Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Bridge Collapse : બિહારમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત, 10 દિવસમાં ચોથો બ્રિજ થયો ધરાશાયી...

બિહારમાં એક અઠવાડિયામાં પૂલ તૂટવા (Bridge Collapse)ની ચોથી ઘટના સામે આવી છે. ગુરુવારે કિશનગંજ જિલ્લામાં બીજો પૂલ તૂટી (Bridge Collapse) પડ્યો છે. કિશનગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સિંગલાએ જણાવ્યું કે, બહાદુરગંજ બ્લોકમાં આવેલો આ પૂલ 70 મીટર લાંબો અને 12 મીટર...
bridge collapse   બિહારમાં બ્રિજ તૂટવાનો સિલસિલો યથાવત  10 દિવસમાં ચોથો બ્રિજ થયો ધરાશાયી

બિહારમાં એક અઠવાડિયામાં પૂલ તૂટવા (Bridge Collapse)ની ચોથી ઘટના સામે આવી છે. ગુરુવારે કિશનગંજ જિલ્લામાં બીજો પૂલ તૂટી (Bridge Collapse) પડ્યો છે. કિશનગંજ જિલ્લા મેજિસ્ટ્રેટ તુષાર સિંગલાએ જણાવ્યું કે, બહાદુરગંજ બ્લોકમાં આવેલો આ પૂલ 70 મીટર લાંબો અને 12 મીટર પહોળો હતો.

Advertisement

તેમણે વધુમાં કહ્યું કે, આ પૂલ 2011 માં કનકાઈ નદીને મહાનંદા સાથે જોડતી નાની નદી મંડિયા પર બનાવવામાં આવ્યો હતો. નેપાળના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને કારણે પાણીનું સ્ટાર અચાનક વધી ગયું છે. પૂલનો એક થાંભલો જોરદાર પ્રવાહ સામે ટકી શક્યો નહતો. સિંગલાએ કહ્યું કે, આ અકસ્માતમાં કોઈ જાનહાનિની માહિતી સામે આવી નથી. તેમણે કહ્યું કે, સમારકામ દરમિયાન કોઈપણ પ્રકારની અવરજવર ન થાય તે માટે પૂલના બંને છેડે બેરીકેડ લગાવવામાં આવ્યા છે.

અત્યાર સુધીમાં કેટલા પૂલ પડ્યા?

બિહારમાં ગયા અઠવાડિયે અરરિયા, સિવાન અને અરરિયા જિલ્લામાંથી પૂલ તૂટી જવાની ત્રણ ઘટના પ્રકાશમાં આવી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રાજ્યના વિવિધ ભાગોમાં આવી જ અનેક ઘટનાઓ બની છે પરંતુ તેમાં કોઈ જાનહાનિ થઇ નથી. જો કે, આ ઘટનાઓથી રાજ્યમાં સરકારી બાંધકામની ગુણવતા પર સવાલો ઉઠવા લાગ્યા છે.

Advertisement

આ પણ વાંચો : JDU ના નેતાનું મોટું નિવેદન, કહ્યું- ‘નીતિશ કુમાર ન હોત તો BJP ઝીરો પર આઉટ થતી…!’

આ પણ વાંચો : Mother Viral Video: કળિયુગી માએ… 2 વર્ષના બાળકને સિગારેટ અને દારૂ પીવડાવ્યો, જુઓ વિડીયો

Advertisement

આ પણ વાંચો : CBIએ Neet Paper Leak કેસમાં મનીષ પ્રકાશ અને આશુતોષની કરી ધરપકડ

Tags :
Advertisement

.