Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

JP Naddaએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે તો સંઘ પ્રમુખે નાગપુરમાં કર્યું ધ્વજવંદન

JP Nadda And Mohan Bhagwat: ભારત આજે 26 જાન્યુઆરી 2024ના દિવસે 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત ગણતંત્ર બન્યું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે...
jp naddaએ ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે તો સંઘ પ્રમુખે નાગપુરમાં કર્યું ધ્વજવંદન

JP Nadda And Mohan Bhagwat: ભારત આજે 26 જાન્યુઆરી 2024ના દિવસે 75મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યું છે. સરળ ભાષામાં વાત કરીએ 26 જાન્યુઆરી 1950માં ભારતનું સંવિધાન તૈયાર થયું અને ભારત ગણતંત્ર બન્યું હતું. ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ આજે 75માં ગણતંત્ર દિવસની ઉજવણી કરતા દેશવાશીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. ઉલ્લેખનીય છે કે, જેપી નડ્ડાએ દિલ્હીમાં ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે ધ્વજવંદન કર્યું હતું.

Advertisement

વીર જવાનો અને સંવિધાનના ઘડવૈયાઓને નમન કરું છુંઃ જેપી નડ્ડા

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા (JP Nadda)એ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા કહ્યું કે, ‘75માં ગણતંત્ર દિવસની દેશવાસીઓને હાર્દિક શુભેચ્છાઓ. આજે આ અવસરે આપણા સમસ્ત સ્વતંત્રતા સેનાનીઓ, વીર જવાનો અને સંવિધાનના ઘડવૈયાઓને નમન કરું છું જેમણે રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને એકતા માટે પોતાનું સર્વસ્વ આપી દીધું હતું.’ વધુમાં JP Nadda એ કહ્યું કે, ‘ચાલો આપણે સૌથી સાથે મળીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સક્ષમ, આત્મનિર્ભર અને વિકસિક ભારતના સંકલ્પને સફળ બનાવવા માટે પોતાનું યોગદાન આપીએ.’

Advertisement

સંઘ પ્રમુખે નાગપુરમાં 26 જાન્યુઆરીની ઉજવણી કરી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ Mohan Bhagwatએ નાગપુરમાં 26 જાન્યુઆરીની ઉજવણી કરી હતી. આ સાથે લોકોને ભાઈચારા સાથે રહેવાનું આહવાન કરતા કહ્યું કે, ‘ભારત થોડા જ વર્ષોમાં વિશ્વગુરૂ બની જવાનું છે. સંઘ સંચાલક મોહન ભાગવતે 75માં ગણતંત્રની ઉજવણીના અવસર પર નાગપુરમાં સંઘ મુખ્યાલય પર તિરંગો લહેરાવ્યા બાદ સભાને સંબોધન કર્યું હતું.’

Advertisement

બધાએ ભાઈચારાની ભાવના સાથે રહેવું જોઈએઃ મોહન ભાગવત

મોહન ભાગવતે કહ્યું કે, ‘આજે આપણે ધર્મ ક્ષેત્રમાં આગળ વધી રહ્યા છીએ. આ શક્તિ કયાથી આવી? આ શક્તિ હંમેશાથી જ ભારતમાં રહી છે. 22 જાન્યુઆરીએ જેવો માહોલ દેશમાં હતો તેવો જ મહોલ અત્યારે જોવા મળી રહ્યો છે. સરકાર આપણા સંવિધાનની રક્ષા કરે તે તેમની જવાબદારી છે, પરંતુ ભારતની નાગરિકો તેમાં વધારે ભૂમિકા ભજવે છે. ભારત પાસે હંમેશા આગળ વધવાની ક્ષમતા રહી છે પરંતુ તેનું પરિણામ ત્યારે જ આવે જ્યારેઆ આપણે બધા ભાઈચારાની ભાવના સાથે રહીએ.’

આ પણ વાંચો: ભારત-ચીનની સરહદ પર તૈનાત ITBPના જવાનોએ ફરકાવ્યો તિરંગો

Tags :
Advertisement

.