Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kutch: CM ભૂપેન્દ્ર પટેલ કચ્છવાસીઓને આપશે117 કરોડના વિકાસકાર્યોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છના માંડવીની મુલાકાતે રૂ. 117 કરોડના વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપશે ભેટ CM નવરાત્રીના બીજા નોરતે ગરબા કાર્યક્રમમાં પણ આપશે હાજરી કચ્છ હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું   Kutch: CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)આજે...
kutch  cm ભૂપેન્દ્ર પટેલ કચ્છવાસીઓને આપશે117 કરોડના વિકાસકાર્યોની ભેટ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે કચ્છના માંડવીની મુલાકાતે
રૂ. 117 કરોડના વિકાસકાર્યોની કચ્છવાસીઓને આપશે ભેટ
CM નવરાત્રીના બીજા નોરતે ગરબા કાર્યક્રમમાં પણ આપશે હાજરી
કચ્છ હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું

Advertisement

Kutch: CM ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendra Patel)આજે કચ્છ(Kutch)ના માંડવીની મુલાકાત કરી રહ્યા છેમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ બપોરે માંડવી ખાતે આયોજિત કાર્યક્રમમાં રૂ28.46 ના કુલ ૬ કામોનું ઇ-ખાતમુહૂર્ત તેમજ રૂ. ૮૯.૨૧ કરોડના ૯ કામોનું ઇ-લોકાર્પણ કરી કુલ રૂ1177 કરોડથી વધુના વિવિધ વિકાસકામો(development works)ની કચ્છવાસીઓને ભેટ આપશે. અને હિન્દુ યુવા સંગઠન દ્વારા નવરાત્રી(Navratri)નું આયોજન કરવામાં આવ્યું છે તેમ મોટી સંખ્યામાં ભાજપના (BJP leaders) આગેવાનો તેમજ નાગરિકો રહેશે ઉપસ્થિત.

Advertisement

લોકાર્પણના કામોની વિગતો

1. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૨૯.૯૪ કરોડના ખર્ચે બનેલ માંડવી ભાગ-૩ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ
2. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના રૂ. ૧૯.૨૨ કરોડના ખર્ચે બનેલ ભુજ ભાગ-૨ જુથ સુધારણા યોજનાનું લોકાર્પણ
3. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૧૦.૪૨ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી ભાડિયા સબસ્ટેશનનું લોકાર્પણ
4. શિક્ષણ વિભાગના રૂ. ૮.૮૯ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાની ૧૩ પ્રાથમિક શાળાઓમાં કુલ ૪૮ નવીન ઓરડા, શાળા રિપેરિંગ અને ટોઇલેટ બ્લોકનું લોકાર્પણ
5. ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના રૂ.૭.૨૭ કરોડના ખર્ચ બનેલ ૬૬ કે.વી કુનરિયા સબસ્ટેશનનું લોકાર્પણ
6. મહેસુલ વિભાગ દ્વારા રૂ. ૭.૧૨ કરોડના ખર્ચે ભુજ ખાતે નવીન પ્રાંત અને મામલતદાર(શહેર) કચેરીનું લોકાર્પણ
7. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૪.૨ કરોડના ખર્ચે બનેલા સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનાણનું લોકાર્પણ
8. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૯ કરોડના ખર્ચે બનેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર , અંજારનું લોકાર્પણ
9. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના રૂ. ૧.૦૬ કરોડના ખર્ચે બનેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મોટા કાંડાગરાનું લોકાર્પણ
આમ, કુલ રૂ. ૮૯.૨૧ કરોડના ખર્ચે ૦૯ કામોનું ઇ-લોકાર્પણ કરાશે.

Advertisement

આ પણ  વાંચો -Vapi Railway Station: ગુજરાત પોલીસની સતર્કતા! કૉન્સ્ટેબલે બચાવ્યો મુસાફરનો જીવ

ખાતમૂહુર્તના મહત્વના કામોની વિગત

1.શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિમાર્ણ વિભાગ દ્વારા રૂ.૮.૧૬ કરોડના ખર્ચે બનનાર ભુજ ખાતે મોડલ ફાયર સ્ટેશનનું ઇ-ખાતમૂર્હુત.
2. ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા રૂ. ૬.૯૮ કરોડના ખર્ચે બન્ની જૂથ પાણી પુરવઠા યોજનાનું સુદ્રઢીકરણનું ઇ-ખાતમૂર્હુત
3. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ.૬.૦૫ કરોડના ખર્ચે ગઢશીશા-મંગવાણા-યક્ષ રસ્તાના કિ.મી ૩૮/૦૦ થી ૩૯/૦૦ વચ્ચે નવો પુલ કામનું ઇ-ખાતમૂર્હુત
4. માર્ગ અને મકાન વિભાગ રાજ્ય દ્વારા રૂ. ૩ કરોડના ખર્ચે મોથાળા કોઠારા રસ્તાના ૧ કિ.મીનું મજબૂતીકરણનું ઇ-ખાતમૂહુર્ત
5. મહેસૂલ વિભાગ દ્વારા રૂ. ૨.૯૨ કરોડના ખર્ચે ભુજ ખાતે મહેસૂલ વિભાગના ડી-૧ કક્ષાના ૬ કવાર્ટસનું ઇ-ખાતમૂહુર્ત
6. શિક્ષણ વિભાગ દ્વારા રૂ. ૧.૩૫ કરોડના ખર્ચે કચ્છ જિલ્લાના માનપુરા અને આણંદપર યક્ષ પ્રાથમિક શાળાના કુલ ૯ નવીન ઓરડાનું ઇ- ખાતમૂહુર્ત

Tags :
Advertisement

.