Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કૃષ્ણ જન્મોત્સવ : 'હાથી ઘોડા પાલખી, જય કનૈયા લાલકી', દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ, મથુરાથી લઈને દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં

આજે 7મી સપ્ટેમ્બરે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ત્યારે મંદિર પરિસર જય દ્વારકાધીશનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે 12 ના ટકોરે સમગ્ર કૃષ્ણ મંદિરોમાં ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરોમાં 'હાથી...
કૃષ્ણ જન્મોત્સવ    હાથી ઘોડા પાલખી  જય કનૈયા લાલકી   દેશભરમાં જન્માષ્ટમીની ધૂમ  મથુરાથી લઈને દ્વારકા સુધી ભક્તો રંગાયા ભક્તિના રંગમાં

આજે 7મી સપ્ટેમ્બરે ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે. ત્યારે મંદિર પરિસર જય દ્વારકાધીશનાં નાદથી ગુંજી ઉઠ્યું હતું. રાત્રે 12 ના ટકોરે સમગ્ર કૃષ્ણ મંદિરોમાં ભગવાનના જન્મની ઉજવણી કરવામાં આવી હતી અને મંદિરોમાં 'હાથી ધોળા પાલખી જય કનૈયા લાલકી'ના નાદ સંભાળવા મળ્યા હતા. તેમજ જન્માષ્ટમીને લઈ દ્વારકાધીશ મંદિર પરિસરમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. સમગ્ર દેશના કૃષ્ણ મંદિરમાં દર્શન માટે મોડી રાત સુધી ભક્તોની ભીડ જોવા મળી હતી. ભક્તિ-કિર્તન અને રાસ રમીને કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. જન્માષ્ટમી (Janmashtami) પર્વની ધર્મનગરી દ્વારકામાં રંગારંગ ઉજવણી થઇ રહી છે. જગત મંદિરના સમગ્ર પરિસરને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. મંગળા આરતી બાદ દ્વારકાધીશના ખુલ્લા પડદે સ્નાન દર્શન કરાવવામાં આવ્યું હતું. દ્વારકાધીશને દૂધ, મધ, ઘી, દહીં અને ખાંડમાંથી બનેલા પંચામૃતથી સ્નાન કરાવાયું હતું.

Advertisement

મહત્વનું છે કે, કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવી ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ‌ ચૂક્યો છે. કૃષ્ણજન્મને વધાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કાળિયા ઠાકરને શ્રૃંગાર ભોગ બાદ કેસરી રંગના વસ્ત્રો સાથે અનેક રત્નોજડિત આભૂષણોનો શણગાર કરાયો છે. રાજ્ય જ નહીં દેશભરમાંથી અહીં શ્રદ્ધાળુઓએ ઉમટી પડ્યા છે. તો વહીવટી તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને દર્શનમાં અગવડ ન પડે તે માટે તમામ તૈયારીઓ કરી છે.

Advertisement

આ સિવાય ડાકોરમાં પણ ડાકોરમાં ભક્તિનો માહોલ જામ્યો છે. ત્યારે ડાકોર મંદિર પરિસરમાં ગરબાનો માહોલ જામ્યો હતો. જેમાં બાલ યુવા અને વૃદ્ધ એકસમાન થઈ ભક્તો ગરબે ઘૂમ્યા હતા. તેમજ ડાકોરનાં ઠાકોર તારા બંધ દરવાજા ખોલ ના નાદે ગરબે રમ્યા હતા. ગરબા રમતા ભક્તો ભાવુક બન્યા હતા. તમને જણાવી દઈએ કે, ડાકોર રણછોડરાયનાજ મંદિર પરિસરમાં પગ મુકવાની જગ્યા નથી. રણછોડરાય મંદિર પરિસર ​​​​​​​ભક્તોથી છલકાઈ ગયું છે. મંદિર પરિસર ભક્તોથી ચિક્કાર થતાં ભાવિક ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભક્તો પોતાની જગ્યા મેળવી ગોઠવાઈ ગયા છે અને દર્શનનો લાભ લઈ હોતપ્રોત થઈ રહ્યા છે.

Advertisement

અરવલ્લી જિલ્લામાં આવેલ પવિત્ર કૃષ્ણધામ શામળાજી મંદિર ખાતે આજે ભવ્યાતિભવ્ય કૃષ્ણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી છે. કાળિયા ઠાકરના જન્મને લઈને આખું શામળાજી ગામ અને મંદિર પરિસર કૃષ્ણમય બની ગયું છે. તો જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગીદાર બનવા માટે જિલ્લા કલેક્ટર પ્રશાસ્થી પારિક પણ શામળિયાના દ્વારે પહોંચ્યા હતા. જિલ્લા કલેકટરે પરિવાર સાથે કાળિયા ઠાકરના દર્શન કર્યા હતા. તેમજ, શામળાજી મંદિર પરિસરમાં સંતસંગ કાર્યક્રમને દીપ પ્રગટાવી ખુલ્લો મુક્યો હતો.

મથુરામાં સ્થિત ભગવાન કૃષ્ણના અન્ય ઘણા મંદિરોમાં મધરાતે 12 વાગ્યે અભિષેક સમારોહનું આયોજન કરવામાં આવ્યું. હજારો શ્રદ્ધાળુઓએ શ્રી કૃષ્ણના જન્મસ્થળ પર સ્થિત ભાગવત ભવન મંદિર અને અન્ય મંદિરોની મુલાકાત લીધી હતી. મથુરાના દ્વારકાધીશ મંદિર, વૃંદાવન, ગોવર્ધન, નંદગાંવ વગેરે સહિત અન્ય મંદિરોમાં પણ જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી.

દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ રોહિણી નક્ષત્રમાં મધ્યરાત્રીના સમયે જન્મ લીધો હતો. શ્રી કૃષ્ણ વિષ્ણુ ભગવાનના આઠમાં અવતાર માનવામાં આવે છે. આ દિવસને લોકો ખૂબ ધામધૂમથી મનાવે છે. ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા માટે ભક્તો ઘણા પ્રકારના ઉપાયો કરતા હોય છે. આ દિવસે વ્રત પણ રાખવામાં આવે છે.

આ પણ વાંચો : Janmashtami 2023 : જૂનાગઢમાં આનંદ ઉલ્લાસ સાથે જન્માષ્ટમીના પર્વની ઉજવણી

Tags :
Advertisement

.