રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ સામાજીક કાર્યકર Sonal Pandya એ જાણો શું આપી પ્રતિક્રિયા
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ સામાજીક કાર્યકર Sonal Pandya સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સવાલ-1. તમારા મતે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?
જો પ્રેમલગ્ન અટકશે તો આંતર જ્ઞાતિય લગ્ન પણ અટકશે. દરેક માતા-પિતા પોતાના બાળકોનું હિત ઇચ્છતા જ હોય છે, જ્યારે માતા-પિતા પોતાના બાળકને ઉછેર કરે છે અને મોટા કરે છે અને ત્યારે એ બાળક પોતાના માતા-પિતાની વિરુદ્ધમાં જઇને પ્રેમલગ્ન કરે છે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થતું હોય છે. તેટલું જ નહીં સમાજમાં તેના માતા-પિતાનું જે માન અને સન્માન હોય છે તે જળવાતું નથી. એટલા માટે મને લાગે છે કે પ્રેમલગ્ન અટકવા જોઇએ.
સવાલ-2. પ્રેમલગ્નથી ભવિષ્યમાં શું-શું તકલીફો પડી શકે છે?
આજનો જે યુવાવર્ગ છે તેમા પણ ખાસ કરીને દીકરીઓ, સોશિયલ મીડિયામાં ચેટના માધ્યમથી કોઇપણ તરફ આકર્ષાઈ જતી હોય છે અને તે આકર્ષણ હોય છે તે થોડા સમય પૂરતું જ હોય છે. તે સમયમાં તે પ્રેમલગ્ન પણ કરી લેતી હોય છે. પણ તેની ખબર હોતી નથી કે તેનું બેકગ્રાઉન્ડ શું હોય છે અને તે કયા ધર્મની હોય છે. તે પ્રેમલગ્ન તો કરીને આવે છે પણ તે માતા-પિતાની વિરુદ્ધમાં જઇને તે પ્રેમલગ્ન કરે છે અને તે પછી પ્રેમથી જ પેટ નથી ભરાતું. આવા ઘણા કિસ્સાઓમાં માતા-પિતાના ઘરના દ્વાર પણ બંધ થઇ જતા હોય છે. ત્યારે તે દીકરી ખૂબ જ પછતાતી હોય છે, ઘણા કિસ્સાઓમાં તે આત્મહત્યા પણ કરી લેતી હોય છે. આ સમાજમાં ચિંતાનો વિષય હોય તેવું મને લાગી રહ્યું છે.
સવાલ-3. લગ્ન માટે માતા-પિતાની મંજુરી કેમ ફરજીયાત હોવી જોઇએ?
માતા-પિતાની મંજૂરી ફરજીયાત હોવી જ જોઇએ. કારણ કે માતા-પિતા તેમના બાળકને મોટા કરે છે અને જ્યારે તે માતા-પિતા પોતાના બાળકને જુએ છે કે તે તેમની મંજૂરી વિના લગ્ન કરીને આવે છે તો તે સમાજમાં ઉચું મોઢું રાખી નથી કરી શકતા. કારણ કે હમણા જે એક કિસ્સો સૌ કોઇએ જોયો હતો કે, દીકરીને જ્યારે તેના પિતા લગ્ન કરવાની ના પાડી રહ્યા હતા તે સમયે દીકરી તેના પિતાને ઓળખતી જ ના હોય તેમ વર્તન કરી રહી હતી. ત્યારે આપણને ખૂબ જ દુઃખ થાય છે, એટલે મારું માનવું છે કે, માતા-પિતાની મંજૂરી વિના લગ્ન થવા જ ન જોઇએ. અને આ નિર્ણયને પણ હું આવકારું છું.
સવાલ-4. લવ જેહાદ કેવી રીતે અટકશે?
અત્યારે લવ જેહાદના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આપણે જોઇએ છીએ કે સોશિયલ મીડિયાના માધ્યમથી વિધર્મીઓ પોતાની ઓળખ છુપાવી ભોળી દીકરીઓને ફસાવી રહ્યા છે. તે દીકરીઓને પણ ખબર નથી હોતી. તેના લગ્ન થઇ જાય પછી તેને ખબર પડે છે કે તે ખોટા ઘરમાં આવી ગઇ છે. તે સમયે તેનો પરિવાર પણ તેના પડખે ઉભો નથી રહેતો. લવ જેહાદ વિશે પરિવારે દીકરી સાથે ચર્ચા કરવી જોઇએ કે સમાજમાં આવા કિસ્સાઓ બની રહ્યા છે. આ ન બને તે માટે દીકરીઓને જાગૃત અને સજાગ કરવી જોઇએ અને જો દીકરીઓ સજાગ થશે ત્યારે જ અન્યાયની સામે પ્રતિકાર કરી શકશે.
સવાલ-5. સામાજીક સમરસતા અને પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?
પારિવારીક સંબંધો સારા બને તે માટે પરિવારમાં સાથે બેસીને ચર્ચા થવી ખૂબ જ જરૂરી છે. જો પરિવારમાં સંવાદ થશે તો મને લાગે છે કે કોઇ વિવાદ જ ઉભો નહીં થાય. એટલે માતા-પિતા અને બાળકોએ મુક્તપણે એકબીજા સાથે ચર્ચા કરવી જોઇએ. મને એવું લાગે છે કે, માતા-પિતાએ બાળકોના ચોકીદાર નહી પણ મિત્ર બનીને તેમની સાથે બેસવું ખૂબ જ જરૂરી છે.
સવાલ-6. સંસ્કાર કેવા હોવા જોઇએ આ વિશે શું કહેશો તમે?
સંસ્કારનું સિંચન તો બાળકપણથી જ થવું જોઇએ. સંસ્કાર માટે ઘરનું વાતાવરણ ખૂબ જ મહત્વનું હોય છે. જો બાળકોમાં નાનપણથી જ સંસ્કારનું સિંચન હશે તો તે મોટા થશે ત્યા સુધી તેમને તે ભાથું ફરી પિરસવા નહીં જવું પડે.
આ પણ વાંચો - રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ VADODARA ના બાબા જ્યોતિનાથે જાણો શું આપી પ્રતિક્રિયા
આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ RAJKOT લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ સાથે ખાસ વાતચીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