Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kerala News : ખ્રિસ્તી પ્રાર્થના સભામાં જોરદાર વિસ્ફોટ, એકનું મોત, 20 થી વધુ ઘાયલ

કેરળના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કન્વેન્શન સેન્ટરમાં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના ચાલી રહી હતી. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય...
kerala news   ખ્રિસ્તી પ્રાર્થના સભામાં જોરદાર વિસ્ફોટ  એકનું મોત  20 થી વધુ ઘાયલ
Advertisement

કેરળના એર્નાકુલમમાં કલામસેરી સ્થિત એક કન્વેન્શન સેન્ટરમાં જોરદાર વિસ્ફોટ થયો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે કન્વેન્શન સેન્ટરમાં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના ચાલી રહી હતી. આ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું છે જ્યારે 20થી વધુ લોકો ઘાયલ હોવાનું કહેવાય છે. કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત ત્રિદિવસીય કાર્યક્રમનો આજે છેલ્લો દિવસ હતો. વિસ્ફોટ કેવી રીતે થયો અને તેનું કારણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી. બ્લાસ્ટ થયો ત્યારે હોલમાં 2 હજારથી વધુ લોકો હાજર હતા. વિસ્ફોટ અંગે પોલીસ દ્વારા હજુ સુધી કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે વિસ્ફોટ સવારે 9 વાગ્યાની આસપાસ થયો હતો અને પોલીસની મદદ માટે કોલ આવ્યો હતો. ઘટના બાદ કેટલાક વીડિયો સામે આવ્યા છે જેમાં બચાવ અને રાહત કાર્યકરો અને પોલીસ કર્મચારીઓ ઘાયલોને ઘટના સ્થળેથી બહાર કાઢી રહ્યા છે. વિસ્ફોટ બાદ કન્વેન્શન સેન્ટરની બહાર સેંકડો લોકો જોવા મળ્યા હતા.

Advertisement

Advertisement

કેરળના મંત્રીનું નિવેદન

એર્નાકુલમમાં વિસ્ફોટની અનેક ઘટનાઓ પર પ્રતિક્રિયા આપતા, કેરળના ઉદ્યોગ મંત્રી અને કલામાસરીના ધારાસભ્ય પી રાજીવે કહ્યું, 'મેં તમામ અધિકારીઓ સાથે વાત કરી છે. તમામ સૂચનાઓ જારી કરી દેવામાં આવી છે. અમે હજુ સુધી કારણ ઓળખી શક્યા નથી. તપાસ પૂર્ણ થવા દો. હાલ ઘટના સ્થળની નજીક કોઈને જવા દેવામાં આવશે નહીં.

આ વિસ્ફોટ યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના દરમિયાન થયો હતો

રવિવારે અહીં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના સભા થઈ રહી હતી. વિસ્ફોટમાં ઘાયલ થયેલા 20થી વધુ લોકોને સરકારી મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ફાયર બ્રિગેડના જવાનોએ દાઝી ગયેલા મૃતદેહને બહાર કાઢ્યો છે અને મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે. જાણવા મળ્યું છે કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે પ્રાર્થના સભા ચાલી રહી હતી. આ દરમિયાન કેટલાક લોકો ઘટનાસ્થળે જ ઘાયલ થયા હતા જ્યારે કેટલાક લોકો મીટિંગ હોલમાંથી ભાગતા સમયે ઘાયલ થયા હતા. અહેવાલો અનુસાર, કલામસેરીમાં ઝમરા ઇન્ટરનેશનલ કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટરમાં 2000 થી વધુ લોકો યહોવાહના સાક્ષીઓના ત્રણ દિવસીય સંમેલનમાં હાજર રહ્યા હતા.સૂત્રો અનુસાર, હોલની અંદર લગભગ ત્રણ વિસ્ફોટ થયા હતા.

યહોવાહના સાક્ષીઓ શું છે?

ચાલો તમને જણાવીએ કે યહોવાહના સાક્ષીઓ ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય છે જેની ધાર્મિક માન્યતાઓ મુખ્ય પ્રવાહના ખ્રિસ્તી ધર્મથી અલગ છે. તેના ઘણા કાર્યક્રમો સમયાંતરે વૈશ્વિક સ્તરે યોજવામાં આવે છે. યહોવાહના સાક્ષીઓના સિદ્ધાંતો તેમની નિયામક જૂથ દ્વારા નક્કી કરવામાં આવે છે.

આ પણ વાંચો : Chandra Grahan 2023 : વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ સમાપ્ત, ભારતમાં જોવા મળ્યો અદ્ભુત નજરો… Video

Tags :
Advertisement

.

×