Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

PM મોદીની USA મુલાકાત પર જાણો શું કહે છે અમેરિકામાં રહેતા ભારતીયો

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના આમંત્રણ પર આવતીકાલે એટલે કે મંગળવાર (20 જૂન) ના રોજ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીની મુલાકાતને કારણે ત્યાંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ટોચના અમેરિકન સાંસદોએ...
11:46 PM Jun 19, 2023 IST | Hardik Shah

વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનના આમંત્રણ પર આવતીકાલે એટલે કે મંગળવાર (20 જૂન) ના રોજ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે. વડાપ્રધાનશ્રીની મુલાકાતને કારણે ત્યાંના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દરમિયાન, ટોચના અમેરિકન સાંસદોએ કહ્યું છે કે, વડાપ્રધાનશ્રી મોદીની અમેરિકાની રાજકીય મુલાકાત દ્વિપક્ષીય સંબંધોમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે તેમજ બંને દેશો વચ્ચે નજીક આવવાનું મહત્વપૂર્ણ પ્રતીક છે. વળી આ ઐતિહાસીક યાત્રાનું લાઇવ કવરેજ કરવા માટે ગુજરાતનું એક માત્ર મીડિયા હાઉસ ગુજરાત ફર્સ્ટ અને OTT India અમેરિકા પહોંચ્યું છે. વડાપ્રધાનશ્રીની અમેરિકા યાત્રા પૂર્વે સમગ્ર અમેરિકામાં ભારતીયોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.  અમેરિકામાં વસતા ભારતીયોએ વડાપ્રધાનશ્રીની આ ઐતિહાસીક યાત્રા માટે તડામાર તૈયારીઓ કરી છે.

New York ના Times Square થી ખાસ અહેવાલ..
ગુજરાત ફર્સ્ટના ચેનલ હેડ વિવેક કુમાર ભટ્ટ અત્યારે New York ના Times Square ખાતે છે.  ત્યાંથી લાઇવ કવરેજમાં તેમણે માહિતી આપી હતી કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાતને લઇને અમેરિકામાં વસતા તમામ ભારતીયોમાં ભારે ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિવિધ સ્ટેટમાં ભારતીયો દ્વારા બાઇક રેલીનું આયોજન કરાયું છે. લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. ઠેર ઠેર અહીં અમેરિકા અને ભારતના ફ્લેગ લગાવાયા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અમેરિકાના પ્રવાસે જવાના છે ત્યારે ત્યા વસતા ભારતીયોનું શું કહેવું છે આવો જાણીએ...

આશિષ ભાટિયા

Gujarat First સાથે વાત કરતાં NRI આશિષ ભાટિયાએ કહ્યું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં આવી રહ્યા છે ત્યારે અમે બધા ખૂબ જ ઉત્સાહી છીએ. મને ઘણા લોકોએ કહ્યું છે કે, તમે Times Square માં છો ત્યા યોગા દિવસ ઉજવવાનો છે, અહીં મોદીજી આવવાના છે તે પછી તેઓ વોશિંગ્ટન પણ જવાના છે. તેમના આવવાના સમાચાર સાંભળીને અમે ખૂબ જ ઉત્સાહિત છીએ. વધુમાં તેમણે કહ્યું કે, અમે અમેરિકામાં 15 વર્ષોથી રહીએ છીએ. આગળ તેમણે કહ્યું કે, ભારતને જે ગ્લોબલ ફૂટ પ્રિન્ટ પર વડાપ્રધાન મોદી લઇને ગયા છે તે તેમના શાસનમાં આવ્યા બાદ અલગ જ જોવા મળી રહ્યું છે. તેમના શાસનમાં આવ્યા પહેલા દુનિયાભરમાં માનવામાં આવતું હતું પણ ઓળખ જે છે તેનો તેમના શાસનમાં આવ્યા બાદ જ ફરત પડ્યો છે. તેમણે આગળ કહ્યું કે, સ્ટેટ ગેસ્ટને બોલાવવું એક મોટી વાત છે, દરેક વડાપ્રધાન અને રાષ્ટ્રપતિને તે તક મળતી નથી કે તે ચીફ ગેસ્ટ બનીને અન્ય દેશમાં જાય તો મારા પ્રમાણે તે એક મોટી વાત કહી શકાય.

