રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Vadodara ના બાબા જ્યોતિનાથે જાણો શું આપી પ્રતિક્રિયા
મહેસાણામાં (Mahesana) સરદાર પટેલ સેવાદળ (Sardar Patel Sevedal) દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) ઉપસ્થિતિમાં ચોર્યાસી પાટીદાર સંકુલ ખાતે પાટીદાર સ્નેહ મિલન અને વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પાટીદાર બહેન, દીકરીઓ અને મહિલાની મદદ માટે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રીનું નિવેદન
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્યમાં પ્રેમલગ્નમાં (Love Marriage) માતા-પિતાની સહમતિ માટેનો નિયમ બનાવવાની સરકાર વિચારણા કરી રહી હોવાના તેમજ બંધારણની મર્યાદામાં રહીને આવી વ્યવસ્થા ગોઠવી શકાય એમ છે કે કેમ તેનો અભ્યાસ કરીશું. આ પછી પ્રેમલગ્નમાં (Love Marriage) વાલીની મંજુરી અનિવાર્ય કરવાની ચર્ચાએ વેગ પકડ્યો છે ત્યારે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા વિવિધ સમાજના પ્રમુખો અને અગ્રણી સાથે આ મુદ્દે અભિપ્રાય જાણવાનો પ્રયાસ કર્યો. રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ Vadodara ના બાબા જ્યોતિનાથ સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી.
સવાલ-1. તમારા મતે પ્રેમ લગ્ન કેમ અટકવા જોઇએ કે કેમ?
આ મુદ્દે હું એક સ્પષ્ટતા કરવા માંગું છું કે, આ જે કઇં પણ ઈશ્યું ચાલી રહ્યો છે તે આંતર ધર્મીય માટે છે, આંતર જ્ઞાતિય ધર્મ માટે નથી. અને ક્યાક જુદા પાટે લઇ જવાની વાત છે. આંતર ધર્મીય લગ્ન થાય છે તે અને આંતર જ્ઞાતિય લગ્ન વચ્ચે મોટો તફાવત છે. સૌ કોઇ જાણે છે કે આંતર જ્ઞાતિય લગ્ન માટે કોઇ ખાસ મુસિબત હોતી નથી. પરંતુ આંતર ધર્મીય લગ્ન થાય છે તેની અંદર જે પ્રમાણેની પ્રવૃત્તિઓ જોઇએ છીએ, જેને અત્યાર સમાજમાં લવ જેહાદ કહેવામાં આવે છે. જેમા દીકરીઓ હેરાન થાય છે. તે પછી કોઇ પણ ધર્મની ભલે હોય. લગ્ન બાદ તે પછી પાછી પોતાના ધર્મમાં પાછી જઇ શકતી નથી અને ત્યા પણ સુખી રહી શકતી નથી. આવા કેસોને બચાવવા માટે આ જરૂરી છે.
સવાલ-2. લગ્ન માટે માતા-પિતાની મંજૂરી કેમ ફરજીયાત હોવી જોઇએ?
લગ્ન માટે માતા-પિતાની મંજૂરી તે ખૂબ જ સંવેદનશીલ વિષય છે. હું અહીં ફરી કહીશ કે, આંતર જ્ઞાતિય લગ્નમાં કદાચ આ ન હોય તો ચાલે પણ સ્પેશિયલ મેરેજ એક્ટ અંતર્ગત નોંધાતા જે લગ્ન છે તેની અંદર માતા-પિતાની મંજૂરી હોવી ખૂબ જ જરૂરી છે. ફરી કહું છુ કે, તે આંતર ધર્મીય લગ્ન છે, માતા-પિતાને ખબર હોતી નથી. બાળકીઓને ફોસલાઈને જે લગ્ન કરવામાં આવે છે તે પછી તે દુઃખી થાય છે તેને અટકાવવા માટે માતા-પિતાની મંજૂરી જરૂરી છે. ઘણીવાર દીકરીઓ કાચા મનમાં, લોભ, પ્રલોભન કે પછી બીજી વાતોમાં આવી કે પછી આકર્ષણમાં આવી જતી હોય છે જેના વરવા પરિણામો પાછળથી જોવા મળી જતા હોય છે જે ન ભોગવવા પડે તે માટે માતા-પિતાની મંજૂરી સ્પેશિયલ મેરેજ એક્ટમાં તો હોવી જોઇએ.
સવાલ-3. પારિવારીક સંબધો સારા બને તે માટે શું કરવું જોઇએ?
પારિવારીક સંબધો સારા બનાવવા માટે દરેક ધર્મ અને જ્ઞાતિના લોકોએ એક સમરસતા ઉભી કરવી પડશે. જો ધર્મની વાત કરીએ તો બીજા ધર્મમાંથી હિન્દુ ધર્મમાં આવતી કેટલી પણ દીકરીઓ છે. જેવી એકપણ દીકરીને મે દુઃખી થતા જોઇ નથી, ત્યારે તમારા ધર્મમાં કોઇ દીકરી આવી છે તો તમે તેને કેમ પ્રતાડીત કરો છો. ઘણા બધા લોકો જાણતા હશે કે દીકરીઓની જ્ઞાતિ પ્રમાણે કિંમત બોલાતી હોય છે. આ જ્ઞાતિની દીકરી પરણીને લાવો તો તેના માટે આટલું રૂપિયા... આવી ઘણી બધી વાતો છે જે કોઇને કોઇ રીતે વટાણ પ્રવૃત્તિને વેગ આપે છે. તેમા ફક્તને ફક્ત કોઇ એક ધર્મને ટાર્ગેટ થતું નથી કે મુસલમાનો જ કરે છે. કારણ કે આ જ વસ્તુ ખ્રિસ્તીઓમાં પણ જોવા મળે છે બધા જ લોકો કરે છે. એટલે જ હું ફરી કહું છું કે, સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ જે આંતર ધર્મીય લગ્નનો પ્રોબ્લમ છે તે સમાજની અંદર દૂષણ ઉભુ કરે છે.
