ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

junagadh: ચણા અને રાયડાનાં વેચાણને લઈ કલેક્ટરની પ્રતિક્રિયા, ખેડૂતોને વાંધો હોય તો કરી શકશે રજૂઆત

જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા, રાયડાના ટેકાના ભાવે વેચાણને લઈ કલેક્ટરે મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
08:32 PM Apr 03, 2025 IST | Vishal Khamar
જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા, રાયડાના ટેકાના ભાવે વેચાણને લઈ કલેક્ટરે મહત્વનું નિવેદન સામે આવ્યું છે.
featuredImage featuredImage
junagadh news gujarat first

જૂનાગઢમાં ટેકાના ભાવે ચણા, રાયડાને લઈ કલેક્ટર દ્વારા પ્રતિક્રિયા આપી છે. જેમાં ટેકાના ભાવે ચણા અને રાયડાનાં વેચારણ માટે રજીસ્ટ્રેશન કરાવેલ જૂનાગઢ જિલ્લાનાં ખેડૂતોને લઈ પ્રતિક્રિયા અપાઈ છે.

ખેડૂતોને આઈ-ખેડૂતો પોર્ટલ મારફતે મેસેજ કરાયા

જૂનાગઢ જિલ્લા કલેક્ટર દ્વારા ટેકાના ભાવે ચણા અને રાયડાના વેચાણ બાબતે ખેડૂતો માટે મહત્વપૂર્ણ માહિતી આપી છે. જેમાં ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધાયેલા સર્વે નંબરોની સેટલાઈટ ઈમેજ ચેક કરવામાં આવી છે. તેમજ જેમાં જે સર્વે નંબરોમાં પાક જોવા મળ્યો નથી તેવા ખેડૂતોને ખેડૂત આઈ પોર્ટલ મારફતે મેસેજ કરવામાં આવેલ છે.

અરજી સાથે વાવેતર કરેલા પુરાવા રજૂ કરવા

તેમજ જો કોઈ ખેડૂતોને વાંધા હોય તો તેમનાં વિસ્તારનાં ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારી સાથે આધાર પુરાવા સાથે અરજી કરવાની રહેશે. તેમજ અરજીની ચકાસણી વખતે આધાર સાથે અરજી કરવાની રહેશે. તેમજ વાવેતર કરેલ પુરાવા પણ રજૂ કરવા પડશે. જેના આધારે નિર્ણય લેવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: વેસ્ટન રેલવે દ્વારા ઉનાળા વેકેશનને ધ્યાને રાખી ખાસ ટ્રેન શરૂ કરાઈ, જાણો સમયપત્ર...

જે તે વિસ્તારનાં અધિકારીનો સંપર્ક કરવો

તેમજ તાલુકા વિસ્તરણ અધિકારી દ્વારા અરજીઓ જીલ્લા ખેતીવાડી અધિકારીને મોકલવામાં આવશે. તેમજ વાવેતર કરેલ ખેડૂતોનું લીસ્ટ રાજ્ય સરકાર દ્વારા નિમેલ એજન્સીને મોકલવામાં આવશે. જે બાદ ખરીદી શરૂ કરવામાં આવશે. જેમાં ખેડૂતો રાયડા તેમજ ચણાનું વેચાણ કરી શકશે. તેમજ વધુ માહિતી માટે જે તે વિસ્તારનાં ગ્રામ સેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી તેજ મદદનીશ ખેતી નિયામક અથવા જીલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે.

આ પણ વાંચોઃ Banaskantha : ડીસા ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ મામલો નવો ખુલાસો, આરોપીની 2017 માં રાજકીય પક્ષે કરી હતી હકાલપટ્ટી

Tags :
District Agriculture OfficerFarmer Eye PortalGujarat FirstGUJARAT FIRST NEWSJunagadh CollectorJunagadh NewsPurchase of Chana-Raid at Support Price