Film Kanguva પ્રથમ વિકેન્ડમાં જ થઈ ફ્લોપ, સુર્યા-બોબીની જોડી રહી અસફળ
- રિલીઝના દિવસે અસફળતા અળસાર દેખાવા લાગ્યા
- હિન્દી ભાષામાં કલેક્શન માત્ર 10 થી 11 કરોડ રૂપિયા
- ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી પણ વધુ હતું
Kanguva Box Office Collection : સાઉથ સુપરસ્ટાર Surya ની પ્રથમ પૈન ઈન્ડિયા ફિલ્મે સિનેમાઘરોમાં ખુબ જ મોટી અસફળતા પ્રાપ્ત કરી છે. તાજેતરમાં Surya અને બોબી દેઓલની Film Kanguva રિલીઝ થઈ છે. જોકે Film Kanguva ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. કારણ કે... Film Kanguva ના ટિઝર અને ટ્રેલરને દર્શકો દ્વારા ખુબ જ પ્રશંસા મળી હતી. પરંતુ જ્યારે ફિલ્મને સિનેમાઘરોમાં (Kanguva Box Office Collection) રિલીઝ કરવામાં આવી, તો Film Kanguva દર્શકોના દિલ જીતવામાં નાકામ રહી છે. કારણ કે... વિકેન્ડના દિવસે પણ Film Kanguva એ અન્ય ફિલ્મો કરતા ઓછી કમાણી કરી છે.
રિલીઝના દિવસે અસફળતા અળસાર દેખાવા લાગ્યા
Film Kanguva ના રિલીઝના દિવસે અસફળતા અળસાર દેખાવા લાગ્યા હતા. કારણ કે... Film Kanguva ના રિવ્યૂ ખુબ જ નિરાશજનક સામે આવ્યા હતા. તે ઉપરાંત Film Kanguva એ વીકએન્ડમાં પણ બોક્સ ઓફિસ ઉપર નિષ્ફળ રહી છે. તો Surya ની ફલ્મિએ પ્રથમ દિવસે માત્ર 24 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. તો હિન્દી ભાષામાં માત્ર 3.5 કરોડની કમાણી કરી હતી. તો વિકેન્ડમાં શુક્રવાર અને શનિવાર બંને મળીને સર્યાની ફિલ્મે 9.5 કરોડનું કલેક્શન કર્યું હતું. તે ઉપરાંત રવિવારે માત્ર Film Kanguva એ 10 કરોડની આસપાસ કમાણી કરી હતી.
આ પણ વાંચો: ચોથીવાર Baaghi ના અવતારમાં Tiger Shroff ના તેવર સિનેમાઘરોમાં જોવાશે
Overwhelming positive responses in Kerala for #Kanguva 😍
Book your tickets here
🔗 https://t.co/6FuJijLCrc #KanguvaRunningSuccessfully @Suriya_offl @thedeol @directorsiva @DishPatani @ThisIsDSP @StudioGreen2 @gnanavelraja007 @vetrivisuals #NishadhYusuf #Milan @supremesundar… pic.twitter.com/lTlblyvNb4— Kanguva (@KanguvaTheMovie) November 18, 2024
હિન્દી ભાષામાં કલેક્શન માત્ર 10 થી 11 કરોડ રૂપિયા
જોકે Surya અને બોબી દેઓલ Film Kanguva માં મુખ્યરૂપે જોવા મળ્યા હતા. કારણ કે... Film Kanguva ના નિર્માતાઓ દ્વારા ફિલ્મને પૈન ઈન્ડિયા બનાવવાની તૈયાર હતી. તેથી ફિલ્મમાં મુખ્ય વિલેન તરીકે દેઓલને કાસ્ટ કરવામાં આવ્યા હતા. ફિલ્મ નિર્માતાઓએ એવી આશા રાખી હતી કે, બંને દિગ્ગજ અભિનેતાઓ મળીને ફિલ્મને પૈન ઈન્ડિયાની સૌથી સફળ ફિલ્મ બનાવશે. પરંતુ Film Kanguva દર્શકોના દિલ જીતવામાં અસફળ સાબિત થઈ છે. તેનું કારણ એ છે કે હિન્દીમાં પહેલા દિવસે 3.5 કરોડની કમાણી કર્યા બાદ શુક્રવાર અને શનિવારે ફિલ્મનું કુલ હિન્દી કલેક્શન 5 કરોડ રૂપિયાથી ઓછું રહ્યું છે. અને રવિવારે હિન્દીમાં કંગુવાનું કલેક્શન ફરી 3 કરોડ રૂપિયા રહ્યું હતું.
ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી પણ વધુ હતું
ત્યારે Film Kanguva નું ચાર દિવસમાં હિન્દી ભાષામાં કલેક્શન માત્ર 10 થી 11 કરોડ રૂપિયા રહ્યું છે. તેની પાછળનું એક એ પણ કારણ હતું કે, Surya અને બોબી દેઓલની ફિલ્મને ઉત્તર ભારતમાં 2500 થી 3000 સ્ક્રીન્સ મળવાની આશા હતી. ત્યારે 4 દિવસમાં Film Kanguva નું કુલ બોક્સ ઓફિસ કલેક્શન 55 કરોડ રૂપિયા સુધી પણ નથી પહોંચી શક્યું. જ્યારે ફિલ્મનું બજેટ 350 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો: શું ફરહાન અખ્તર સૈનિકોના દિલ અને સિનેમાઘરમાં દર્શકોને જીતી શકશે?