સવાલ-4. દેખા દેખીનો ખેલ કેવી રીતે અટકવો જરૂરી છે?
હું હંમેશા કહુ છુ કે ચાદર હોય તેટલા પગ પહોળા કરવા. પ્રસંગો તમારા ઘરમાં આવતા જ હોય છે. સમાજની અંદર એક નવી વ્યવસ્થા ઉભી થઇ છે કે જો તમે આર્થિક રીતે સક્ષમ નથી તો સમૂહ લગ્નની વ્યવસ્થા ઉભી થઇ છે, જેમા તમને કોઇ પ્રોબ્લમ થતા નથી. આજે દેખા દેખીમાં તમે તમારા મકાનો, ઘર બધુ ગિરવે મુકી કે પછી આવકનો સ્ત્રોત બંધ કરી અને આવકની મૂડી વાપરી કાઢી અને પછી જે લગ્ન કરો છો, ઘરના પ્રસંગો પૂરા પાડો છો, તે પછી લગ્નનો હોય, મરણનો હોય કે પછી ગમે તે હોય. આજે સમાજમાં એવું થઇ ગયું છે કે, એક મોટો કરે જે નાનાથી થતું નથી પણ નાનો એ વાત સમજે છે કે મોટાએ કર્યું એટલે એ રિવાજ બની ગયો. આ જ કારણ છે કે પછી તે ધસડાય છે. સમાજની આ વરવી પરિસ્થિતિમાંથી નિકળવા માટે સમાજને સાદાઇથી લગ્ન કરી શકાય છે. વર અને કન્યા પક્ષના 25-25 લોકોની હાજરી હોય તો પણ લગ્ન કરી શકાય છે જેના માટે જરૂરી નથી મોટા કરે તેવા આંડબરો કરવાની. અને જો તમે સક્ષમ છો તો તમારા દીકરા કે દીકરીને FD બનાવીને આપો કે જે તેમને આગળના જીવનમાં કામમાં આવે.
સવાલ-5. સમાજમાં સંસ્કાર અને સમરસતાનું શિંચન થાય તે માટે કયા કયા પ્રયત્નો થવા જોઇએ
આપણા પુસ્તકોમાં લખેલું આવતું હતું કે, ભારત મારો દેશ છે જે ધીરે ધીરે ભૂલાતું ગયું છે. બીજા નંબરે ભાવના નથી રહી. સમાજમાં સૌથી મોટી વાત કહું તો નાનામાં નાના સ્તરથી બાળકો ભણે છે ત્યાથી દીકરાઓ કે દીકરીઓને શિક્ષણ આપવું પડશે. અમે એક પ્રયોગ ચાલું કર્યો છે તેવો પ્રયોગ દરેકે કરવો જોઇએ. અમે જે પ્રયોગ કર્યો છે તે મુજબ બાળકોને ધર્મ શું છે, પરિસ્થિતિ શું છે, આપણી ભારતીય સંસ્કૃત્તિના સંસ્કાર શું છે? તે શીખવાડવામાં આવે. માતા-પિતાનો આધાર, શિક્ષકનો આધાર બધી જ વસ્તુઓ શિખવાડવામાં આવે. આ સાથે થોડું થોડું માતા-પિતાએ પણ ધ્યાન આપવું પડશે કે આડેધડ ચાલતા મોબાઈલ એમ્પ્લિકેશન પર કંટ્રોલ આવે. આ સરકારે પણ જોવું પડશે. કારણ કે એવા વીડિયો આવે છે કે જે ખૂબ જ શરમજનક છે. જેનાથી દીકરાઓ કે દીકરીઓને ખરાબ પ્રેરણા મળે છે. આ ત્યાથી અટકાવવાની જરૂર છે. જો નાનપણથી તેને નહીં અટકાવવામાં આવે તો આગળ જઇને તે મોટું ઝાડ થાય તો દુષપ્રેરણા લઇને જ ઉભું થાય છે.
સવાલ-6. એક સારા સમાજમાં શું-શું નિયમ હોવા જોઇએ?
સમાજને શિક્ષણ આપવાની વાતથી ચાલું કરીએ તો માતા-પિતા, શિક્ષકો, વડીલોનો આદર કરતા બાળકોને પહેલાથી જ શીખવાડવું જોઇએ. એક જમાનો હતો પિતા બેઠા હોય તો દીકરા-દીકરી જઇ પણ નહોતા શકતા. ચલો આજે ભલે તેમા થોડો સુધારો થયો પણ દિલ ખોલીને વાતો કરી શકે તેવું વાતાવરણ હોવું જોઇએ. આજે દરેક પોતાની વાસ્તવિકતાથી દૂર જતા રહ્યા છે. તે પછી માતા-પિતાની વાત હોય, વડીલોની વાત હોય તો તે પણ દૂર જતા રહ્યા છે. તે પછી શિક્ષકો પણ હવે મોડન જમાના તરફ ધ્યાન આપી રહ્યા છે. સાચું શિક્ષણ શું છે, સાચો ખોરાક શું છે આ બધુ જ બાળકોને નાનપણથી જ શીખવવું પડશે.
આ પણ વાંચો : રાજ્યમાં પ્રેમલગ્ન માટે વાલીની મંજૂરીને લઇ RAJKOT લોહાણા સમાજ પ્રમુખ રાજુભાઈ સાથે ખાસ વાતચીત
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