Salangpur : તો...કરણી સેના સાળંગપુરમાં હલ્લા બોલ કરશે
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં...
સાળંગપુર (Salangpur) હનુમાનજી મંદિર ખાતે કિંગ ઓફ સાળંગપુર (King of Salangpur) નામથી થોડા મહિના અગાઉ 54 ફૂટની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમાના બેઝમેન્ટ પર મંદિર વહીવટી વિભાગ દ્વારા હનુમાનજીના ચરિત્ર પર ના અલગ અલગ રીત ભીંત ચિત્રો દર્શાવવામાં આવ્યા હતા જે ચિત્રોમાં હનુમાનજી દાદા સ્વામિનારાયણ ભગવાનના બાલ્ય અવસ્થા રૂપે ના નીલકંઠવર્ણીના દાસ બનીને બેઠા હોય તે પ્રમાણે દર્શાવાયા હતા. આ ચિત્રોથી ભારે વિવાદ ફેલાયો છે. આ મામલે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે મંદિર પ્રશાસનને 4 સપ્ટેમ્બર સુધીનો સમય અપાયો છે અને જો 4 સપ્ટેમ્બર સુધી ચિત્રો ના હટાવાયા કરણ સેના સાળંગપુર ખાતે હલ્લા બોલ કરશે.
કરણી સેના સાળંગપુર ખાતે હલ્લા બોલ કરશે
સાળંગપુર વિવાદાસ્પદ ચિત્રોના મામલે હવે કરણી સેના પણ મેદાનમાં આવી છે. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે મંદિર પ્રશાસનને 4 સપ્ટેમ્બરનો સમય આપ્યો છે.તેમણે કહ્યું કે જો 4 સપ્ટેમ્બર સુધી ચિત્રો ના હટાવાયા તો કરણી સેના સાળંગપુર ખાતે હલ્લા બોલ કરશે. તેમણે જરુર પડ્યે જાતે પ્રતિમા હટાવશું તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.
પોલીસ બંદોબસ્ત ખડકાયો
બીજી તરફ જે રીતે વિવાદ વકરી રહ્યો છે તે જોતાં ગઢડામાં આવેલ બંને સ્વામિનારાયણ મંદિરમાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. ગઢડા BAPS અને ગોપીનાથજી દેવ મંદિરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. સાળંગપુર મંદિરના વિવાદને લઈને ગઢડાના બંને સ્વામિનારાયણ મંદિરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
આ પણ વાંચો---SALANGPUR: હનુમાનજીના વિવાદાસ્પદ ચિત્રોના મુદ્દે સનાતન સંતો અને સ્વામિનારાયણ સંતો વચ્ચે ઉગ્ર દલીલો
Advertisement