Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આરોગ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતા JP Nadda

JP Nadda : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થયા બાદ મંત્રીઓને વિભાગોની ફાળવણી થઇ ગઇ છે અને મંગળવારે સવારથી જ નવા મંત્રીઓએ પોતાના વિભાગમાં જઇને ચાર્જ સંભાળી લીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય આરોગ્ય...
આરોગ્ય મંત્રી તરીકે પદભાર સંભાળતા jp nadda

JP Nadda : નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થયા બાદ મંત્રીઓને વિભાગોની ફાળવણી થઇ ગઇ છે અને મંગળવારે સવારથી જ નવા મંત્રીઓએ પોતાના વિભાગમાં જઇને ચાર્જ સંભાળી લીધો હતો. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી બન્યા છે. જે.પી.નડ્ડા (JP Nadda ) એ પણ આજે પોતાના મંત્રાલયમાં જઇને વિધીવત રીતે ચાર્જ સંભાળ્યો હતો.

Advertisement

જે. પી. નડ્ડાને ફાળે આરોગ્ય

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા મોદી 3.0 સરકારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી બન્યા છે. હાલ તેઓ પણ ગુજરાતથી રાજ્યસભાના સાંસદ છે. તેની સાથે જ તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકેની જવાબદારી પણ નિભાવી રહ્યા છે. નડ્ડા મોટાભાગે સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળતા આવ્યા છે. 1991થી 1994 સુધી તેઓ ભાજપના યુવા મોરચાના અધ્યક્ષ તરીકે કાર્યરત હતા. જે. પી. નડ્ડા 2014ની નવનિર્મિત મોદી સરકારમાં આરોગ્ય અને કુટુંબ કલ્યાણ પ્રધાનની જવાબદારી નિભાવી ચૂકયા છે.

Advertisement

હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે

જગત પ્રકાશ નડ્ડાનો જન્મ 2 ડિસેમ્બર 1960ના રોજ થયો હતો.તેઓ અગાઉ હિમાચલ પ્રદેશ તરફથી રાજ્ય સભાના સભ્ય રહી ચૂક્યા છે. આ ઉપરાંત તેઓ ભૂતપૂર્વ સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી છે તથા હિમાચલ પ્રદેશ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે.

Advertisement

તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને કાર્યકરોમાં ઉત્સાહ જગાવ્યો

સંગઠન પર ભારે પકડ ધરાવતા જે.પી.નડ્ડાના નેતૃત્વમાં 2024ની ચૂંટણી લડવામાં આવી હતી. તેમણે સમગ્ર દેશનો પ્રવાસ કરીને કાર્યકરોમાં ઉત્સાહ જગાવ્યો હતો. તેમણે ચૂંટણી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની સાથે ખભેખભા મિલાવીને ભાજપને ફરી એક વાર સત્તા સુધી પહોંચાડ્યું છે અને કેન્દ્રમાં નરેન્દ્ર મોદી સરકાર 3.0ની રચના થઇ છે.

આ પણ વાંચો----- S. Jaishankar : ફરી એકવાર વિદેશ મંત્રાલયની જવાબદારી, ચાર્જ સંભાળતા પહેલા કહી આ વાત

આ પણ વાંચો----- C R Patil એ જળ શક્તિ મંત્રાલયનો ચાર્જ સંભાળ્યો

Tags :
Advertisement

.