Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Kim Jong Un - Vladimir Putin : કિમે પુતિનને આપી આ ખાસ રિટર્ન ગિફ્ટ, જાણો એવું તો શું છે...

ઉત્તર કોરિયા અને રશિયાની મિત્રતાએ અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. ઉત્તર કોરિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un) ખુદ પુતિનને...
kim jong un   vladimir putin   કિમે પુતિનને આપી આ ખાસ રિટર્ન ગિફ્ટ  જાણો એવું તો શું છે

ઉત્તર કોરિયા અને રશિયાની મિત્રતાએ અમેરિકા અને યુરોપ સહિત અનેક દેશોની ઊંઘ હરામ કરી દીધી છે. ઉત્તર કોરિયામાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin)નું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન (Kim Jong Un) ખુદ પુતિનને રિસીવ કરવા અને વિદાય આપવા એરપોર્ટ પહોંચ્યા હતા. બંને દેશો વચ્ચે ઘણા મોટા કરારો પણ થયા છે. તેમની મિત્રતાને યાદગાર બનાવવા પુતીને કિમ જોંગ ઉન (Kim Jong Un)ને એક લકઝુરિયસ કાર ગીફ્ટ કરી હતી અને કિમે તેને રિટર્ન ગિફ્ટ પર આપી હતી. કિમે રાષ્ટ્રપતિ પુતિનને જે વસ્તુ ભેટમાં આપી છે તે ખૂબ જ ખાસ છે.

Advertisement

કિમે પુતિનને શ્વાન ગિફ્ટમાં આપ્યા...

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને પંગસાન શ્વાનઓ ભેટમાં આપ્યા છે. એક અહેવાલમાં જોવા મળે છે કે, કિમ જોંગ ઉન (Kim Jong Un) અને પુતિન કોરિયન સેન્ટ્રલ ટેલિવિઝન પર પ્રસારિત થયેલા ચિત્રોમાં આ કૂતરાઓ સાથે રમતા જોવા મળ્યા હતા. કિમ એક શ્વાનને ગાજર ખવડાવતો જોવા મળ્યો હતો જ્યારે પુતિન બીજા શ્વાનનું માથા પર હાથ ફેરવતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે આ કૂતરાઓમાં એવું શું ખાસ છે કે કિમે તેમને પુતિનને આપવાનું પસંદ કર્યું.

Advertisement

શ્વાનઓ છે ખૂબ ખાસ...

તમને જણાવી દઈએ કેમ પંગસન જાતિના શ્વાન માત્ર ઉત્તર કોરિયામાં જ જોવા મળે છે. તેઓ ખૂબ જ ખતરનાક અને આક્રમક માનવામાં આવે છે. કોરિયન લોકો પ્રાચીન સમયથી વાઘ, રીંછ અને જંગલી ડુક્કરનો શિકાર કરવા માટે આ કૂતરાઓનો ઉપયોગ કરે છે. 1956 માં ઉત્તર કોરિયાએ તેને રાષ્ટ્રીય કૂતરાનો દરજ્જો આપ્યો હતો. તેમની જાળવણીનો ખર્ચ પણ ઘણો વધારે છે. એવું માનવામાં આવે છે કે કૂતરાઓની જોડીની કિંમત દર મહિને આશરે 1.50 લાખ રૂપિયા છે. પુંગસન શ્વાન ખૂબ જ વફાદાર તરીકે ઓળખાય છે. આ શ્વાન આક્રમક સ્વભાવના હોય છે અને શિકાર કરવાની કોઈ તક છોડતા નથી. તેમની આંખો નાની અને ઊંડી હોય છે. ખૂબ જ પોઇન્ટેડ કાન અને પીઠ પર લટકતી જાડી પૂંછડી તેમની ઓળખ છે. આ કૂતરાઓના વાળ જાડા અને ખૂબ જ નરમ હોય છે.

પુતિનની ખાસ ભેટ...

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, પુતીને કિમ જોંગ ઉન (Kim Jong Un)ને રશિયન બનાવટની ઓરસ સેનેટ લીમોઝીન (Aurus Senat Limousine) કાર ગિફ્ટ કરી છે. કારની ખાસિયત એવી છે કે તેની સામે દુનિયાભરના વાહનો ભરાય છે. ફીચર્સ આ કરને સંપૂર્ણ બંકર બનાવે છે. આ કાર 6.70 મીટર લાંબી છે અને તેનું વજન 2,700 કિલો છે. કારને સંપૂર્ણપણે બુલેટ પ્રૂફ બનાવવામાં આવી છે. તેને ગોળીઓ કે બોમ્બથી અસર થતી નથી. કારમાં સ્વયં-સમાવેલા ઓક્સિજન સપ્લાય સિસ્ટમ છે, જ્યારે ત્યાર ફ્લેટ રબરના બનેલા છે. કારની અંદર જ એક સુરક્ષિત લાઈન કોમ્યુનિકેશન સિસ્ટમ છે, જે દુનિયામાં ગમે ત્યાં વાત કરવાની સુવિધા પૂરી પાડે છે. આ કાર ઘણા પ્રકારના ઘાતક હથિયારોથી સજ્જ છે જે તેને ફાઈટીંગ મશીનમાં પરિવર્તિત કરે છે.

Advertisement

આ પણ વાંચો : Crows : આ દેશની સરકારે કાગડાઓ સામે યુદ્ધ જાહેર કર્યું

આ પણ વાંચો : રશિયાના રાષ્ટ્રપતિએ કિમ જોંગ ઉનને ભેટમાં આપી લક્ઝુરિયસ કાર, જાણો તેની ખાસિયત

આ પણ વાંચો : Migration Report 2023: ભારત છોડીને વિદેશમાં જતા કરોડપતિની સંખ્યા કરતા, દેશ નવા જન્મેલા કરોડપતિની સંખ્યા વધારે

Tags :
Advertisement

.