Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh : બાંટવા સરાડીયા રોડ પર બની હચમચાવતી એવી ઘટના કે પોલીસે કરી દીધી નાકાબંધી, વાંચો વિગત

જુનાગઢનાં બાંટવા સરાડીયા રોડ પર શંકાસ્પદ લૂંટની ઘટના અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી રોકડ અને સોનાની લૂંટ કરી અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ હોવાની આશંકા અમદાવાદની પેઢીનાં કર્મચારીઓ જુનાગઢમાં લૂંટાયા જુનાગઢનાં (Junagadh) બાંટવા સરાડીયા રોડ પર એક એવી ચોંકાવનારી...
junagadh   બાંટવા સરાડીયા રોડ પર બની હચમચાવતી એવી ઘટના કે પોલીસે કરી દીધી નાકાબંધી  વાંચો વિગત
  1. જુનાગઢનાં બાંટવા સરાડીયા રોડ પર શંકાસ્પદ લૂંટની ઘટના
  2. અજાણ્યા શખ્સોએ હથિયાર બતાવી રોકડ અને સોનાની લૂંટ કરી
  3. અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ હોવાની આશંકા
  4. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓ જુનાગઢમાં લૂંટાયા

જુનાગઢનાં (Junagadh) બાંટવા સરાડીયા રોડ પર એક એવી ચોંકાવનારી ઘટના બની કે શહેર પોલીસને ત્વરિત વિવિધ ટીમ બનાવીને નાકાબંધી કરવાની ફરજ પડી હતી. બાંટવા સરાડીયા રોડ (Bantwa Saradia Road) પર શંકાસ્પદ લૂંટની ઘટના બની છે. અમદાવાદની પેઢીનાં કર્મચારીઓને કેટલાક અજાણ્યા શખ્સોએ હથિયારોનાં જોરે લૂંટી લીધા હતા. આ ઘટનામાં અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement

આ પણ વાંચો - Bhavnagar SOG એ બે બોગસ ડૉક્ટરની કરી ધરપકડ, એક 12 પાસ અને તો માત્ર 8 પાસ

Advertisement

બાંટવા સરાડીયા રોડ પર શંકાસ્પદ લૂંટ

પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદની (Kala Gold) કલા ગોલ્ડ નામની પેઢીનાં કર્મચારીઓ જુનાગઢ (Junagadh) કોઈ કામ અર્થે આવ્યા હતા. દરમિયાન, બાંટવા સરાડીયા રોડ નજીક કેટલાક અજાણ્યા શખ્સો હથિયારો સાથે તેમની પાસે આવ્યા હતા અને ધાકધમકી આપી હતી. આરોપીઓએ પેઢીનાં (Kala Gold) કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપીને તેમની પાસેથી રોકડ અને કિંમતી દાગીનાની લૂંટ કરી ફરાર થયા હતા.

આ પણ વાંચો - Bharuch: ‘મારે તારી સાથે વાત નથી કરવી...’ ઈન્સ્ટાગ્રામના મેસેજથી લઈને પોલીસ સ્ટેશન સુધીની કહાની

પોલીસે વિવિધ ટીમ બનાવીને નાકાબંધી કરી

આ મામલે પેઢીનાં કાર્મચારીઓએ ત્વરિત વિસ્તારનાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે (Junagadh City Police) કાર્યવાહી હાથ ધરી હતી. મામલાની ગંભીરતા જોઈ પોલીસે વિવિધ ટીમ બનાવીને અલગ-અલગ વિસ્તારમાં નાકાબંધી કરી છે. SP સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ આદરી હતી. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે (Crime Branch) પણ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી મુજબ, લૂંટારુઓ અંદાજે 1 કરોડથી વધુની રકમની લૂંટ કરી ફરાર થયા છે. પોલીસને આ લૂંટમાં કોઈ જાણભેદુ હોવાનું આશંકા પણ છે.

આ પણ વાંચો - Bharuch: 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં શિક્ષકને 10 વર્ષની સજા, 2017 માં બની હતી ઘટના

Tags :
Advertisement

.