ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh News : ગીરનાર પરિક્રમામાં હાહાકાર, દીપડાએ હુમલો કરતાં 11 વર્ષની બાળકીનું મોત

જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામ શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઉમટે છે. ત્યારે આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક આજે વહેલી સવારે એક બાળકી...
01:50 PM Nov 24, 2023 IST | Dhruv Parmar

જૂનાગઢના ગિરનારની લીલી પરિક્રમામ શરૂ થઈ ગઈ છે. આ પરિક્રમામાં લાખો યાત્રાળુઓ દર વર્ષે ઉમટે છે. ત્યારે આ વખતે પરિક્રમામાં એક દુઃખદ ઘટના બની છે. જેમાં ઈતિહાસમાં કદાચ પ્રથમ વખત પરિક્રમા રૂટ પર બોરદેવી નજીક આજે વહેલી સવારે એક બાળકી પર દીપડાએ હુમલો કર્યો હતો.

પ્રાપ્ત જાણકારી અનુસાર, બોરદેવી નજીક દીપડાએ પરિક્રમા દરમિયાન 11 વર્ષની પાયલ સાખન નામની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકીનું મોત નીપજ્યું છે. પરિક્રમાના રૂટ પર બનેલ દીપડાના હુમલાથી પોલીસ અને વનવિભાગ પણ સતર્ક થયું છે.. ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન બનેલી આ ઘટનાથી પરિવાર સહિત યાત્રામાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે.

આ બનાવની જાણ થતાં વન વિભાગની ટીમ તથા ભવનાથ પોલીસ સ્‍ટાફ ઘટનાસ્‍થળે દોડી ગયો હતો અને મૃતદેહને સિવિલ હોસ્‍પિટલમાં પોસ્‍ટમોર્ટમ માટે ખસેડયો હતો. ગીરનાર પરિક્રમા રૂટ ઉપર દીપડાના હુમલાથી અન્‍ય પરિક્રમાર્થીઓમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે.

હાલ જૂનાગઢમાં ગિરનાર પરિક્રમા ચાલી રહી છે. 36 કિલોમીટર લાંબી આ પરિક્રમા માટે દેશના ખૂણે-ખૂણેથી ભાવિકો ઉમટ્યા છે.. ભક્તોમા ગિરનારની લીલી પરિક્રમાને લઇને ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લીલી પરિક્રમાનું ખૂબ પૌરાણિક મહત્વ છે. ભાવિકો રાજકોટથી જૂનાગઢ સરળતાથી પહોંચી શકે તે માટે ગુજરાત એસટી વિભાગ તરફથી 100 જેટલી એક્સ્ટ્રા બસ મૂકવામાં આવી છે.

આ પણ વાંચો : Bhavnagar : રો-રો ફેરી જહાજ મધદરિયામાં ફસાયું, વાંચો અહેવાલ

Tags :
11 year old girldiedGirnarJunagadhliiparikramapayal death
Next Article