ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Kejriwal : એક નિવેદન અને ફસાયા કેજરીવાલ...!

Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ગુરુવારે મોડી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. કેજરીવાલ (Arvind Kejriwal)ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આ કેસમાં 100 કરોડની લાંચનો...
12:41 PM Mar 22, 2024 IST | Vipul Pandya
kejriwal arrest

Kejriwal : દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal)ની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે ગુરુવારે મોડી રાત્રે તેમના ઘરેથી ધરપકડ કરી હતી. કેજરીવાલ (Arvind Kejriwal)ની દિલ્હી એક્સાઇઝ પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી છે. દરમિયાન આ કેસમાં 100 કરોડની લાંચનો મામલો પણ વારંવાર સામે આવી રહ્યો છે. તો એક્સાઇઝ કૌભાંડમાં સાઉથ લોબી પાસેથી 100 કરોડની લાંચ સાથે કેજરીવાલનું શું જોડાણ છે? આવો જાણીએ..બીજી તરફ કેજરીવાલે સુપ્રીમમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે.

આ એક નિવેદને સમસ્યાઓમાં વધારો કર્યો

EDની ચાર્જશીટ મુજબ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ મગુંટા શ્રીનિવાસુલુના નિવેદનને કારણે એક્સાઇઝ કૌભાંડમાં ફસાયા હતા. EDની ચાર્જશીટ મુજબ, મગુંટા શ્રીનિવાસુલુએ 14 જુલાઈ, 2023ના રોજ આપેલા પોતાના નિવેદનમાં તપાસ એજન્સીને કહ્યું કે, માર્ચ 2021માં દિલ્હીમાં દારૂના વ્યવસાયના ખાનગીકરણની જાહેરાત જોઈને હું અરવિંદ કેજરીવાલને મળ્યો હતો. તેમની ઓફિસે મને માર્ચ, 2021માં સંસદના સત્ર દરમિયાન 16 માર્ચ સાંજે 4:30 વાગ્યાનો સમય આપ્યો હતો.

100 કરોડની ઓફર

મગુંટા શ્રીનિવાસુલુએ EDને જણાવ્યું છે કે અરવિંદ કેજરીવાલે તે સમયે મગુંટાને કહ્યું હતું કે તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્ર શેખર રાવની પુત્રી કે કવિતાએ પણ દિલ્હીમાં દારૂનો ધંધો કરવા માટે મારો સંપર્ક કર્યો હતો. તેમણે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા દાનની ઓફર કરી છે. તે તમને આ દારૂના વ્યવસાય માટે કૉલ કરશે અથવા તમે તેને કૉલ કરી શકો છો કારણ કે તેની ટીમ પહેલેથી જ તેના પર કામ કરી રહી છે.

કેજરીવાલ અને કે કવિતા વચ્ચે મિલીભગતનો આરોપ

EDની ચાર્જશીટ મુજબ, મગુંટા શ્રીનિવાસુલુના પુત્ર રાઘવ મગુંટાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે કે કવિતા અને તેના પિતા વચ્ચે સમજૂતી બાદ તેણે સાઉથ લોબીના અભિષેક બોઈનપિલ્લાઈ અને બૂચી બાબુને 25 કરોડ રૂપિયા રોકડા આપ્યા. આ જ કારણ છે કે EDએ દાવો કર્યો છે કે કે.કવિતાએ અરવિંદ કેજરીવાલ સાથે મળીને સમગ્ર ષડયંત્ર રચ્યું હતું. આથી હવે અરવિંદ કેજરીવાલના રિમાન્ડ મેળવ્યા બાદ ઇડી કવિતા અને કેજરીવાલને સામસામે બેસીને પૂછપરછ કરશે.

આ પણ વાંચો---- ARVIND KEJRIWAL : ED ને અરવિંદ કેજરીવાલના ઘરેથી શું મળ્યું? ‘આપ’ નેતાએ જણાવી વિગત

આ પણ વાંચો---- Arvind Kejriwal Net Worth : હરિયાણામાં પત્નીના નામે આલીશાન ઘર, 32 લાખ રૂપિયાની કિંમતનું સોનું…

આ પણ વાંચો---- Aam Aadmi Party : મનીષ સિસોદિયા, સંજય સિંહ સહિત આ નેતાઓ જઈ ચૂક્યાં છે જેલ, જાણો વિગત

Tags :
Arvind KejriwalDelhi Chief Ministerdelhi excise policyEnforcement DirectorateMoney Laundering Case
Next Article