ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh News : મૌલાના મુફ્તી સલમાન અઝહરી સહિત 3 આરોપીઓને કોર્ટે આપ્યા જામીન

Junagadh News : જૂનાગઢ (Junagadh) માં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) ગઇ કાલે એટલે કે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ (Remand)...
07:13 PM Feb 07, 2024 IST | Hardik Shah

Junagadh News : જૂનાગઢ (Junagadh) માં યોજાયેલા એક કાર્યક્રમમાં ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) ગઇ કાલે એટલે કે મંગળવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યા કોર્ટ દ્વારા એક દિવસના રિમાન્ડ (Remand) મંજૂર કરવામાં આવ્યા હતા. જે આજે બપોરે પૂર્ણ થતા જુનાગઢ કોર્ટે (Junagadh Court) મૌલાના મુફ્તી સલમાન અઝહરીને (Maulana Mufti Salman Azhari) સહિત 3 આરોપીઓને જામીન આપી દીધા છે.

કોર્ટે Maulana Mufti Salman Azhari ના શરતોના આધીન જામીન મંજૂર કર્યા

ભડકાઉ ભાષણ આપવા મામલે મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari) ની પોલીસ દ્વારા વધુ રિમાન્ડની માંગણી કરાઈ હતી. જોકે, આજે બપોરે તેમના રિમાન્ડ પૂર્ણ થયા હતા બાદ કોર્ટે શરતોના આધીન જામીન મંજૂર કર્યા હતા. મૌલાના સહિતના 3 આરોપીઓને મુખ્ય 5 શરતોને આધારે જામીન આપવામાં આવ્યા છે. જો પાસપોર્ટ હોય તો તે જમા કરાવવા, પુરાવાનો નાશ ન કરવો, પરમેનન્ટ એડ્રેસ રજૂ કરવું જેવી શરતોને આધારે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ જુનાગઢ બી ડિવીઝનના કેસમાં જામી અપાયા છે. જોકે, મૌલાના મુફ્તી સલમાન અઝહરીને રાજકોટ મધ્યસ્થ જેલમાં એન્ટ્રી કરીને કચ્છ પોલીસને સોંપાશે. આ સાથે કચ્છના સામખીયાળીના કેસમાં ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરાશે.

આરોપીઓના વકીલ સકિલ શેખે શું કહ્યું ?

જુનાગઢમાં કથિત ભડકાઉ ભાષણ મામલે મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Maulana Mufti Salman Azhari) ના વકીલ સકિલ શેખે મીડિયાને જામીન મળ્યા અંગે જાણકારી આપી હતી અને કહ્યું કે, આજે રિમાન્ડનો સમયગાળો પૂર્ણ થયા બાદ સાંજે 4 વાગ્યે નામદાર કોર્ટ સમક્ષ તેમને રજૂ કરવામાં આવ્યા હતા. કોઇ અન્ય રિમાન્ડ હતી એટલે અમે ડાયરેક્ટ બેઇલ એપ્લિકેશન મૂવ કરેલી હતી. બંને પક્ષકારોની દલીલ બાદ નામદાર કોર્ટે જે આરોપીઓ હતા તેમની જામીન અરજી મંજૂર કરી હતી. તમામ 3 આરોપીઓને 15-15 હજાર જામીન આપવાની શરતે હુકમ કરવામાં આવ્યો હતો.

આ 5 શરતોના આધીન જામીન મંજૂર
શું હતો મામલો?

31મી જાન્યુઆરીના રોજ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના સામખીયાળી ખાતે એક ધાર્મિક કાર્યક્રમમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરી (Mufti Salman Azhari) એ હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં મૌલાનાએ ભડકાઉ ભાષણ આપ્યું હતું. અહીં સલમાન અઝહરીએ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું ત્યારબાદ આયોજક અને મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી ?

મૌલાના મુફ્તી સલમાન અઝહરીના કથિત ભડકાઉ ભાષણ આપ્યા તે પછી તેને ગુજરાત ATS એ લોકેશનના આધારે મુંબઈથી ઝડપી પાડ્યો હતો અને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે મુંબઈથી અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી સોમવારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવ્યો હતો. જણાવી દઇએ કે, અઝહરી પોતાને ઇસ્લામિક રિસર્ચ સ્કૉલર ગણાવે છે. સલમાન અઝહરી જામિયા રિયાઝુલ જન્નાહ, અલ અમાન એજ્યુકેશન ઍન્ડ વેલ્ફેર ટ્રસ્ટ તથા દારુલ અમાનનો સંસ્થાપક છે. તેણે કાહિરાની અલ અઝહર યુનિવર્સિટીથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફતી ઘણી સામાજિક અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય ભૂમિકા ભજવતા જોવા મળે છે. મુસ્લિમ સમુદાયમાં તે લોકપ્રિય છે અને તેનું ફૅન ફૉલોઇંગ ખૂબ મોટું છે. સોશિયલ મીડિયામાં પણ તેના મોટા ફેન ફોલોઇંગ છે, સાથે જ તે ઇસ્લામિક વિદ્યાર્થીઓને ધાર્મિક શિક્ષણ પણ આપે છે.

આ પણ વાંચો – Kalol : MLA ફતેસિંહ ચૌહાણે જલારામ બાપા વિરૂદ્ધ ટિપ્પણી કરતા સાવરકુંડલા રઘુવંશી સમાજમાં રોષ, કાર્યવાહી કરવા માગ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
IsraelJunagadhJunagadh CourtJunagadh NewsJunagadh PoliceMaulana Mufti Salman AzhariPalestineTransit Remand
Next Article