ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Madhya Pradesh : જબલપુરમાં ટ્રેન અકસ્માત, સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ પાટા પરથી ઉતર્યાં

મધ્યપ્રદેશનાં જબલપુરમાં ટ્રેન અકસ્માત સોમનાથ એક્સપ્રેસનાં બે ડબ્બા પાટા પરથી ઉતર્યા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) જબલપુરમાંથી મોટા સમાચાર આવ્યા છે. સોમનાથ એક્સપ્રેસનાં (Somnath Express) બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં...
08:31 AM Sep 07, 2024 IST | Vipul Sen
  1. મધ્યપ્રદેશનાં જબલપુરમાં ટ્રેન અકસ્માત
  2. સોમનાથ એક્સપ્રેસનાં બે ડબ્બા પાટા પરથી ઉતર્યા
  3. અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ નહીં

મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) જબલપુરમાંથી મોટા સમાચાર આવ્યા છે. સોમનાથ એક્સપ્રેસનાં (Somnath Express) બે ડબ્બા પાટા પરથી ઉતરી જતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં હાલ કોઈ જાનહાનિ કે ઈજાનાં સમાચાર નથી. રેલવેનાં જણાવ્યા અનુસાર, તેના બે કોચ જે શરૂઆતમાં જોડાયેલા હતા તે પાટા પરથી ઉતરી ગયા હતા. હાલ, તમામ મુસાફરો સુરક્ષિત હોવાની માહિતી મળી છે.

આ પણ વાંચો - Wolf Attack:યુપીમાં વરુનો આતંક યથાવત, એક જ પરિવારના પાંચ સભ્યો પર કર્યો હુમલો

સોમનાથ એક્સપ્રેસનાં બે ડબ્બા પાટા પરથી ઉતર્યાં

મધ્યપ્રદેશનાં (Madhya Pradesh) જબલપુરમાં (Jabalpur) ઇન્દૌરથી (Indore) ભોપાલ આવતી સોમનાથ એક્સપ્રેસનાં બે કોચ શનિવારે સવારે જબલપુર રેલવે સ્ટેશન નજીક પાટા પરથી ઉતરી ગયા હતા. આ દુર્ઘટનાનાં કારણે ટ્રેનમાં સવાર મુસાફરોનો જીવ તાળવે ચોંટ્યો હતો. જો કે, સદનસીબે આ અકસ્માતમાં હાલ કોઈ જાનહાનિનાં સમાચાર નથી. પ્રાથમિક માહિતી મુજબ, આ અકસ્માત ત્યારે સર્જાયો જ્યારે ટ્રેન રેલવે સ્ટેશન પહોંચી રહી હતી.

આ પણ વાંચો - સેનાની તાકત વધશે! ભારતે મધ્યમ અંતરની Agni-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું

અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં

મીડિયા રિપોર્ટ મુજબ, વેસ્ટ સેન્ટ્રલ રેલવેનાં CPRO હર્ષિત શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, "ટ્રેન ઈન્દોરથી આવી રહી હતી. જ્યારે, તે જબલપુર રેલવે સ્ટેશનનાં (Jabalpur Railway Station) પ્લેટફોર્મ નંબર 6 તરફ આગળ વધી રહી હતી, ત્યારે ટ્રેન ધીમી ગતિએ આગળ વધી રહી હતી અને ત્યારે 2 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ઘટનામાં તમામ મુસાફરો સુરક્ષિત છે.

આ પણ વાંચો - Haryana Assembly Election : કોંગ્રેસે 31 ઉમેદવારોની યાદી કરી જાહેર, વિનેશ ફોગાટને મળી આ બેઠક પરથી ટિકિટ

Tags :
BhopalGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJabalpurLatest Gujarati NewsMadhya PradeshSomnath Expresstrain accidentWest Central Railway CPRO
Next Article