ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Prabhas ની 500 કરોડ બજેટવાળી ફિલ્મમાં આ દિગ્ગજ અભિનેતાઓ રહેશે!

Prabhas ની ફિલ્મ Spirit માં આ કલાકારો જોવા મળી શકશે ફિલ્મ Spirit નું બજેટ 500 કરોડ નક્કી કરવામાં આવ્યું વર્ષ 2026 માં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી શકે છે Prabhas Film Spirit : Bahubali Prabhas એ વર્ષ 2014-15 પછી...
04:35 PM Oct 07, 2024 IST | Aviraj Bagda
Prabhas Film Spirit

Prabhas Film Spirit : Bahubali Prabhas એ વર્ષ 2014-15 પછી વિશ્વના ખૂણે-ખૂણે પોતાની આગાવી ઓળખાણ મેળવી છે. અભિનેતા Prabhas એ ફિલ્મ બાહુબલીથી જે પ્રશંસા મેળવી છે. તેની પ્રસિદ્ધિ વિદેશી ધરતીઓ મળી હતી. ત્યાર બાદ Prabhas ની આવેલી ફિલ્મોનો ખાસ જાદુ સિનેમાઘરોમાં જોવા નહતો મળ્યો. પરંતુ ફિલ્મ બાહુબલીથી આજદીન સુધી સૌથી વધુ ખર્ચાળ ગણાતી ફિલ્મોમાં Prabhas નું નામ મોખરે આવે છે. કારણ કે... ફિલ્મ બાહુબલી પછી Prabhas ની કોઈપણ ફિલ્મ 500 કરોડની નીચે બનતી જોવા મળી નથી. ત્યારે આ વર્ષ Prabhas ની બે ફિલ્મો સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી હતી. તે બંને ફિલ્મોએ સિનેમાઘરોમાં ધમાલ મચાવી હતી.

Prabhasની ફિલ્મ Spirit માં આ કલાકારો જોવા મળી શકશે

Prabhas ની ફિલ્મ સલાર અને Kalki 2898 AD એ સાઉથથી લઈને હિન્દી સિનેમાઘરોમાં ખલબલી મચાવી દીધી હતી. જોકે Kalki 2898 AD એ તો અનેક રેકોર્ડને તોડી પાડ્યા હતાં. તે ઉપરાંત Kalki 2898 AD ને લઈ દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે Prabhas ની આ બંને ફિલ્મોનું બજેટ 500 કરોડથી વધુ છે. ત્યારે Prabhas વધુ એક 500 કરોડની ફિલ્મ લઈને આવી રહ્યા છે. ત્યારે આ વખતે તેઓ સાઉથ અને હિન્દીમાં પ્રસિદ્ધિ દિગ્દર્શક Sandeep Reddy Vanga સાથે કામ કરતા જોવા મળી રહ્યા છે. જોકે Sandeep Reddy Vanga એ ફિલ્મ એનિમલ પહેલા જ Prabhas સાથે ફિલ્મ કરવાની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો: Singham Again Trailer : 'બાજીરાવ'ની સીતાનું થયું હરણ, લેડી સિંઘમ બની ધૂમ મચાવશે દીપિકા પાદુકોણ

ફિલ્મ Spirit નું બજેટ 500 કરોડ નક્કી કરવામાં આવ્યું

Sandeep Reddy Vanga એ અભિનેતા Prabhas સાથે Spirit નામની ફિલ્મ લઈને આવી રહ્યા છે. ત્યારે આ ફિલ્મમાં Prabhas એક પોલીસ ઓફિસરના કિરદારમાં જોવા મળશે. ત્યારે Sandeep Reddy Vanga ના માર્ગદર્શન હેઠળ બની રેહલી Prabhas ની ફિલ્મ Spirit નું બજેટ 500 કરોડ નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે ફિલ્મ Spirit માં કરીના કપૂર અને સૈફ અલી ખાન જેવા કલાકારોને લેવાને વાત ચાલી રહી છે. ત્યારે આ ફિલ્મમાં સાઉથના વધુ એક દિગ્ગજ અભિનેતા મમૂટીનું નામ પણ સામેલ થયું છે. જોકે ગત વર્ષોમાં એવી ચર્ચા ચાલી રહી હતી કે, ઘણા વર્ષો બાદ કરીના કપૂર અને સૈફ અલી ખાન એકસાથે Prabhasની ફિલ્મમાં જોવા મળશે.

વર્ષ 2026 માં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી શકે છે

ફિલ્મ Spirit માં Sandeep Reddy Vanga એ Prabhas ઉપરાંત કોઈપણ અભિનેતા કે પછી અભિનેત્રીઓને લઈ પુષ્ટિ કરી નથી. તે ઉપરાંત ઉપર દર્શાવવામાં આવેલા નામની પણ ફિલ્મ Spirit ના દિર્ગદર્શકે પુષ્ટિ કરી નથી. પરંતુ અનેક અહેવાલોના જણાવ્યા અનુસાર કરીના કપૂર અને સૈફ અલી ખાન સહિત સાઉથ અભિનેતા મમૂટી પણ આ ફિલ્મમાં જોવા મળી શકે છે. જોકે હલમાં પણ Sandeep Reddy Vanga ફિલ્મની વાર્તા ઉપર કામ કરી રહ્યા છે. ત્યારે Prabhas સ્ટારર આ ફિલ્મ ગત વર્ષે ફ્લોર ઉપર જશે. તો એવું અનુમાન મેળવી શકાય છે કે, Prabhasની ફિલ્મ Spirit એ વર્ષ 2026 માં સિનેમાઘરોમાં ધૂમ મચાવવા માટે આવી શકે છે.

આ પણ વાંચો: Gulzar- બસ એક ચુપ સી લગી હૈ, નહીં ઉદાસ નહીં

Tags :
Gujarat FirstPrabhasprabhas cop lookPrabhas Film Spiritprabhas filmsprabhas sandeep reddy vangaprabhas spiritprabhas spirit castprabhas upcoming filmsandeep reddy vangaspirit kareena kapoor and saf ali khanspirit Mammootty entry
Next Article