Valsad : મોડી રાતે કપરાડા નજીક કુંભ ઘાટ ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો! મુસાફરોથી ભરેલી લક્ઝરી બસ પલટી
- Valsad નાં કપરાડામાં મોડી રાતે ગોઝારો અકસ્માત
- કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલટી મારી, 14 ઘવાયા
- ઇજાગ્રસ્તોને વિવિધ હોસ્પિટલોમાં ખસેડાયા
વલસાડનાં (Valsad) કપરાડાથી અકસ્માતની ગોઝારી ઘટના સામે આવી છે. કુંભ ઘાટ (Kumbh Ghat) પર લક્ઝરી બસે પલટી મારી હતી. મોડી રાતે સર્જાયેલી આ દુર્ઘટનામાં બસમાં સવાર 14 થી વધુ મુસાફરો ઘવાયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપરાડા, ધરમપુર અને વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા છે. ઘટનાને પગલે વિસ્તારમાં અફરા તરફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ પણ વાંચો - Ahmedabad : સરકારી યોજનામાંથી રૂપિયા ખંખેરવાનો હોસ્પિટલનો કારસો! 2 દર્દીનાં મોતથી હોબાળો
કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલટી, 14 થી વધુ ઇજાગ્રસ્ત
વલસાડમાં (Valsad) ગત મોડી રાતે ગમખ્વાર અકસ્માતની એક ઘટના બની હતી. પ્રાપ્ત અહેવાલ અનુસાર, વલસાડ જિલ્લાનાં કપરાડા તાલુકા (Kaprada) નજીક વલસાડથી મહારાષ્ટ્રનાં (Maharashtra) નાસિક તરફ જતી એક લક્ઝરી બસને અકસ્માત નડ્યો હતો. મોડી રાતે આ ઘટના બનતા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો. કુંભ ઘાટ પર લક્ઝરી બસ પલટી મારી જતાં તેમાં સવાર મુસાફરો પૈકી 14 થી વધુ ઘવાયા હતા.
આ પણ વાંચો - Vadodara IOCL Refinery Blast : આખી રાતની જહેમત બાદ વહેલી સવારે આગ કાબૂમાં આવી, દુર્ઘટનામાં બેનાં મોત
ઇજાગ્રસ્તોને કપરાડા, ધરમપુર, વલસાડ સિવિલ હોસ્પિટલ ખસેડાયા
ઘટનાને પગલે સ્થાનિક પોલીસની ટીમ અને સ્થાનિક લોકો ભેગા થયા હતા. ઇજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢી કપરાડા, ધરમપુર (Dharampur) અને વલસાડ સિવિલ હોસ્પિટલમાં (Valsad Civil Hospitals) સારવાર અર્થે તાત્કાલિક ખસેડાયા હતા. જો કે, સદનસીબે આ ગોઝારી દુર્ઘટનામાં કોઈ જાનહાનિનાં સમાચાર નથી. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થાનિકોનું કહેવું છે કે ઢોળાવવાળા આ રસ્તા પર અગાઉ પણ અનેક વખત અકસ્માત થઈ ચૂક્યા છે.
આ પણ વાંચો - ગાંધીધામમાં અગમ્ય કારણોસર કોન્સ્ટેબલે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી