રેપ અંગે અલ્હાબાદ HC ની ટિપ્પણી પર ભડક્યા કપિલ સિબ્બલ, કહ્યું- લોકોનો ન્યાયતંત્ર પર વિશ્વાસ...
- અલ્હાબાદા HC એ જાતીય ગુનાઓ સબંધિત કરેલ ટિપ્પણીનો મામલો
- કાયદાકીય નિષ્ણાંતોએ ટિપ્પણીની કરી નિંદા
- લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશેઃ કપિલ સિબ્બલ
જાતીય ગુનાઓ સંબંધિત કેસમાં અલ્હાબાદ હાઈકોર્ટ (Allahabad High Court) દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની કાયદાકીય નિષ્ણાતોએ શુક્રવારે (22 માર્ચ, 2025) નાં રોજ નિંદા કરી છે. હાઈકોર્ટે આ કેસમાં ચુકાદો આપતી વખતે કહ્યું હતું કે છોકરીના ગુપ્ત ભાગ અને અને તેના પાયજામાની દોરી તોડવાને બળાત્કાર અથવા બળાત્કારનો પ્રયાસ ગણી શકાય નહીં
વરિષ્ઠ વકીલ અને સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ કપિલ સિબ્બલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં કહ્યું કે, ભગવાન જ આ દેશને બચાવે, કેમ કે ખુરસી પર ન્યાયાધી બિરાજમાન છે. સુપ્રિમ કોર્ટે ભૂલ કરનારા ન્યાયાધીશો સાથે ખૂબ ઉદાર રહી છે.
કપિલ સિબ્બલે કહ્યું કે ન્યાયાધીશો, ખાસ કરીને હાઈકોર્ટના ન્યાયાધીશોએ આવી ટિપ્પણીઓ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે અને લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.
તેમણે કહ્યું કે, મને લાગે છે કે આવી વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરવી અયોગ્ય છે કારણ કે વર્તમાન સમયમાં ન્યાયાધીશ જે કંઈ પણ કહે છે તે સમાજને સંદેશ આપે છે.જો ન્યાયાધીશો ખાસ કરીને હાઈકોર્ટના ન્યાયાધીશો આવી ટિપ્પણીઓ કરશે તો તેનાથી સમાજમાં ખોટો સંદેશ જશે અને લોકોનો ન્યાયતંત્ર પરથી વિશ્વાસ ઉઠી જશે.
કાયદાકીય નિષ્ણાતોએ ન્યાયાધીશોને સંયમ રાખવા હાકલ કરી. તેમણે કહ્યું કે આવી ટિપ્પણીઓ લોકોનો ન્યાયતંત્રમાં વિશ્વાસ ઘટાડે છે. વરિષ્ઠ વકીલ અને ભૂતપૂર્વ એડિશનલ સોલિસિટર જનરલ પિંકી આનંદે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ખાસ કરીને સતીશ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય જેવા કેસ પછી અલ્હાબાદ હાઈકોર્ટના નિર્ણયે બળાત્કારના પ્રયાસના જઘન્ય ગુનાને ઓછો આંક્યો છે. જે ન્યાયની મજાક છે.
પિંકી આનંદે પીટીઆઈને જણાવ્યું હતું કે, છોકરીના ગુપ્તાંગને પકડવા, તેના પાયજામાની દોરી તોડી નાખવા, તેને ઢસડીને નીચે ખેંચવાનો પ્રયાસ કરવો અને દરમિયાનગીરી કર્યા પછી જ ભાગી જવા જેવા તથ્યોને ધ્યાનમાં રાખીને આ કેસ સ્પષ્ટપણે બળાત્કારના પ્રયાસની શ્રેણીમાં આવે છે. જેમાં 11 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાના ઈરાદાથી દરેક શક્ય કૃત્ય કરવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે હવે ફરીથી જાગૃત થવાનો સમય આવી ગયો છે. પિંકી આનંદે કહ્યું, જે લોકો કાયદાનું ઉલ્લંઘન કરે છે અને મહિલાઓ અને બાળકો વિરુદ્ધ ગુના કરે છે તેમને માફ કરી શકાય નહીં અને આ નિર્ણય સ્પષ્ટપણે ખોટો છે કારણ કે તે આ હકીકતને અવગણે છે. મને પૂરો વિશ્વાસ છે કે આવા નિર્ણયને યોગ્ય રીતે રદ કરવામાં આવશે અને ન્યાય થશે.
