી સમુદ્રમાં 7ની તીવ્રતાનો ભૂકંપ 

ઈન્ડોનેશિયા (Indonesia)નો બાલી સમુદ્ર વિસ્તાર (Bali Sea)  આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપ (earthquake)ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે...
indonesia   બાલી સમુદ્રમાં 7ની તીવ્રતાનો ભૂકંપ 
ઈન્ડોનેશિયા (Indonesia)નો બાલી સમુદ્ર વિસ્તાર (Bali Sea)  આજે વહેલી સવારે જોરદાર આંચકાથી હચમચી ગયો હતો. આ ભૂકંપ (earthquake)ની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7 માપવામાં આવી છે. જો કે ભૂકંપને લઈને સુનામીની કોઈ ચેતવણી જારી કરવામાં આવી નથી. આ ભૂકંપના કારણે હાલમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.
ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં હતું
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર (EMSC) એ અહેવાલ આપ્યો છે કે ઇન્ડોનેશિયાના બાલી સાગર ક્ષેત્રમાં 7 તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. EMSC એ પણ અહેવાલ આપ્યો છે કે ભૂકંપનું કેન્દ્ર ઇન્ડોનેશિયાના માતરમથી 201 કિમી ઉત્તરમાં અને પૃથ્વીની સપાટીથી 518 કિમી નીચે હતું.

Advertisement

ગયા વર્ષે ભૂકંપમાં 300 લોકોના મોત થયા હતા
 ઇન્ડોનેશિયા ભૂકંપની દૃષ્ટિએ ખૂબ જ સંવેદનશીલ વિસ્તાર છે. ગયા વર્ષે નવેમ્બરમાં ઇન્ડોનેશિયાના પશ્ચિમ જાવા પ્રાંતમાં આવેલા ભૂકંપમાં 300 લોકોના મોત થયા હતા જ્યારે હજારો લોકો ઘાયલ થયા હતા. તે સમયે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.6 માપવામાં આવી હતી. દરમિયાન, યુએસ સુનામી ચેતવણી પ્રણાલી વતી કહેવામાં આવ્યું હતું કે ઊંડા સમુદ્રના ભૂકંપને કારણે સુનામીનો કોઈ ખતરો નથી.
Tags :
Advertisement

.