Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

લોરેન્સ-ગોલ્ડીના 10 શૂટર્સ પોલીસ બનીને કિડનેપ કરવા જઈ રહ્યા હતા, જાણો પછી શું થયું...

હરિયાણા પોલીસે ગુરુગ્રામમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના 10 શૂટરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચાર પિસ્તોલ, 28 કારતૂસ, એક સ્કોર્પિયો, એક હોન્ડા સિટી અને સાત પોલીસ યુનિફોર્મ મળી આવ્યા છે. તેમાંથી એક વાહન દિલ્હીમાંથી ચોરાયું હતું....
લોરેન્સ ગોલ્ડીના 10 શૂટર્સ પોલીસ બનીને કિડનેપ કરવા જઈ રહ્યા હતા  જાણો પછી શું થયું

હરિયાણા પોલીસે ગુરુગ્રામમાંથી કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના 10 શૂટરોની ધરપકડ કરી છે. તેમની પાસેથી ચાર પિસ્તોલ, 28 કારતૂસ, એક સ્કોર્પિયો, એક હોન્ડા સિટી અને સાત પોલીસ યુનિફોર્મ મળી આવ્યા છે. તેમાંથી એક વાહન દિલ્હીમાંથી ચોરાયું હતું. આરોપીઓની ઓળખ રાકેશ કુમાર ઉર્ફે અનિલ, હરજોત સિંહ ઉર્ફે લીલા, અજય ઈશરવાલિયા ઉર્ફે પંજાબી, પ્રિન્સ ઉર્ફે ગોલુ, જોગીન્દર ઉર્ફે જોગા, સંદીપ ઉર્ફે દીપ અને સિંદરપાલ ઉર્ફે બિટ્ટુ તરીકે કરવામાં આવી છે. તેમની પૂછપરછ કરતાં ધર્મેન્દ્ર ઉર્ફે ધર્મ, દીપક ઉર્ફે દિલાવર અને ભરત દેવીલાલ સ્ટેડિયમ નજીકથી ઝડપાઈ ગયા હતા.

Advertisement

આરોપીઓએ પૂછપરછમાં જણાવ્યું કે, તેઓ બધા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર ગેંગના શૂટર્સ છે. લૂંટ અને અપહરણની ઘટનાને અંજામ આપવા ગુરુગ્રામ આવ્યા હતા. આયોજનના ભાગરૂપે જોગીન્દ્ર ઉર્ફે જોગા પોલીસ ઈન્સ્પેક્ટર બનીને ટીમનું નેતૃત્વ કરવાનો હતો. તે બાદ અપહરણ કરીને કરોડો રૂપિયાની ખંડણી મગવાનું કાવતરું ઘડ્યું હતું.

Advertisement

ગુરુગ્રામમાં એક વ્યક્તિનું અપહરણ કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું

જોકે, શૂટરો તેમની યોજનામાં સફળ થાય તે પહેલાં, વાસ્તવિક પોલીસને કાવતરાનો સંકેત મળી ગયો અને તરત જ બધાને પકડી લીધા. આરોપીએ એ પણ જણાવ્યું કે, વિદેશમાં રહેતો ગોલ્ડી બ્રાર રોહિત ગોદારા અને વીરુના કહેવા પર ગુનાને અંજામ આપે છે. તેના કહેવા પર ગુરુગ્રામમાંથી એક વ્યક્તિનું અપહરણ કરીને કરોડો રૂપિયાની ખંડણી વસૂલવાની હતી.

Advertisement

આરોપીઓ વિરુદ્ધ હરિયાણા, પંજાબ અને રાજસ્થાનમાં કેસ નોંધાયેલા છે

પકડાયેલા આરોપીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, હુમલો, ધમકી, ગેરકાયદેસર હથિયાર રાખવા વગેરેના મામલામાં હરિયાણાના ભિવાની, પંચકુલા, સિરસા, અંબાલા, ગુરુગ્રામ સહિત મોહાલી અને રાજસ્થાનમાં કેસો નોંધાયેલા છે. પોલીસનું કહેવું છે કે, આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમના ગુનાહિત રેકોર્ડની પણ તપાસ કરવામાં આવી રહી છે. કોર્ટમાં રજૂ કરી પોલીસ રિમાન્ડ પર લેવામાં આવશે.

જાણો કોણ છે જોગેન્દ્ર ઉર્ફે જોગા

જોગેન્દ્ર ઉર્ફે જોગા ધરપકડ કરાયેલા શૂટર્સનો લીડર અને વોન્ટેડ ગુનેગાર છે. તે ભિવાની જિલ્લાના બદુનઈ ગામનો રહેવાસી છે. તેની સામે લૂંટ, ખૂની હુમલો, ખંડણી જેવા ગંભીર 15થી વધુ કેસ નોંધાયેલા છે. વર્ષ 2017 થી ઓક્ટોબર 2021 સુધી તે અંબાલા જેલમાં હતો. આ પછી ફેબ્રુઆરી 2022 માં તેની ધરપકડ કરવામાં આવી હતી. તે લગભગ 35 દિવસ બાદ જામીન પર બહાર આવ્યો હતો. જે બાદ તે કોર્ટમાં હાજર થયો ન હતો. પટિયાલા જેલમાં કેદ દરમિયાન તે લોરેન્સ બિશ્નોઈની ગેંગના સભ્યોને મળ્યો હતો.

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ યુએસમાં અચાનક ફોન કાઢીને કહ્યું- ‘હેલો મિસ્ટર મોદી, મારી જાસૂસી થઇ રહી છે’

Tags :
Advertisement

.