Junagadh : યુવકને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ માંગ્યા, પોલીસે મહિલા અને સાથીદારની કરી ધરપકડ
- હનીટ્રેપમાં ફસાવી રૂ. 50 લાખની માંગ કરતા આરોપીઓ ઝડપાયા (Junagadh)
- પોલીસે મહિલા અને તેના સાથીદારને ઝડપી કાર્યવાહી કરી
- યુવતીએ સોશિયલ મીડિયા થકી યુવકની સાથે મિત્રતા કરી હતી
- બિલખા જવાનું કહી રસ્તામાં મહિલાનાં અન્ય સાથીઓએ યુવકને રોક્યો
- ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી 50 લાખની માંગ કરી હતી
જુનાગઢમાં (Junagadh) એક મહિલા અને પાંચ શખ્સ દ્વારા હનીટ્રેપની જાળ બિછાવી મોરબીનાં (Morbi) યુવાનને બ્લેકમેલ કરીને રૂપિયા 50 લાખની માંગણી કરાઈ હતી, જે અંગે ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી કરીને આરોપી મહિલા અને તેના સાથીદારની ધરપકડ કરી છે. જ્યારે, ગુનામાં સામેલ અન્ય શખ્સોની પણ તપાસ ચાલુ છે.
આ પણ વાંચો - Ahmedabad : ઓનલાઈન ગેમમાં રૂપિયા ગુમાવતા 17 વર્ષીય સગીરે 5 માં માળેથી કૂદી આપઘાત કર્યો
સોશિયલ મીડિયા પર મિત્રતા કેળવી, ત્યાર બાદ મળવા બોલાવ્યો
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનાગઢની (Junagadh) જાનવી નામની મહિલાએ મોરબીનાં પંકજ દઢાણીયા નામના શખ્સ સાથે સોશિયલ મીડિયા થકી મિત્રતા કેળવી હતી. બંને અવારનવાર એકબીજા સાથે વાતો કરતા હતા. દરમિયાન, જાનવીએ પંકજને વીરપુર મળવા માટે બોલાવ્યો હતો. ત્યાંથી બિલખા જવાનું કહ્યું હતું. જો કે, રસ્તામાં ભેસાણ (Bhesan) નજીક છોડવડી ગામ પાસે પહોંચતા જ જાનવીના અન્ય ત્રણ સાથીદારોએ ગાડી રોકાવી હતી અને ગાડીમાં બેસી ગયા હતા.
આ પણ વાંચો - Ahmedabad : CWC ની બેઠકમાં રાહુલ ગાંધીએ OBC અંગે કરી મોટી વાત, જાણો શું કહ્યું ?
ખોટા કેસમાં ફસાવવાની ધમકી આપી, પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો
ત્યાર બાદ પંકજ અને મહિલા સાથેના ફોટો ખેંચી, બળાત્કારનાં ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપીને 50 લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો કે, આ મામલે પંકજ ડઢાણીયાએ પોલીસમાં ફરિયાદ કરતા પોલીસે (Junagadh Police) કાર્યવાહી કરીને જાનવી અને તેના એક સાથીદારને ઝડપી લીધા હતા. પોલીસ તપાસ મુજબ, આ ઘટનામાં પંકજ ડઢાણીયાના ફોઈનો દીકરો કિશન પણ સામેલ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. પંકજ ડઢાણીયા પાસે 10 લાખ રૂપિયા હોવાની ખબર કિશનને હોવાથી રકમ પડાવી લેવા માટે આ આખું કાવતરું ઘડ્યું હતું. પંકજ ડઢાણીયાએ હાલમાં એક જમીન વેચી હતી, જેની રકમ તેની પાસે હતી, જે પડાવી લેવા તેના જ ફોઈનાં દીકરા સહિત 6 શખ્સે આ હનીટ્રેપની (Honey Trap) જાળ ગોઠવી પંકજને ફસાવ્યો હતો. આ મામલે પોલીસે ગુનામાં સામેલ અન્ય આરોપીઓની શોધખોળ આદરી છે.
આ પણ વાંચો - Gun Licence Scam : 108 આરોપીઓ સામે થશે કાર્યવાહી, હથિયાર પરવાના કૌભાંડ આચરતી ટોળકી ઝડપાઈ