વરિષ્ઠ વકીલ વિકાસ પાહવાએ જણાવ્યું હતું કે અલ્હાબાદ હાઈકોર્ટનું અર્થઘટન બળાત્કારના પ્રયાસને સંકુચિત રીતે વ્યાખ્યાયિત કરીને ચિંતાજનક મિસાલ સ્થાપિત કરે છે. વિકાસ પાહવાએ કહ્યું, આવા નિર્ણયો જાતીય હિંસાના પીડિતોને રક્ષણ આપવા માટે ન્યાયિક પ્રણાલીની પ્રતિબદ્ધતામાં જનતાના વિશ્વાસને ખતમ કરવાનો ભય રાખે છે. આવા નિર્ણયો પીડિતોને આગળ આવવાથી પણ નિરાશ કરી શકે છે. કારણ કે તેમને ડર છે કે તેમના ગુનાઓને ઓછા દર્શાવવામાં આવશે અથવા કાઢી નાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Delhi : શાહીન બાગમાં આવેલા જૂતાના શોરૂમમાં લાગી ભયાનક આગ!
તેમણે કહ્યું, એ મહત્વનું છે કે ન્યાયતંત્ર વધુ પીડિત-કેન્દ્રિત અભિગમ અપનાવે અને ખાતરી કરે કે બળાત્કાર કરવાના ઇરાદાને દર્શાવતા કૃત્યોને યોગ્ય રીતે ઓળખવામાં આવે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવે. જેથી ન્યાય વ્યવસ્થામાં લોકોનો વિશ્વાસ જાળવી શકાય અને સંભવિત ગુનેગારોને અટકાવી શકાય.
વિકાસ પાહવાએ જણાવ્યું હતું કે સમન્સ જારી કરવાના તબક્કે અદાલતો સામાન્ય રીતે પુરાવાના વિશ્લેષણમાં ઊંડાણપૂર્વક ગયા વિના આરોપોના આધારે પ્રથમ દૃષ્ટિએ કેસ બનાવવામાં આવે છે કે કેમ તેનું મૂલ્યાંકન કરે છે. તેમણે કહ્યું, આ પ્રારંભિક તબક્કે ગુનાની પ્રકૃતિનું પુનઃમૂલ્યાંકન કરીને હાઇકોર્ટે તેના અધિકારક્ષેત્રનો અંત લાવ્યો છે. કારણ કે આવું મૂલ્યાંકન સામાન્ય રીતે ટ્રાયલ તબક્કે થાય છે.
વરિષ્ઠ વકીલ પીકે દુબે વિકાસ પાહવાના મંતવ્ય સાથે સંમત થયા અને કહ્યું કે આવી અર્થઘટન યોગ્ય નથી. તેમણે કહ્યું, ન્યાયાધીશના વ્યક્તિગત વિચારો માટે કોઈ સ્થાન નથી અને તેમણે સ્થાપિત કાયદા અને ન્યાયશાસ્ત્રનું પાલન કરવું જોઈએ.
આ પણ વાંચોઃ Delhi : શાહીન બાગમાં આવેલા જૂતાના શોરૂમમાં લાગી ભયાનક આગ!
પીકે દુબેએ જણાવ્યું હતું કે જાતીય ગુનાઓ સંબંધિત કેસોમાં એ ધ્યાનમાં લેવામાં આવે છે કે શું જાતીય ઇરાદો કોઈપણ સ્વરૂપમાં વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ એ હકીકત પણ ધ્યાનમાં લેવામાં આવે છે કે શું પીડિતાને આ કૃત્યથી દુઃખ થયું હતું. તેમણે કહ્યું, જાતીય પ્રવેશ જરૂરી નથી અને આવા કૃત્યો પણ જાતીય કૃત્ય સમાન છે જેના માટે વ્યક્તિને સજા થઈ શકે છે.પીડિતાના ગુપ્ત ભાગોને સ્પર્શ કરવો પૂરતું છે અને તે બળાત્કાર સમાન છે.
આ કેસ ઉત્તર પ્રદેશના કાસગંજમાં 11 વર્ષની એક છોકરીનો છે, જેના પર 2021 માં બે પુરુષોએ હુમલો કર્યો હતો. અલ્હાબાદ હાઈકોર્ટના ન્યાયાધીશ રામ મનોહર નારાયણ મિશ્રાની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે ફક્ત ગુપ્તાંગ પકડવો અને પાયજામાની દોરી તોડી નાખવી એ બળાત્કારના ગુનાની શ્રેણીમાં આવતું નથી, પરંતુ આવો ગુનો મહિલાના કપડાં ઉતારવાના ઈરાદાથી તેના પર હુમલો અથવા ગુનાહિત બળનો ઉપયોગ કરવાની શ્રેણીમાં આવે છે.
આ પણ વાંચોઃ Kurukshetra માં મહાયજ્ઞ દરમિયાન પથ્થરમારો અને ગોળીબાર... 3 લોકો ઘાયલ, એકની હાલત ગંભીર