Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala: પદ્મનાભ સ્વામી મંદિરમાં ચોરી,1વિદેશી સહિત 3 લોકોની ધરપકડ

કેરળમાં શ્રી પદ્મનાથ સ્વામી મંદિરમાં ચોરીનો મામલો એક વિદેશી મહિલા સહિત ત્રણ લોકોની હરિયાણાથી ધરપકડ મુખ્ય આરોપી ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાની મળી જાણકારી kerala: કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં (padmanabhaswamytemple )થયેલી ચોરી(thef)ના કેસમાં એક વિદેશી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી...
kerala  પદ્મનાભ સ્વામી મંદિરમાં ચોરી 1વિદેશી સહિત 3 લોકોની ધરપકડ
Advertisement
  • કેરળમાં શ્રી પદ્મનાથ સ્વામી મંદિરમાં ચોરીનો મામલો
  • એક વિદેશી મહિલા સહિત ત્રણ લોકોની હરિયાણાથી ધરપકડ
  • મુખ્ય આરોપી ઓસ્ટ્રેલિયાનો નાગરિક હોવાની મળી જાણકારી

kerala: કેરળના પદ્મનાભ સ્વામી મંદિરમાં (padmanabhaswamytemple )થયેલી ચોરી(thef)ના કેસમાં એક વિદેશી સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હરિયાણા(haryana)થી આ ત્રણેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. આ ઘટનાનો મુખ્ય આરોપી ઓસ્ટ્રેલિયાનો નાગરિક છે.

મુખ્ય આરોપીની ઘરપકડ

મુખ્ય આરોપીએ બે મહિલા આરોપીઓ સાથે મળીને આ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. તમને જણાવી દઈએ કે ગયા ગુરુવારે પદ્મનાભ સ્વામી મંદિરમાં ચોરી થઈ હતી. જો કે ઘટના બાદ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ બાદ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. કેરળ પોલીસે હરિયાણામાં ગુડગાંવ પોલીસની મદદથી હાથ ધરેલા સર્ચ દરમિયાન આ ટોળકીને ફાઈવ સ્ટાર હોટલમાંથી પકડવામાં આવી હતી. મળતી માહિતી મુજબ મુખ્ય શંકાસ્પદ ડોક્ટર છે અને તેની પાસે ઓસ્ટ્રેલિયન નાગરિકતા છે. ગયા ગુરુવારે આ ટોળકીએ પદ્મનાભ સ્વામી મંદિરની મુલાકાત લીધી હતી.

Advertisement

Advertisement

આ પણ  વાંચો -Prashant Vihar Blast: દિલ્હીના પ્રશાંત વિહાર વિસ્તારમાં આવેલી CRPF સ્કૂલ પાસે થયો બોમ્બ બ્લાસ્ટ

કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં થઈ ચોરી

આ દરમિયાન આ ટોળકીએ મંદિરની અંદરથી પૂજા માટે ઉપયોગમાં લેવાતી ઉરુલીની ચોરી કરી હતી. શ્રી પદ્મનાભ સ્વામી મંદિરમાં લગભગ 200 પોલીસ કર્મચારીઓ અને એસપી, ડીએસપી અને ચાર સીઆઈ સહિત ટોચના પોલીસ અધિકારીઓ સુરક્ષામાં તૈનાત છે, તેમ છતાં મંદિરમાં ચોરીની ઘટના બની છે. આ વિસ્તારને ઉચ્ચ સ્તરીય સુરક્ષા ઝોન જાહેર કરવામાં આવ્યો છે તો પણ મંદિરમાં ચોરીની ઘટના બની કેવી રીતે તે એક મોટો સવાલ છે.

આ પણ  વાંચો -Bihar: લ્યો બોલો! પતિ 4 વર્ષ જેની હત્યાના ગુના માટે જેલમાં રહ્યો તે પત્ની તો જીવતી નીકળી

ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ અનેક સવાલો

આ ટોળકીએ મેટલ ડિટેક્ટર સહિતની તમામ સુરક્ષા વ્યવસ્થાઓને પાર કરીને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કેસમાં વળાંક ત્યારે આવ્યો જ્યારે પોલીસને ગુરુવારે જ પૂજા રોલીની ચોરી કરતી ગેંગના વીડિયો ફૂટેજ મળ્યા. ત્યારબાદ સીસીટીવી તપાસ કરતા આરોપીઓની હરિયાણાથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓને આજે બપોરે તિરુવનંતપુરમ લાવવામાં આવશે, આ હાઈ સિક્યોરિટી ઝોન વિસ્તારમાં બનેલી ચોરીની ઘટનાથી પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠયા  છે.

Tags :
Advertisement

.

×