ફ્રેન્ચ સહિત અનેક ભાષાઓનો જાણકાર..! જાણો કોણ છે હિઝબુલ્લાનો નવો ચીફ નઈમ કાસિમ ?
- લશ્કરી સંગઠન હિઝબુલ્લાના નવા ચીફ નિમણૂક
- હસન નસરાલ્લાહનું ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોત હતું
- શેખ નઈમ કાસિમે 8 ઓક્ટોબરે એક વીડિયો સંદેશ જાહેર કર્યો
Hezbollah New Chief: શેખ નઈમ કાસિમ ઈરાન સમર્થિત લશ્કરી સંગઠન હિઝબુલ્લાના નવા ચીફ (Hezbollah New Chief)તરીકે ચૂંટાયા છે. કાસિમ હિઝબુલ્લાના ભૂતપૂર્વ ચીફ હસન નસરાલ્લાહનું સ્થાન લેશે. હસન નસરાલ્લાહનું આ વર્ષે 27 સપ્ટેમ્બરના રોજ બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલામાં મોત થયું હતું. શેખ નઈમ કાસિમે 8 ઓક્ટોબરે એક વીડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેણે કહ્યું હતું કે, 'ઈઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ એ છે કે કોણ પહેલા હાર માને છે અને હું ખાતરી આપું છું કે હિઝબુલ્લા હાર નહીં માને.
હિઝબુલ્લાએ ઈઝરાયલ હુમલામાં સફીઉદ્દીનના મોત થયું હતું
કાસિમનો વીડિયો સંદેશ હિઝબોલ્લાના વરિષ્ઠ નેતા અને હસન નસરાલ્લાહના સંભવિત ઉત્તરાધિકારી હાશિમ સફીદીનને ઈઝરાયલના હુમલાનાં નિશાન બનાવ્યાના થોડા દિવસો બાદ આવ્યો હતો. નોંધનીય છે કે, 23 ઓક્ટોબરે હિઝબુલ્લાએ ઈઝરાયલ હુમલામાં સફીઉદ્દીનના મોતની પુષ્ટિ કરી હતી. મીડિયા અહેવાલ અનુસાર શેખ નઈમ કાસિમ 5 ઓક્ટોબરે વિમાનમાં બેરૂતથી રવાના થયા હતા જેમાં ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરધચી લેબનોન અને સીરિયાની સરકારી મુલાકાતે આવ્યા હતા. ઈઝરાયલ દ્વારા હત્યાના ડરને કારણે ઈરાનના ટોચના નેતાઓએ કાસિમને બેરૂત છોડીને સુરક્ષિત જગ્યાએ જવાનો આદેશ આપ્યો હતો.
આ પણ વાંચો -White House ગુંજી ઉઠ્યું હેપ્પી દિવાળીની ગૂંજથી...
કોણ છે શેખ નઈમ કાસિમ?
Hezbollah.org પર કાસિમને સંગઠનના પ્રારંભિક સભ્યોમાંના એક તરીકે બતાવવામાં આવ્યો છે. તેણે હિઝબોલ્લાની રચના પછી તેની મહત્વની ભૂમિકાઓ ભજવી છે અને તે સંગઠનમાં મુખ્ય વ્યૂહરચનાકાર તરીકે ઓળખાય છે. શેખ નઈમ કાસિમ પ્રભાવશાળી શિયા નેતાઓ જેમ કે અબ્બાસ અલ-મૌસૌઈ, સુભી અલ-તુફૈલી, મોહમ્મદ યાઝબેક, ઈબ્રાહિમ અમીન અલ-સૈયદ અને હિઝબુલ્લાના ભૂતપૂર્વ ચીફ હસન નસરાલ્લાહના નેટવર્કમાં પણ સામેલ છે. કાસિમે 1970ના દાયકામાં લેબનીઝ યુનિવર્સિટીમાંથી રસાયણશાસ્ત્રમાં BScની ડિગ્રી મેળવી હતી.
આ પણ વાંચો -પેજર બ્લાસ્ટથી ફફડ્યું Iran! આ કંપનીના મોબાઈલ ફોનના ઉપયોગ અને આયાત પર લગાવ્યો પ્રતિબંધ
નઈમ કાસિમ 1991માં ડેપ્યુટી સેક્રેટરી જનરલ હતા
આ ઉપરાંત તેમણે પ્રભાવશાળી ઇસ્લામિક વિદ્વાન આયાતુલ્લાહ મોહમ્મદ હુસૈન ફદલ્લાહ હેઠળ ધાર્મિક વિષયોનો પણ અભ્યાસ કર્યો છે. 1974 સુધીમાં તેઓ ઇસ્લામિક ધાર્મિક શિક્ષણ માટેના સંગઠનના પ્રમુખ બન્યા અને 1988 સુધી આ પદ સંભાળ્યું હતું. કાસિમ લેબનીઝ યુનિયન ઑફ મુસ્લિમ સ્ટુડન્ટ્સના સહ-સ્થાપક પણ છે. 1991માં અબ્બાસ અલ-મૌસૌઈની હત્યા બાદ શેખ નઈમ કાસિમ હિઝબુલ્લાના ડેપ્યુટી સેક્રેટરી જનરલ તરીકે ચૂંટાયા હતા. તેમણે હિઝબુલ્લાહની એક્ઝિક્યુટિવ બોડી 'શુરા કાઉન્સિલ'માં પણ મહત્વનો હોદ્દો સંભાળ્યો હતો. અહીં તેમણે સરકારી અને અર્ધલશ્કરી દળોની કામગીરીની દેખરેખ રાખી હતી.
આ પણ વાંચો -Sunita Williams : " પૃથ્વીથી 260 માઈલ ઉપરથી દિવાળીની શુભેચ્છાઓ "
નઈમ કાસિમ અનેક ભાષાઓના જાણકાર
હિઝબુલ્લાની રાજકીય અને ઓપરેશનલ વિંગમાં કાસિમની સંડોવણી સંસ્થામાં તેના પ્રભાવને રેખાંકિત કરે છે. 71 વર્ષીય શેખ નઈમ કાસિમને હસન નસરાલ્લાહ પછી હિઝબુલ્લાનો 'નંબર ટુ' કહેવામાં આવતો હતો. કાસિમ તેમની નેતૃત્વની ભૂમિકા ઉપરાંત તેમના લેખન માટે પણ જાણીતા છે. અસ્ખલિત ફ્રેન્ચ બોલતા શેખ નઇમ કાસિમે 'હિઝબુલ્લાઃ ધ સ્ટોરી ફ્રોમ વિદિન' નામનું પુસ્તક લખ્યું છે, જેમાં હિઝબુલ્લાહની રચના અને તેની વિચારધારાની વિગતો છે. આ પુસ્તકનું અરબી, અંગ્રેજી અને ફારસી સહિત 6 ભાષાઓમાં અનુવાદ કરવામાં આવ્યું છે, જે તેની આંતરરાષ્ટ્રીય પહોંચ દર્શાવે છે. કાસિમ ફ્રેન્ચ, અંગ્રેજી, અરબી, ફારસી સહિતની ઘણી ભાષાઓમાં જાણકાર છે.