Junagadh: અનેક ધક્કા ખાવા છતાં જમીનનાં પ્રશ્નો હલ ન થતા મહિલા સરચંપ બન્યા લાચાર
- જૂનાગઢમાં હેરાનગતિથી કંટાળી મહિલા સરપંચે આપ્યું રાજીનામું
- માણાવદરના આંબલિયા ગામનાં દક્ષાબેને આપ્યું રાજીનામું
- ગૌચરની જમીન ખાલી કરાવવા 3 વર્ષ સુધી રજૂઆતો કરી
- TDO-DDO સામે સુવિધાની કામગીરી અંગે ઉઠાવ્યા સવાલ
જૂનાગઢ (junagadh)નાં માણાવદર તાલુકાનાં આંબલિયા ગામનાં મહિલા સરપંચ (Women Sarpanch) દ્વારા આખરે હેરાનગતિથી કંટાળી રાજીનામું આપી દીધું હતું. માણાવદરનાં આંબલિયા ગામના (ambaliya Village) દક્ષાબેને (Dakshaben)આજે એકાએક જીલ્લા પંચાયત ઓફીસ પહોંચી રાજીનામું આપી દીધું હતું.

ગૌચર જમીનનું દબાણ ત્રણ વર્ષ રજૂઆત બાદ પણ દૂર ન થયું
કામગીરીમાં નિષ્ઠા દાખવવા છતાં થતી હેરાનગતિથી કંટાળી મહિલા સરપંચે (Women Sarpanch) રાજીનામું આપી દીધું હતું. માણાવદરનાં આંબલિયા ગામનાં દક્ષાબેન હાથલિયાએ ટીડીઓ અને ડીડીઓને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું હતું. ગૌચરની જમીન ખાલી કરાવવા ત્રણ વર્ષ સુધી રજૂઆતો કરી તેમ છતાં પણ કંઈ પરિણામ ન આવતા આખરે મહિલા સરપંચ દ્વારા રાજીનામું આપી દીધું હતું.
અનેક ધક્કાઓ ખાવા છતાં પ્રશ્નો હલ ન થયા
ટીડીઓ અને ડીડીઓએ અન્ય સુવિધાના કામો અંગે સવાલો ઉઠાવ્યા હતા. અનેક ધક્કાઓ ખાવા છતાં દબાણ કરેલી જમીનોનાં પ્રશ્નો હલ નહી થતા મહિલા સરપંચ લાચાર બન્યા હતા. આખરે કંટાળી મહિલા સરપંચ જિલ્લા પંચાયત ઓફીસ જઈ રાજીનામું આપી દીધુ હતું.
આ પણ વાંચોઃ Rajkot: ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ ફરિયાદ મુદ્દે ખુલાસો, હજુ તપાસમાં અન્ય લોકોનાં નામ ખુલવાની શક્યતા
મહિલા સરપંચે રોષ ઠાલવ્યો
આ બાબતે મહિલા સરપંચ દક્ષાબેને જણાવ્યું હતું કે, એક તરફ સરકાર દ્વારા મહિલા સશક્તિકરણ મહિલાને આગળ વધારો, હું એજ્યુકેટેડ છું. ભણેલી છું, સક્ષમ છું તો પણ જો આ લોકો મને આટલું હેરાન કરે છે આજે મારે વિવિશ થઈને રાજીનામું આપી દીધું છે. મારા વિકાસનાં કામો અટક્યા છે. આજ પછી બીજી કોઈ મહિલા સરપંચ બનતા પહેલા વિચાર કરશે. આ તંત્ર મને આટલી હદે હેરાન કરી શકે તો બીજી અન્ય સ્ત્રઓ હશે તેમની તો શું હાલત કરતા હશે.
આ પણ વાંચોઃ Jamnagar: જમ્મુ-કાશ્મીરમાં ફસાયેલા ગુજરાતીઓને લઈ મોટા સમાચાર, પ્રવાસીઓને પરત લાવવા માટે રાજય સરકારના પ્રયાસો