SUCCESS : NIDJAM 2024 માં પાટણની કિંજલ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો
SUCCESS : ગુજરાતના પાટણના રામપુરા ગામની કિંજલ ઠાકોરે NIDJAM 2024 માં ટ્રાયથ્લોન બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવીને સફળતા (SUCCESS) મેળવી છે અને ગુજરાતનું નામ રોશન કર્યું છે.
13 વર્ષની કિંજલ ઠાકોરે ગોલ્ડ મેડલ જીત્યો
આ વર્ષે NIDJAM 2024 નું આયોજન ગુજરાતમાં કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતની જ એક 13 વર્ષની છોકરી જે હાલ નડિયાદ માં સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ ખાતે તાલીમ લઈ રહી છે તેને ટ્રાયથ્લોન બી રમતમાં ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
માતા-પિતા ખેતી કરે છે
કિંજલ હાલ 13 વર્ષ ની છે જે 9માં ધોરણમાં અભ્યાસ કરે છે અને તે છેલ્લા 4 વર્ષથીટ્રાયથ્લોન રમી રહી છ. તેણે ટ્રાયથ્લોનની શરૂઆત 5માં ધોરણમાં હતી ત્યારે કરી હતી. તેણે રમત રમવાની શરૂ કરી ત્યારથી તે ગાંધીનગર ખાતે ડી એલ એસ એસ માં તાલીમ મેળવી રહી હતી. અને ગયા વર્ષ થી નડિયાદ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં તાલીમ મેળવી રહી છે. ગુજરાત ફર્સ્ટની ટીમ સાથેની ખાસ વાતચીતમાં કિંજલે જણાવ્યું કે તેના માતા પિતા બંને પાટણમાં ખેતી કરે છે અને તેની એક નાની બહેન પણ છે જે તેના જેમ જ એથલેટિક્સમાં છે. કિંજલના માતા પિતા ખેતી કરતા હોવા છતાં પણ તેને રમત ગમત માં ખૂબ જ પ્રોત્સાહિત કરે છે અને ખુબ જ સારી રીતે આગળ વધવા માટે પ્રેરિત પણ કરે છે.
NIDJAM જેવી ઇવેન્ટ સ્પોર્ટ્સના ભવિષ્ય માટે ખુબ જ ફાયદાકારક
હાલ તે નડિયાદમાં તાલીમ મેળવી રહી છે અને તેને રોજ સારી રીતે તાલીમ આપવામાં આવે છે . તેના સાથે અહીં NIDJAM માં તેના કોચ શ્રદ્ધા ગુલેલ આવ્યા હતા. તેમની સાથે પણ ગુજરાત ફર્સ્ટ ની ટીમ દ્વારા વાત કરવામાં આવી હતી ત્યારે તેમણે જણાવ્યું કે, NIDJAM જેવી ઇવેન્ટ આગળ જઈને સ્પોર્ટ્સના ભવિષ્ય માટે ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવી રમતોથી આગળ જઈને નીરજ ચોપડા જેવા ઘણા એથ્લેટ મળી શકે છે.
ગયા વર્ષે બિહાર પટનામાં તેણે ભાગ લીધો હતો
કિંજલ ઠાકોરે NIDJAM માં આ વર્ષે બીજી વાર ભાગ લીધો છે. આ પહેલા ગયા વર્ષે બિહાર પટનામાં તેણે ભાગ લીધો હતો. તે ત્યારે 8 માં નંબર પર આવી હતી. અને હાલ ગુજરાત માં આયોજિત NIDJAM માં તેણે ગોલ્ડ મેડલ મેળવ્યો છે.
સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ જીત્યો
ઉપરાંત નેશનલ ઈન્ટર ડિસ્ટ્રીક્ટ જૂનિયર એથ્લેટીક્સ મીટ (NIDJM)માં સુરતની હની ચૌધરીએ અંડર 14 ટ્રાયથ્લોન ગ્રુપ-B કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ત્રીજું સ્થાન મેળવ્યું છે. હનીએ બેક થ્રોમાં હાઈએસ્ટ 902 પોઈન્ટ મેળવ્યા હતા. હની રોજ 4 કલાક પ્રેક્ટીસ કરતી હતી. તેને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવું છે. તેને તેના માતા પિતાનો પણ ખઉબ જ સહકાર મળી રહ્યો છે. હની અત્યારે સુરત ડિસ્ટ્રીક્ટ એથ્લેટિક એસોસિએશન સાથે જોડાઇને તાલિમ પ્રાપ્ત કરી રહી છે. હનીના પિતા પોલીસ વિભાગમાં છે અને તે પણ ટ્રાયથ્લોન ઇન્ડિયામાં મેડલ જીતી ચુક્યા છે. તેની મોટી બહેન ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી પ્લેયર રહી ચૂકી છે તો ેના નાના પણ એથ્લિટ રહી ચુક્યા છે.
અહેવાલ---મૈત્રી મકવાણા, અમદાવાદ
આ પણ વાંચો---NIDJAM SUCCESS : વ્યાજે પૈસા લઇ આવેલા અનંત કુમારે સિલ્વર મેડલ જીત્યો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