LPG સિલિન્ડરના ભાવમાં થયો વધારો, જાણો લેટેસ્ટ કિંમત
દર મહિનાની પહેલી તારીખે તેલ કંપનીઓ દ્વારા ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર કરવામાં આવે છે. 1 જૂનના રોજ પણ કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 83 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ સામાન્ય માણસે રાહતનો શ્વાસ લીધો હતો. પરંતુ આ વખતે ઓઈલ કંપનીઓએ 4 જુલાઈએ ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કર્યો છે. આ વખતે ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ LPG ગેસ સિલિન્ડરના દરમાં 7 રૂપિયા પ્રતિ સિલિન્ડરનો વધારો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર, 19 કિલોનો કોમર્શિયલ LPG સિલિન્ડર 1,773 રૂપિયાના બદલે 1,780 રૂપિયામાં મળશે.
જો કે હજુ સુધી ઈન્ડિયન ઓઈલની વેબસાઈટ પર નવી કિંમતો જાહેર કરવામાં આવી નથી. છેલ્લા ચાર મહિનાથી ઓઈલ કંપનીઓ દ્વારા સતત કાપ મૂકવામાં આવી રહ્યો છે. 1 માર્ચ 2023 ના રોજ સિલિન્ડરની કિંમત 2119.50 રૂપિયા હતી. તે પછી એપ્રિલમાં તે ઘટીને 2028 રૂપિયા, મેમાં 1856.50 રૂપિયા અને 1 જૂને 1773 રૂપિયા થઈ ગયો. હવે ચાર મહિના બાદ સિલિન્ડરની કિંમતમાં રૂ.7નો વધારો થયો છે. જોકે, ઘરેલું રસોડામાં ઉપયોગમાં લેવાતા 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતોમાં કોઈ ફેરફાર થયો નથી.
આ પણ વાંચો : PM મોદીએ કેબિનેટ બેઠકમાં મંત્રીઓને આપ્યો ખાસ મંત્ર, કહ્યું- 2024 પર નહીં, 2047 પર ફોકસ કરો