ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Bangladesh માં પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી

બાંગ્લાદેશમાં પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરમાંથી કાલી માતાના મુગટની ચોરી આ મુગટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં મંદિરની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો જશોરેશ્વરી મંદિર, 51 શક્તિપીઠમાંથી એક અહીં દેવી સતીના પગની હથેળીઓ અને તળિયા પડ્યા હતા Jashoreshwari Temple in Bangladesh...
07:34 AM Oct 11, 2024 IST | Vipul Pandya
Jashoreshwari temple

Jashoreshwari Temple in Bangladesh : બાંગ્લાદેશમાં આ વખતે દુર્ગા પૂજા દરમિયાન હિન્દુ સમુદાય ખૂબ જ ડરી ગયો છે. ચુસ્ત સુરક્ષા વચ્ચે મંદિરો અને પંડાલોમાં દુર્ગા પૂજા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. દરમિયાન, સતખીરા જિલ્લાના શ્યામનગર સ્થિત પ્રસિદ્ધ જશોરેશ્વરી મંદિરમાંથી (Jashoreshwari Temple in Bangladesh) કાલી માતાના મુગટની ચોરી થઈ છે. 'ધ ડેઇલી સ્ટાર'ના અહેવાલ અનુસાર, આ મુગટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માર્ચ 2021માં મંદિરની મુલાકાત દરમિયાન ભેટમાં આપ્યો હતો.

માતાના માથામાંથી મુગટ ગાયબ

ગુરુવારે બપોરે 2 થી 2.30 વાગ્યાની વચ્ચે મંદિરમાંથી મુગટની ચોરી થઈ હતી. તે સમયે મંદિરના પૂજારી દિલીપ મુખર્જી દિવસની પૂજા કર્યા બાદ નીકળી ગયા હતા. બાદમાં સફાઈ કામદારોએ જોયું કે માતાના માથામાંથી મુગટ ગાયબ હતો. શ્યામનગર પોલીસ સ્ટેશનના ઈન્સ્પેક્ટર તૈજુલ ઈસ્લામે કહ્યું છે કે ચોરને ઓળખવા માટે મંદિરના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો----બાંગ્લાદેશમાં હિદુઓ પર થયેલા હુમલાને લઈને કેનેડાની સંસદમાં થઈ ચર્ચા

'જશોરેશ્વરી' નામનો અર્થ 'જશોરની દેવી' થાય

ચોરાયેલો તાજ ચાંદીનો બનેલો છે અને તેના પર સોનાનો ઢોળ ચડાવવામાં આવ્યો છે. સાંસ્કૃતિક અને ધાર્મિક રીતે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હિન્દુ માન્યતાઓ અનુસાર, જશોરેશ્વરી મંદિર ભારત અને પડોશી દેશોમાં ફેલાયેલી 51 શક્તિપીઠોમાંથી એક છે. 'જશોરેશ્વરી' નામનો અર્થ 'જશોરની દેવી' થાય છે.

પીએમ મોદી 2021માં બાંગ્લાદેશ ગયા હતા

પીએમ મોદીએ તેમની બાંગ્લાદેશની મુલાકાત દરમિયાન 27 માર્ચ 2021ના રોજ જશોરેશ્વરી મંદિરની મુલાકાત લીધી હતી. તે દિવસે તેમણે માતાનો મુગટ પહેરાવ્યો હતો. સવારે 10 વાગ્યે, પીએમ મોદીએ મંદિરની તેમની મુલાકાતનો એક વીડિયો પણ શેર કર્યો હતો, જે કોવિડ -19 રોગચાળા પછી કોઈપણ દેશની તેમની પ્રથમ મુલાકાત હતી.

આ પણ વાંચો---Bangladesh : હિન્દુઓ વિરુદ્ધ વધુ એક ફરમાન, અઝાન સમયે પૂજા ન કરવાનો અપાયો આદેશ...

જશોરેશ્વરી મંદિર, 51 પીઠોમાંથી એક

જશોરેશ્વરી મંદિર કાલી દેવીને સમર્પિત છે. આ મંદિર સતખીરાના ઈશ્વરપુર ગામમાં છે. એવું માનવામાં આવે છે કે આ મંદિર 12મી સદીમાં અનારી નામના બ્રાહ્મણ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેમણે જશોરેશ્વરી પીઠ (મંદિર) માટે 100 દરવાજાનું મંદિર બનાવ્યું હતું, જે પાછળથી 13મી સદીમાં લક્ષ્મણ સેન દ્વારા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું હતું. રાજા પ્રતાપદિત્યએ 16મી સદીમાં આ પ્રખ્યાત મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.

દેવી સતીના પગની હથેળીઓ અને તળિયા પડ્યા હતા

હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર, 51 પીઠોમાં, ઇશ્વરપુરનું મંદિર તે સ્થાન છે જ્યાં દેવી સતીના પગની હથેળીઓ અને તળિયા પડ્યા હતા અને તે દેવી જશોરેશ્વરીના રૂપમાં અહીં નિવાસ કરે છે.

આ પણ વાંચો----Durga Puja : બાંગ્લાદેશમાં મંદિરોના રક્ષણ માટે મદરેસાના......

Tags :
Atrocities on HindusBangladeshBangladesh GovernmentDurga PujaFear in Hindu CommunityHindu communityJashoreshwari templeKali MataKali Mata's Crown stolenPrime Minister Narendra ModiShaktipeethworld
Next Article