Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગોંડલમાં પ્રેમી પંખીડાએ કર્યો આપઘાત : કુવામાંથી મૃતદેહ મળી આવતા ચકચાર

અહેવાલ :  વિશ્વાસ ભોજણી , રાજકોટ ગોંડલમાં ગૌ શાળામાં કામ કરતા પ્રેમી પંખીડાના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. કુવાની બાજુમાંથી ચપ્પલ અને ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. મોતનું સાચુ કારણ જાણવા માટે બંનેની બોડીની ફોરેન્સિક પીએમ માટે રાજકોટ...
03:33 PM Oct 09, 2023 IST | Harsh Bhatt

અહેવાલ :  વિશ્વાસ ભોજણી , રાજકોટ

ગોંડલમાં ગૌ શાળામાં કામ કરતા પ્રેમી પંખીડાના મૃતદેહ કૂવામાંથી મળી આવ્યા હતા. કુવાની બાજુમાંથી ચપ્પલ અને ઝેરી દવાની બોટલ પણ મળી આવી હતી. મોતનું સાચુ કારણ જાણવા માટે બંનેની બોડીની ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

કુવાની બાજુમાંથી ઝેરી દવા મળી આવી

ગોંડલ ઉમવાડા રોડ પર આવેલ તુલસી એગ્રીની બાજુમાં આવેલ ખેતરના કુવામાં ભૂસકો મારીને પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કર્યો છે. મૃતક યુવક ધાનોયા લાખાભાઈ વાલાભાઈ (ઉ.વ. 22) ઉમવાડા રોડ પર ગૌ શાળામાં ત્રણ વર્ષથી પશુપાલનનું કામ કરતા હતા. મૃતક યુવતી માલીબેન ભોજાભાઈ ગુજરીયા (ઉ.વ.19) ગોંડલ તાલુકાના બિલિયાળા ગામે સિમમાં આવેલ ગૌ શાળામાં કામ કરતી હતી. મૃતક યુવક અને યુવતી ખેતર નજીક આવેલ કારખાનાના CCTV કેમરામાં રાત્રીના 2.30 વાગ્યા આસપાસ બાઈકમાં અને પગપાળા કુવા નજીક જતા નજરે પડે છે. મૃતક યુવાન લાખાભાઈ મૃતક યુવતીના ભાઈ સાથે ગત દિવસે માતાજીના મંદિરેથી માનતા ઉતારીને પરત ફર્યા હતા. જ્યાં આપઘાત કર્યો ત્યાં કુવા પાસેથી યુવકના ચંપલ અને સાથે ઝેરી દવાની બોટલ મળી આવી હતી. ગોંડલ B ડિવિઝન પોલીસ અને ગોંડલ ફાયર સ્ટાફ ઘટના સ્થળે પોહચીને કુંવામાંથી યુવક-યુવતીના મૃતદેહને બહાર કાઢ્યા હતા. બંને પ્રેમી પંખીડાની બોડી પીએમ અર્થે પ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ અને બાદમાં ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પીએમ રિપોર્ટ બાદ ખ્યાલ આવશે કે દવા પીને આત્મહત્યા કરી છે કે શું? પીએમ રિપોર્ટ બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે.

મોતનું ચોક્કસ કારણ જાણવા ફોરેન્સિક પીએમ કરાશે

પ્રેમી પંખીડાઓનું મોત ઝેરી દવા પીવાથી થયું કે કુવામાં ડૂબવાથી થયું તેનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંને મૃતદેહનો ફોરેન્સિક પીએમ કરવાનો નિર્ણય કર્યો છે. ફોરેન્સિક પીએમ રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

આ પણ વાંચો -   E-વાયબ્રન્ટ ગુજરાતથી ગામડાઓ બન્યા વાયબ્રન્ટ અને આત્મનિર્ભર, આ ચાર ગામમાં પંચાયતની 10 વર્ષની વ્યવસાય વેરાની આવક 20 કરોડથી વધુ   

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
GondalGujaratGujarat PoliceRAJKOTsuicide
Next Article