Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Lok Adalat માં લગ્નજીવનની તકરારનાં 1096 કેસનો નિકાલ, વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો

HC નાં ચીફ જસ્ટીસના નેજા હેઠળ Lok Adalat નું આયોજન ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનાં કારોબારી અધ્યક્ષે માર્ગદર્શન આપ્યું લોક અદાલતમાં આશરે 50 હજારથી વધુ કેસો મુકવામાં આવ્યા ચેક બાઉન્સની 6,770 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો લગ્નજીવનની તકરારોનાં 1096 કેસોનો...
lok adalat માં લગ્નજીવનની તકરારનાં 1096 કેસનો નિકાલ  વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો
Advertisement
  1. HC નાં ચીફ જસ્ટીસના નેજા હેઠળ Lok Adalat નું આયોજન
  2. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનાં કારોબારી અધ્યક્ષે માર્ગદર્શન આપ્યું
  3. લોક અદાલતમાં આશરે 50 હજારથી વધુ કેસો મુકવામાં આવ્યા
  4. ચેક બાઉન્સની 6,770 ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવ્યો
  5. લગ્નજીવનની તકરારોનાં 1096 કેસોનો નિકાલ કરવામાં આવ્યા

ગુજરાત હાઇકોર્ટનાં મુખ્ય ન્યાયાધીશના નિર્દેશ મુજબ આજરોજ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનાં કારોબારી અધ્યક્ષ જસ્ટિસ બીરેન વૈષ્ણવએ માર્ગદર્શન પણ આપ્યું હતું. રાજ્યભરમાં ચેક પરત અને છૂટાછેડા સિવાયની દાંપત્યજીવનને લગતી તકરારોનાં જૂના કેસોનાં સમાધાન માટે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Banaskantha : BJP નાં નારાજ વરિષ્ઠ નેતાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી, હવે મનાવવા માટે ધમપછાડા!

Advertisement

Advertisement

લગ્નજીવનની તકરારોનાં 1096 કેસોનો નિકાલ કરાયો

ગુજરાત હાઈકોર્ટનાં ચીફ જસ્ટીસના નેજા હેઠળ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીનાં કારોબારી અધ્યક્ષે જસ્ટિસ બીરેન વૈષ્ણવએ માર્ગદર્શન પણ આપ્યું હતું. આ લોક અદાલતમાં રાજ્યભરમાં ચેક પરત અને છૂટાછેડા સિવાયની દાંપત્યજીવનને લગતી તકરારોનાં જૂના કેસોનાં સમાધાન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો - Junagadh : દિવાળી વેકેશનમાં ગિરનાર જવાનું વિચારી રહ્યા છો ? તો પહેલા વાંચી લો આ સમાચાર

એક વર્ષમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનો નિવેડો લવાયો

લોક અદાલતમાં આશરે 50 હજાર કરતાં વધુ કેસો સમાધાન માટે મૂકવામાં આવ્યા હતા, જે પૈકી ચેક બાઉન્સની 6770 ફરિયાદોનો સમાધાનથી નિવેડો લાવવામાં આવ્યો હતો. ઉપરાંત, દાંપત્યજીવનની તકરારોમાં 1096 કેસ સમાધાનથી નિકાલ કરવામાં આવ્યા હતા. લોક અદાલતમાં કુલ 161.19 કરોડનાં રકમનાં એવોર્ડ પણ કરવામાં આવ્યા હતા. એક વર્ષમાં અદાલતમાં પેન્ડિંગ 10 લાખથી વધુ કેસોનું લોક અદાલત દ્વારા નિવેડો લાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો - DIWALI માં કેવું રહેશે હવામાન ? વિભાગે કરી ચોંકાવનારી આગાહી!

Tags :
Advertisement

Trending News

.

×