ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

KEDARNATH ઉપર ફરી આવશે કુદરતી આપદા? IMD એ જાહેર કર્યું રેડ એલર્ટ

KEDARNATH ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળમાનું એક છે. દર વર્ષે કેદારનાથમાં બાબા કેદારના દર્શનાર્થે લાખો ભક્તો આવે છે. ચોક્કસપણે કેદારનાથ વિશ્વભરમાં વસતા કરોડો હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. KEDARNATH ઉપર વર્ષ 2013 માં આવેલી કુદરતી આપદા વિશે તો સૌને ખબર...
05:33 PM Jul 02, 2024 IST | Harsh Bhatt

KEDARNATH ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળમાનું એક છે. દર વર્ષે કેદારનાથમાં બાબા કેદારના દર્શનાર્થે લાખો ભક્તો આવે છે. ચોક્કસપણે કેદારનાથ વિશ્વભરમાં વસતા કરોડો હિન્દુઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. KEDARNATH ઉપર વર્ષ 2013 માં આવેલી કુદરતી આપદા વિશે તો સૌને ખબર જ છે. એ દર્દનાક ઘટનાની યાદો હજી પણ લોકોમાં જીવંત છે. આ વખતે પણ ઉત્તરાખંડમાં ભારે વરસાદની સંભાવના છે. ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં ચોમાસુ પ્રવેશવા જઈ રહ્યું છે. જેના કારણે હવે ચારધામમાંથી એક કેદારનાથ ચર્ચામાં આવ્યું છે. . ભારતીય હવામાન વિભાગ (IMD) એ આ અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની શક્યતા

ચોમાસાની ઋતુ આવતાની સાથે જ ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીર સહિત હિમાલયના ઘણા રાજ્યોમાં આગામી થોડા દિવસોમાં ભારે વરસાદની સંભાવના છે. IMDના જણાવ્યા અનુસાર, કેટલીક જગ્યાએ વાદળ ફાટવાની શક્યતા છે. તે જ સમયે, ભારે વરસાદને કારણે ભૂસ્ખલન અને પૂર આવી શકે છે, ખાસ કરીને ઉત્તરાખંડમાં. કદાચ આ જ કારણ છે કે IMD એ ઉત્તરાખંડ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. કેદારનાથ ઉત્તરાખંડનું એવું સ્થળ છે કે જ્યાં મોટી સંખ્યામાં લોકોનો ઘસારો રહેતો હોય છે. તેના કારણે હવે હવામાન વિભાગના દ્વારા અહી કેદારનાથની આસપાસના તળાવોનો અભ્યાસ કરી રહ્યું છે. આનાથી સ્પષ્ટ થાય છે કે કેદાર ઘાટીમાં ખતરો વધુ છે.

KEDARNATH મંદિરથી લગભગ 4000 મીટરની ઉંચાઈ પર ઘણા બર્ફીલા તળાવો

કેદારનાથ ધામ મંદાકિની નદીની આસપાસ છે. કેદારનાથ મંદિરથી લગભગ 4000 મીટરની ઉંચાઈ પર ઘણા બર્ફીલા તળાવો છે. હવામાન વિભાગ આ તળાવોની ઉંચાઈ, ઊંડાઈ અને પાણીનું પ્રમાણ ચકાસી રહ્યું છે. જેથી ભારે વરસાદ દરમિયાન તળાવ તૂટવા કે વાદળ ફાટવા જેવી ઘટનાઓની અગાઉથી આગાહી કરી શકાય. ઉલ્લેખનીય છે કે ચોરાબારી તળાવ 2013ની દુર્ઘટનાનું મુખ્ય કારણ હતું. હા, ચોરાબારી તળાવ પર વાદળ ફાટવાને કારણે તળાવ પાણીથી ભરાઈ ગયું હતું.

વર્ષ 2013 ની ઘટના હજી પણ ડરાવે તેવી

વર્ષ 2013 માં આવેલી કુદરતી આપદામાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ દુર્ઘટનામાં મૃત્યુઆંકની વાત કરીએ તો 6000 થી વધુ લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ગુમ થયા હતા. ચોરાબારી તળાવ પર વાદળ ફાટવાને કારણે તળાવ પાણીથી ભરાઈ ગયું હતું. વધારે પાણીના કારણે તળાવ તૂટી ગયું અને તેનું તમામ પાણી મંદાકિની નદીમાં વહેવા લાગ્યું. મંદાકિની નદીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી સમગ્ર કેદાર ખીણનો નાશ કર્યો હતો.

આ પણ વાંચો : વિપક્ષને PM મોદીનો જવાબ, પહેલા દેશ નિરાશાથી ભરેલો હતો પણ હવે…

Tags :
2013UttarakhandDisasterClimateChangeImpactDisasterManagementheavy rainHimalayanFloodsIMDKedarnathDisasterkedarnathtempleKedarnathTragedymausam vibhagNaturalCalamityRed AlertRescueOperationsUttarakhandUttarakhandFloods
Next Article