Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JUNAGADH : "હવે DYSP પણ નકલી" મંત્રીના નકલી PA બાદ હવે નકલી DYSP ઝડપાયો

અહેવાલ - સાગર ઠાકર  જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો છે. મુળ અમદાવાદ મણિનગરનો રહેવાસી અને વડોદરામાં રહેતો તથા ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નકલી ડીવાયએસપી...
junagadh    હવે dysp પણ નકલી  મંત્રીના નકલી pa બાદ હવે નકલી dysp ઝડપાયો

અહેવાલ - સાગર ઠાકર 

Advertisement

જૂનાગઢમાં મંત્રીના નકલી પીએ બાદ હવે નકલી ડીવાયએસપી ઝડપાયો છે. મુળ અમદાવાદ મણિનગરનો રહેવાસી અને વડોદરામાં રહેતો તથા ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત બંસીલાલ દવે નામના શખ્સને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધો છે. નકલી ડીવાયએસપી બનીને સૌરાષ્ટ્રમાં 17 લોકો સાથે નોકરી આપવાની લાલચ આપી અંદાજે બે કરોડ થી વધુની રકમ પડાવી લીધી હતી. એટલુ જ નહીં, વિનીત દવે પાસેથી પોતાના ફેમિલી કોર્ટના ડ્રાઈવરના આઈકાર્ડ ઉપરાંત સિવિલ પ્રિન્સીપાલ જજનું ડુપ્લીકેટ આઈકાર્ડ પણ મળી આવ્યું છે. પોલીસના આઈકાર્ડ પર પોતાનો ફોટો લગાવીને ડુપ્લીકેટ આઈકાર્ડ બનાવીને રોફ જમાવતો હતો જેમાં પાટણના બે પોલીસકર્મીઓના પણ આઈકાર્ડ મળી આવ્યા છે.

Image preview

Advertisement

નકલી સરકારી કચેરી, નકલી ટોલનાકું અને જૂનાગઢમાં મંત્રીના નકલી અંગત મદદનીશ બાદ હવે નકલી ડીવાયએસપી પકડાયો છે. નકલી બંધારણીય હોદા કે નકલી સરકારી અધિકારી બનીને રોફ જમાવીને લોકો સાથે છેતરપીંડી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતા લોકો સામે પોલીસનો સકંજો કસાયો છે. જૂનાગઢ ફેમિલી કોર્ટમાં ડ્રાઈવર તરીકે નોકરી કરતો વિનીત દવે પોતે ડીવાયએસપી હોવાનું નકલી આઈકાર્ડ બનાવીને રોફ જમાવતો હતો. પોતે ઉચ્ચ અધિકારી હોય અને સરકારી વિભાગોમાં તેની મોટી ઓળખાણ હોય, સરકારી નોકરી અપાવી દેશે તેવી લાલચ આપીને લોકો સાથે છેતરપીંડી કરતો હતો.

Image preview

Advertisement

વિનીત દવે સામે નામદાર કોર્ટમાં ઈન્ક્વાયરી ચાલુ છે અને તેથી તે લાંબા સમયથી ગેરહાજર રહે છે. ક્રાઈમ બ્રાન્ચે વિનીતની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વિનીત દવે પાસેથી પોતાના ફેમિલી કોર્ટના આઈકાર્ડ ઉપરાંત પ્રિન્સીપાલ સિવિલ જજનું ડુપ્લીકેટ આઈકાર્ડ અને ડીવાયએસપીનું ડુપ્લીકેટ આઈકાર્ડ મળી આવ્યા છે. આ ઉપરાંત તેની પાસેથી ત્રણ બેંકોના ક્રેડીટ કાર્ડ પણ મળી આવ્યા છે અને પાટણ જીલ્લાના બે પોલીસકર્મીઓના આઈકાર્ડ પણ મળી આવ્યા છે.

Image preview

પ્રાથમિક તપાસ દરમિયાન વિનીત દવેએ સૌરાષ્ટ્રના 17 લોકો સાથે નોકરીની લાલચ આપીને રૂપિયા 2.11 કરોડથી વધુની રકમની છેતરપીંડી કરી છે.  જેમાં સૌથી વધુ 10 ગોંડલના લોકો છે, 2 રાજકોટ ના,જ્યારે જૂનાગઢ, વંથલી, ગીરસોમનાથ, તાલાલા અને રાજુલા ના એક એક વ્યક્તિનો સમાવેશ થાય છે. વિનીત દવે વિરૂધ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 406, 465, 468, 471, 170 મુજબ ગુન્હો નોંધાયો છે અને તેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી વિનીત દવે દ્વારા કરવામાં આવતી છેતરપીંડીમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ અને નકલી ડીવાયએસપી બનીને કેટલા લોકો સાથે છેતરપીંડી કરી છે તથા અન્ય કોઈ ગુન્હાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો -- Ahmedabad : આ મુસ્લિમ બિરાદર અલ્લાહની ઇબાદત સાથે હનુમાનજીમાં પણ ધરાવે છે અપાર શ્રદ્ધા

Tags :
Advertisement

.