રજની ભાટિયા

Gujarat First સાથે વાત કરતાં અન્ય એક NRI એ કહ્યું કે, મારું નામ રજની ભાટિયા છે. હું ઈન્ડિયાથી વિઝીટ કરવા આવી છું. અમને જાણવા મળ્યું છે કે PM મોદી અહીં આવવાના છે તો અમે તેમને નિહાળવા માટે આવ્યા છીએ અને અમે ખૂબ ઉત્સાહિત છીએ તેમને જોવા માટે.

દિશા ભાટિયા

Gujarat First સાથે વાત કરતાં અન્ય NRI એ કહ્યું કે, મારું નામ દિશા ભાટીયા છે. અને મને મોદીજી ખૂબ જ સારા નેતા લાગે છે. તેમણે ઈન્ડિયાને પ્રમોટ કર્યું છે યોગાને પ્રમોટ કર્યું છે.

પ્રેમ ભંડારી

Gujarat First સાથે વાત કરતાં અન્ય NRI એ કહ્યું કે, મારું નામ પ્રેમ ભંડારી છે. હું ભગવાન મહાવીર વિકલાંગ સહાયતા સમિતિનો કાર્યકર્તા છું. સમગ્ર વિશ્વમાં અમારી સંસ્થા કાર્યરત છે. અમારા પ્રમુખનું નામ પદ્મભૂષણ ડી.આર. મહેતા છે. અમે આભારી છે PM મોદીજીના કે તેમના જ કારણે અમને હ્યુંમિનીટિ પ્રોગ્રામ અંતર્ગત ગાંધીજીના આદર્શ એવા સિદ્ધાંતોને વિશ્વમાં દેખાડવા માટે અમને પાર્ટનર તરીકે સ્થાન આપ્યું છે. પ્રોગ્રામ અંતર્ગત 22 આંતરરાષ્ટ્રીય કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું છે. આ બધા કેમ્પોનો ખર્ચો ભારત સરકાર તરફથી આપવામાં આવ્યો છે. તેમણે આગળ જણાવ્યું કે, હાલમાં જ અમારો કોન્ટ્રાક્ટ રીન્યૂ થયો છે. તેમાં 18 થી વધુ આંતરરાષ્ટ્રીય કેમ્પોનું આયોજન કરવામાં આવશે. જેમાં દિવ્યાંગ ભાઈ બહેનોને વિદેશોમાં જરૂરી સાધન સામગ્રી ઉપલબ્ધ કરવામાં આવશે. આટલું જ નહીં અમારી સંસ્થા ગુજરાતમાં પણ કામ કરી રહી છે જેમાં ગાંધીનગર, મહેસાણા, અમદાવાદમાં અનેક જગ્યાઓ પર કેમ્પોનું આયોજન કર્યું છે. અત્યાર સુધી આ સસ્થાએ 21 હજાર કરતા પણ વધુ દિવ્યાંગ ભાઈ બહેનોને સેવા પૂરી પાડી છે. PM મોદીના USA પ્રવાસ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, બંને દેશોના સંબંધો ખૂબ સારા છે. અત્યાર સુધીમાં PM મોદીએ ખૂબ સારા કામ કર્યા છે. તેમણે વિદેશ યાત્રામાં ઘણું બધું ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે. અને આ પહેલી વખત થાય છે કે ભારતના PM વિશ્વમાં ખૂબ લોકપ્રિય છે અને વિશ્વના મોટા નેતાઓમાં તેમનો હાલ સમાવેશ થાય છે જે બીજી વાર સંયુક્ત અધિવેશન સેશનને સંબોધિત કરવા જઈ રહ્યા છે. આટલું જ નહીં અપ્રવાસીઓને કે જે 4 કરોડથી પણ વધુ છે જેમને તેમણે નવી ઓળખ આપી છે. અને અમને રાષ્ટ્રદૂત કહીને આમારું માન વધાર્યું છે. PM મોદીજી માટે તો આ એક ખૂબ સરસ ઉત્સાહ છે. તેઓ કાલે આહીં પધારવાના છે અને તેમની યાત્રાને લઈને દરેક સમુદાય તેમના સ્વાગત માટે તત્પર છે.

