Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Junagadh : PM મોદીને લખેલા જવાહર ચાવડાના પત્રે રાજકારણ ગરમાવ્યું! આ નેતા પર કર્યા ગંભીર આક્ષેપ

પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ (Junagadh) PM નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યો પત્ર જૂનાગઢ જિ. ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chavda) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી...
04:32 PM Sep 17, 2024 IST | Vipul Sen
  1. પૂર્વ કેબિનેટમંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ (Junagadh)
  2. PM નરેન્દ્ર મોદીને સંબોધીને લખ્યો પત્ર
  3. જૂનાગઢ જિ. ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ

ગુજરાતમાં રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ (Jawahar Chavda) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધી એક પત્ર લખ્યો છે જે હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ પત્રમાં ભાજપથી (BJP) નારાજ જવાહર ચાવડાએ જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ પર આકરા પ્રહાર અને ગંભીર આક્ષેપ કર્યા છે. જો કે, આ અંગે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) દ્વારા સવાલ પૂછતા કિરીટ પટેલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું. આથી, તેમના મૌન સામે અનેક સવાલ થઈ રહ્યા છે.

આ પણ વાંચો - Gir Somnath : તાલુકા કોંગ્રેસ પ્રમુખ સહિત 5 સામે Gujctoc હેઠળ મોટી કાર્યવાહી

જવાહર ચાવડાનો PM ને પત્ર, કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપ

પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપથી નારાજ એવા જવાહર ચાવડાનો (Jawahar Chavda) એક પત્ર હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ પત્રે રાજ્યનાં રાજકારણમાં હલચલ મચાવી દીધી છે. માહિતી મુજબ, જવાહર ચાવડાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ( PM Narendra Modi) સંબોધી એક પત્ર લખ્યો છે, જેમાં જુનાગઢ (Junagadh) જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) પર ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પત્રમાં લખ્યું કે, એક વ્યક્તિ એક હોદ્દો પણ કિરીટ પટેલ ત્રણ હોદ્દા ધરાવે છે. કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી એક સાથે 3 હોદ્દા પર છે. આ સાથે તેમણે એવો પણ ઉલ્લેખ કર્યો છે કે જિલ્લા પ્રમુખે પોતાનાં હોદ્દાનો દુરુપયોગ કરી બીજા હોદ્દા મેળવ્યા છે. PM સુધી આ વાતની રજૂઆત વખતોવખત કરવામાં આવી છે. પરંતુ, હજી સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.

આ પણ વાંચો - Ahmedabad: બોપલમાં Hit and Run ની ઘટના, CCTV ફૂટેજમાં આરોપીની ઓળખ થઈ

Gujarat First નાં સવાલો સામે કિરીટ પટેલનું મૌન

ઉલ્લેખનીય છે કે, પૂર્વમંત્રી જવાહર ચાવડા (Jawahar Chavda) છેલ્લા કેટલાક સમયથી ભાજપથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વડાપ્રધાનને સંબોધન લખેલા પત્રમાં જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) સામે ગંભીર આક્ષેપ કર્યા છે. આ સમગ્ર મામલે કિરીટ પટેલનો સંપર્ક થતો ન હતો. પરંતુ, અચાનક જ તેઓ તેમની કૃષ્ણા આર્કેડ ખાતેની ઓફિસે પહોંચ્યા અને ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First News) એ તેમની સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. પરંતુ, કિરીટ પટેલે આ મામલે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઇનકાર કરી દીધો હતો અને પ્રદેશ ભાજપમાંથી તેમને બોલવા માટેની મનાઈ ફરમાવવામાં આવી હોવાનો દાવો કર્યો હતો. આમ, કોઈપણ જાતની પ્રતિક્રિયા ન આપતા અનેક સવાલો ઊઠી રહ્યા છે.

 

આ પણ વાંચો - Dahod: આ પરિવાર સાથે PM Modi નો છે ખાસ ઘરોબો, પરિવારે વડાપ્રધાનને પાઠવી શુભેચ્છાઓ

Tags :
BJPGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsJawahar ChavdaJunagadhKirit PatelLatest Gujarati NewsLetterBombpm narendra modi
Next Article