કે.ડી. દેસાઇ

Gujarat First સાથે ખાસ વાતચીત કરતાં NRI કે.ડી.દેસાઇએ કહ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીની મુલાકાતથી અમે ખુબ જ ઉત્સાહિત છીએ. અમે લોકો 8 સ્ટેટમાં ગયા છીએ અને અમે અમેરિકામાં મોદીજીનું સ્વાગત કરીએ છીએ. તેમણે કહ્યું કે એક મહિનાથી એસોસિએશનના તમામ સભ્યો મોદીજીને આવકારવા માટે લગાતાર મહેનત કરી રહ્યા છીએ. અમે 2 હજાર લોકોને ભેગા કરીને વ્હાઇટ હાઉસ લઇ જઇશું. તેમણે કહ્યું કે મોદીજી વૈશ્વિક ગુરુ છે. મોદીજીએ જે કામ 10 વર્ષમાં કર્યું તે કામ 65 વર્ષમાં પણ થયું ન હતું. સહુનો સાથ સહુનો વિકાસ અને વસુધૈવ કુટુમ્બકમની તેમની ભાવના છે. આ ઐતિહાસિક ક્ષણ છે. મોદીજીને અમેરિકામાં 21 તોપોની સલામી અપાશે. તેમણે એમ પણ કહ્યું કે મોદીજીએ ભારતને વિશ્વમાં ટોચ પર રાખ્યું છે અને અમે તમામ એનઆરઆઇ તેમને સપોર્ટ કરીએ છીએ.

પ્રિતી પટેલ

Gujarat First સાથે વાત કરતાં ફેડરેશન ઓફ ઈન્ડીયન એસોસિએશનના પ્રિતી પટેલે કહ્યું કે અમે મોદીજીનું સ્વાગત કરીએ છીએ. અમે તેમને આવકારવા માટે હજારો લોકોને એકત્ર કરવાના છીએ. આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો તમામ ભારતીય એનઆરઆઇને લાભ મળે તે માટે અમે ન્યુજર્સીથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરી છે. અને અમે 2 હજાર લોકોને વોશિગ્ટન ડ઼ીસી લઇ જવાની સુવિધા આપીશું.

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદી યુએન હેડક્વાર્ટરમાં યોગ દિવસની ઉજવણી કરશે. 21 તારીખે તેઓ  New York થી Washington DC જશે. વડાપ્રધાનશ્રી મોદી માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સ્ટેટ ગેસ્ટ તરીકે ડિનરનું આયોજન કર્યું છે. વડાપ્રધાનશ્રીની આ મુલાકાતથી  બંને દેશોનો સંબંધ સુદ્રઢ થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મુલાકાતમાં વૈશ્વિક સમસ્યાઓની પણ ચર્ચા થવાની છે. વડાપ્રધાનશ્રીની મુલાકાત ટાણે ભારતીય સમુદાયના કાર્યક્રમો પણ યોજાયા છે.

આ પણ વાંચો - NEW YORK ના TIMES SQUARE થી વાંચો ખાસ અહેવાલ….PM MODI ની મુલાકાતથી અમેરિકામાં દિવાળી જેવો માહોલ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
AmericaGujarat FirstNarendra Modipm modiPM Modi in USApm modi us visitPM Modi visit USA
Next Article